________________
૨૯૦
બેધામૃત થાય અને આપણું કલ્યાણ થાય. વળી કહેતા કે પાઘડીને છેડે કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ જિંદગીને છેલ્લે ભાગ જે સદ્દગુરુને શરણે સુધારી સમાધિમરણ કરવા કેડ બાંધી પુરુષાર્થ કરે અને સમાધિમરણ કરે તે જિંદગીના બધા દેશનું અને અનંતકાળમાં થયેલા દેનું સાટું વળી રહે તેમ છેજ. આશ્રમમાં જેને દેહ છૂટશે તેને સમાધિમરણ થશે એમ પણ તેમને બેલતા સાંભળેલ છેછે. અને આપને તે હવે સર્વ પ્રકારે તેવી અનુકૂળતા મળી છે કે કેઈની ચિંતા-ફિકર કરવાનું રહ્યું નથી. છોકરા છોકરાનું કરી લે છે. એક તમારે તે ફક્ત સત્સંગ અને સદ્ગુરુની આજ્ઞામાં હવે પાછલા દિવસે ધર્મધ્યાનમાં ગળાય તેવી ભાવના હોય તે સહેજે બને તેવું છે તે કરી લેવા વિનંતી છેજી.
» શાંતિઃ શાંતિઃ શાંતિ
૨૮૦
અગાસ, તા. ૧-૬-૪૧ “પરમ પુરુષ પ્રભુ સદ્દગુરુ, પરમ જ્ઞાન સુખધામ,
જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.” આપની જિજ્ઞાસાને કંઈક સંતેષ થવા પૂરતું ઉત્તરરૂપે લખું છું છતાં તમે પૂછેલા પ્રશ્નોના ખુલાસા સમાગમે યથાર્થ સમજાય તેમ છે.
કર્તા ઈશ્વર કઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ,
અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દેષ પ્રભાવ. અર્થ – જગતને અથવા જનાં કર્મને ઈશ્વર કર્તા કઈ છે નહીં, શુદ્ધ આત્મસ્વભાવ જેને થયું છે તે ઈશ્વર છે, અને તેને જે પ્રેરક એટલે કર્મકર્તા ગણીએ તે તેને દોષને પ્રભાવ થયે ગણવે જોઈ એ માટે ઈશ્વરની પ્રેરણા જીવનાં કર્મ કરવામાં પણ કહેવાય નહીં.
જે કર્મના ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તે ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમ કે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારને સંગ થો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાને ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિને કર્તા નથી, જે પરભાવાદિને કર્તા થાય તે તે સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિરૂપ ક્રિયામાં પ્રવર્તે તે તેને પણ પરભાવાદિના કર્તાપણને પ્રસંગ આવે છે અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ કરે છે, તેથી તે તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરને સ્વભાવભેદ માનતાં ? પણ અનેક દેષ સંભવે છે. બન્નેને જે ચૈતન્યસ્વભાવ માનીએ, તે બન્ને સમાન ધર્મના કર્તા થયા તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પિતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય? વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તે પણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તે શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડે. ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી