________________
३४०
બેધામૃત ઊલટું સારું. એવું ભાગ્ય ક્યાંથી હોય! પણ હાલ જ્યાં સુધી તમારી માતુશ્રીની સેવા વગેરે કરવાની છે ત્યાં સુધી શરીરની કાળજી રાખી તેમને પણ ધર્મધ્યાનમાં મન પરોવાયેલું રહે તેવું તેમને વાંચી સંભળાવવું, કે તેમને ઊંઘ ન આવે ત્યાં સુધી સ્મરણ, ભક્તિ વગેરેમાં મન જોડાય તેમ વર્તવું ઠીક છે. એ જ વિનંતી.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ તા. ક. – ખાવામાં સાદો ખેરાક કંઈક ઊણું પેટ રહે, ઊંઘ ઓછી આવે તે ખેરાક લે એટલે ઘી, દૂધ, દહીં ઓછાં વાપરવાં. બીજી વાતોમાં ન પડવું. નછૂટકે અસત્સંગી જીવો સાથે બોલવાનું રાખવું. માળા ગણતાં પરમકૃપાળુદેવના ચિત્રપટ તથા તેમના ગુણે, તેમના ઉપકારનું સ્મરણ રહે, તેમની વીતરાગમુદ્રા લક્ષમાં રહે તેમ કરવું.
૩૪૩
અગાસ, તા. ૨-૫-૪૨ (૧) પ્રશ્ન–આ જીવની વિષયવાસનાની હાનિ કયારે થશે?
ઉત્તર – લેખંડ વાંકું વળી ગયું હોય પણ તપાવીને ઘણ મારે તે સીધું થઈ જાય. તેમ જ આપણું વિષયાસક્ત જીવને ઇંદ્રિયદમનરૂપી તપમાં તપાવીને ઉપર સપુરુષના બેધરૂપી ઘણના પ્રહારની જરૂર છે. પરમકૃપાળુદેવે શ્રી આત્મસિદ્ધિજીની ૧૦૩ મી ગાથામાં જણાવ્યું છે કે “હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” તથા ૫. ઉ. પ્રભુશ્રીજીએ વિષયથી છૂટવા તપશ્ચર્યાદિ પાંચ વર્ષ સુધી ઉપાયે કર્યા, પણ છેવટે પરમકૃપાળુદેવે રસ જીત, રસાદિની લેલુપતા મટાડવાના ઉપાયોરૂપી બંધ કર્યો તે પ્રકારે તેઓશ્રીજીએ એકનિષ્ઠાએ આજ્ઞા ઉપાસી વિષયથી વિજય મેળવ્યો; તેવી જ રીતે આપણું વિષયાસક્ત જીવોને જિહાઈદ્રિયની લાલસા છેડાવવા મહાપુરુષે ફરમાવે છે કે જે વસ્તુ ઉપર આપણને વધારે રુચિ હોય તે વસ્તુ આપણા ભાણામાં આવી ગઈ હોય તે બીજાને આપી દેવી અથવા સ્વાદરહિત કરી વાપરવી. સાંભળવા કે વાંચવા માત્રથી નહીં, પણ જ્યારે આ પ્રમાણે બે ગ્રહણ કરી રસેંદ્રિયના સ્વાદ છેડવાનું વર્તનમાં મુકાશે ત્યારે જ વિષયવાસનાની હાનિ થશે.
(૨) પ્રશ્ન – સત્સંગને વેગ પૂર્ણ ક્યારે મળશે?
ઉત્તર – ભાવના સારી છે, પણ ગામમાં રાજમંદિરે મુમુક્ષભાઈઓ મળી વાંચનાદિ સત્સંગ થાય છે ત્યાં લાભ લેવા ન જવાતું હોય (પાસે રહેલો રોટલે ન ખવાતે હોય) તે પછી બીજી તે વાત જ શી ? માટે પાસે હોય તે તે ખાયા કરવું. કરવા માંડે ત્યારે થાય છે.
(૩) પ્રશ્ન – સંસાર-કાર્યની નિવૃત્તિ ક્યારે થશે?
ઉત્તર – કરશો ત્યારે. ત્રાસ લાગ્યો નથી. સંસારનું સ્વરૂપ ભયંકર છે. દુશ્મનની આગળ માથું આપે તે કાપી નાખે. કેઈએ પાંચ-પચીસ રૂપિયા આડાઅવળા કરાવ્યા હોય તો તેના પ્રત્યે દુશ્મન તરીકે વર્તે અને તેને ત્યાં લગ્નપ્રસંગે આમંત્રણ આપે તેપણ જાય નહીં, તે પછી આ જીવનું મેહશત્રુએ ભૂંડું કરવામાં મણ રાખી નથી, તે તેના આમંત્રણરૂપી પ્રવાહમાં કેમ તણાઈએ ? માટે સંસારથી છૂટવા મહાપુરુષો ફરી ફરી ભલામણ કરે છે, પણ હજુ આપણને સંસારથી ત્રાસ જ ક્યાં લાગે છે? જ્યારે ખરા અંતઃકરણથી ત્રાસ લાગશે અને