________________
૩૪ર
બોધામૃત કરી, ઘણે સત્સંગ સેવીને પણ, મળેલે યોગ સફળ કરવા છે જાગતા રહેવાની જરૂર છે. અત્યારે ડહોળું પાણી પીવાનું મળે છે તેવું પણ પીને જે તરસ છીપે તેમ હોય તે તેમ કરી લેવું, નહીં તે જેમ રણમાં મૂર્ણ મુસાફર “આવું પાણી કોણ પીએ ?” એમ કરીને આગળ ચાલ્યા જાય અને આગળ તે તેવું ડહોળું પાણી તે શું, પણ માત્ર રેતી, રેતી જ આવ્યા કરે ત્યાં તે જીવ તરસે કંઠ બેસી જવાથી મરી જાય છે, તેવી આપણી દશા ન થાય તે વિષે ઘણું વિચારવું ઘટે છે. આ વેગ આપણા હાથમાંથી વહી ગયા પછી આ પેગ પણ ફરી મળવો કઠણ છે તે તેથી સારાની આશા શું રાખવી? માટે જે બને તે જતા દિવસમાંથી હિતકારી કાળને લાભ લઈ લે એ તમારે, મારે બધાએ કર્તવ્ય છેજ. સર્વ ભાઈબહેને એ બહુ ચેતીને વખતનો દુરુપયોગ કરતાં બચી જવું ઘટે છેજ. શા માટે જન્મ્યા છીએ અને શું કરીએ છીએ? એને વિચાર વારંવાર મનમાં લાવી સન્માર્ગમાં ઉત્સાહ વધે તેમ આપણે સર્વેએ હવે તે કમર કસીને બને તેટલું બળતામાંથી બચાવી લેવું જોઈએ. ઘર લાગે ત્યારે માત્ર રડ્યા કર્યું કશું બચે નહીં, પણ હિંમત રાખી જેટલું બહાર કાઢી લીધું તેટલું બચવા સંભવ છે. માટે જેટલી ક્ષણે જ્ઞાનીની આજ્ઞામાં, મંત્રસ્મરણ વગેરેમાં જશે તેટલી બચી સમજી તેને વિશેષ અભ્યાસ રાખવા હવે સત્સાધન વિશેષ કરતા રહેવું ઘટે છે. તે નિશ્ચય દઢ કરી તે પ્રમાણે વર્તવા ભલામણ છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ '
૩૪૪.
અગાસ, તા. ૩-૫-૪૨ તત ૐ સત્
વૈશાખ વદ ૩, રવિ, ૧૯૯૮ “આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રગ;
અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” આપનું કાર્ડ મળ્યું, તેમાં પૂર્વાપર અવિરોધ’ શબ્દનો અર્થ પુછાળે છે તેને ઉત્તર ઃ જ્ઞાનીની વાણીનું લક્ષણ પૂર્વાપર અવિરોધ હોય છે. એ સમજાવવું, વિવેચન કરવું મુશ્કેલ છે. પણ શબ્દાર્થ તે પત્ર ૬૭૯ માં વાંચવાથી એ સમજાય છે કે જ્ઞાનીની વાણી આત્માથે, આત્મા જાણ્યા પૂર્વક હોય છે તેથી આત્મા ષિાય, જાગ્રત થાય, વૈરાગ્ય તથા પુરુષાર્થમાં પ્રેરાય તેવાં વચને હોય છે. ગમે તે પ્રકારનાં વચને પણ એ જ પરમાર્થને પ્રેરનારાં હોય છે. તેને હાનિ કરે તેવાં વચન જ્ઞાનીનાં હતાં નથી. અને અજ્ઞાનીને આત્મા તરફ લક્ષ થયેલે હોતે. નથી, તેથી એક વખત શૂરવીરતાનાં વચન પુરુષાર્થ પ્રેરક હોય અને બીજે પ્રસંગે કાયરતા ઘર કરે, તેવાં હોય, પણ સતત આત્મવિચારણા વધારનારાં કે આત્મહિતને પિષક એકધારાં હતાં નથી.
૩૪૫
અગાસ, તા ૭-૫-૪ર તત સત
વૈશાખ વદ ૭, ગુરુ, ૧૯૮૮ પરમ ઉપકારી અહે! રાજચંદ્ર ગુરુદેવ, જેને શરણે જીવતાં ટળતી ભવ-ભ્રમ ટેવ.