________________
૩૩૮
બધામૃત
તેમની મુદ્રા, વચન અને તેના વચનના આશય પ્રત્યે પ્રેમભક્તિભાવ રાખવા મારી આગ્રહપૂર્વક આપ બન્નેને ભલામણ છે. પૂનામાં પ. પૂ. પ્રભુશ્રીજીએ એક પરમકૃપાળુદેવ ઉપર જ દષ્ટિ કરાવવા ઘણું પોતાનાથી બોલાય તેટલું એક અઠવાડિયા સુધી કહ્યું હતું તેમાંથી થોડી લીટીઓ લખી મેકલું છું તે ઘણું લખ્યું છે એમ વિચારી હૃદયમાં એક પરમકૃપાળુદેવ જ સ્થાન સદાને માટે લે તેવું કરી લેવા વિનંતી છેજી:
“અમને તે ભલા એમ થયું કે જે વચન અમને આત્મહિતનું કારણ થયું તે વચન બીજા પણ સાંભળે, શ્રદ્ધે તે કલ્યાણ થાય. તેથી તેની (પરમકૃપાળુદેવની) આજ્ઞા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ,” જે અમારી પાસે આવ્યા તેમને કૃપાળુની દષ્ટિએ કહી સંભળાવી. પણ અણસમજણે કઈક તે પિોપટલાલને, કોઈક રત્નરાજને, કઈક આ ભાઈશ્રીને (પૂ. રણછોડભાઈ નારવાળાને) અને અમને દેહદષ્ટિએ વળગી પડ્યા! ઝેર પીઓ છે ઝેર; મરી જશે. ન હોય એ રસ્તે. જ્ઞાની તે જે છે તે છે. એની દષ્ટિએ ઊભા રહો તે તરવાને કંઈક આરો છે. અમને માનવા હોય તે માને, ન માનવા હોય તે ન માને; પણ જેમ છે તેમ કહી દેવું છે. અમે તે ધાર્યું હતું કે હમણ જે ચાલે છે તે છે ચાલે, વખત આવ્યે બધું ફેરવી નાખીશું. કંઈ અમને ફૂલ-હાર, પૂજા-સત્કાર એ ગમતાં હશે? પણ ન ગમતા ઘૂંટડા જાણીને ઉતારી જતા. હવે તે છુપાવ્યા વગર ખુલ્લું કહી દઈએ છીએ કે પૂજા-ભક્તિ કરવા લાયક એ કૃપાળુદેવ; હા, ભલે ! ઉપકારીને ઉપકાર ન ભૂલે – કઈ મેળાપી મિત્રની પેઠે તેની છબી હોય તે વાંધો નથી. પણ પૂજા તે એ જ ચિત્રપટની થાય...બારમા ગુણઠાણ સુધી સાધક, સાધક અને સાધક રહેવાનું કહ્યું છે, આડું અવળું જોયું તે મરી ગયા જાણજો....અમે આ કહ્યું છે તે માર્ગ ખેટ હોય તે તેને અમે જામીનદાર છીએ. પણ જે કઈ સ્વરછંદ વર્તશે અને “આમ નહીં, આમ કરી દષ્ટિફેર કરશે તેને અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી, પણ એ માર્ગમાં ભૂલ નથી.” (ઉપદેશામૃત પૃષ્ઠ ૨૭૨) છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
- ૩૪૧
અગાસ, તા. ૧૭-૪-૪૨ તત સત્
વૈશાખ સુદ ૨, શુક્ર, ૧૯૯૮ બ્રહ્મચર્ય માટે દિવાળી સુધી વ્રત પાળવાની તમારી બન્નેની ભાવના છે તે આપનાં પત્ની સાથે નકકી કરી પરમકૃપાળુદેવની સાક્ષીએ ચારે જણ નમસ્કાર કરી વ્રતની ભાવના કરશોજી. લીધા પ્રમાણે ટેક રાખી પાળવા ખાસ ભલામણ છે. તેમાં ભૂલ ન થાય તેટલી કાળજી રાખતા રહેશો. વ્રત ન પાળે તે જે પાપની પ્રવૃત્તિ કરે તેનું ફળ ભેગવવું પડે; અને વ્રત લઈને તેડે તે પાપનું ફળ તથા વ્રત તેડવાનું ફળ એમ બેવડું પાપ ભેગવવું પડે. માટે વ્રત લેતાં બહુ વિચાર કરીને વ્રત લેવું અને લીધા પછી તેમાં દોષ આવવા ન દેવા કે બારીઓ ન ખેલવી, પણ પ્રાણ જાય તે જવા દેવા, પણ વ્રત તેડવું નહીં આટલી શક્તિ જણાય તે જ પરમકૃપાળુદેવને નમસ્કાર કરી વ્રત લેશો, તે ચેતાવવા માટે લખ્યું છે. ન લેશે એમ કહેવું નથી, પણ જે કરવું તે સારું કરવું. ઉલ્લાસ, વતની મુદત પૂરી થતાં સુધી ટકી રહે તે અર્થે ભક્તિ, વાંચન, સ્મરણ, મંત્ર વગેરેમાં ભાવપૂર્વક ખાસ વર્તવા ભલામણ છેજી.