________________
૩૩૪.
બેધામૃત ધનમાલની કેવી અત્યારે અસ્થિરતા થઈ પડી છે તે લખવાની જરૂર નથી પણ આ સપુરુષનાં વચન જે સ્મૃતિમાં રાખ્યાં હશે, વિચાર્યા હશે તથા તે પ્રમાણે વર્તવાની ભાવના કરી હશે તે તે આત્મિક ધન એવું પ્રગટ કરશે કે તે પરભવમાં પણ ઉપયોગી નીવડશે. કોઈ તેને ચેરી શકે નહીં, તેને નાશ થાય નહીં અને સદા સુખનું કારણ થાય તેવું ધર્મ-ધન છે. તેની વિશેષ વિશેષ કમાણું કરવાની ભાવના મુમુક્ષુ જીવ રાખે છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં થોડાં વચને વિચારવા નીચે લખ્યાં છે તે લક્ષમાં લઈ વારંવાર વિચારશોજી:
રત્નચિંતામણિ તુલ્ય પુરુષને વેગ પછી આત્મસાધન કરી લેવું, તે મનુષ્યપણાનું મૂલ્ય થઈ શકે નહીં. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” એક આત્માનું ઓળખાણ કરી લે. બીજું સર્વ મિથ્યા છે, અનેક વાર કર્યું છે – મેહ, માયા, અભિમાન. જ્ઞાનીમાં આ બધું નથી. કારણ કે તેનું બળ અનંત સંપત્તિવાન છે. ચક્રવર્તીનાં કે ઈન્દ્રનાં સુખ જ્ઞાની ધૂળ જેવાં માને છે. તે અસંગ છે, તેના સત્સંગથી આત્મભક્તિ પૂર્ણપણે થાય છે. પૂર્વના સંસ્કાર અને પુરુષાર્થ બેને જેગ મળે ત્યારે કામ થાય. વીતરાગ માર્ગ તે જાણ્યો નથી. તું સમજ. તારી દયા આવે છે. સંતને માર્ગ અપૂર્વ છે. સમજ્યા વગર છૂટકે નથી. જેવા ભાવ તેવા પ્રભુ ફળે. ભેદી મળ્યા નથી, પ્રતીતિ આવી નથી, આસ્થા થઈ નથી. એ તે જ્ઞાનીનાં વચન છે. પણ છે ખરાં. પક્ષવાળાને પ્રત્યક્ષ થશે. અંતરમાં માન્યું તેને પ્રત્યક્ષ થશે. સામાન્ય ન કરી નાખવું. નથી જોયા, નથી જાણ્યા, ઓળખ્યા નથી પણ આવ્યા, સાંભળ્યું ને સમજ્યા તે શી રીતે ? સમજણથી વાત બીજી થઈ. સપુરુષ ભલે કંઈ કહે નહીં છતાં સામા જીવ ઉપર આત્માની અસર થાય. જ્ઞાનીનાં અપૂર્વ વચને હૃદયમાં ઊતરી જાય. જીવ ખપી થાય તે જ બને. ખપી તે થવું જ પડશે. આત્માએ તૈયાર થઈ જવું જોઈએ. હિંમત હારવી નહીં. મારાથી નહીં બને એમ રેવું નહીં. જીવને રળવાની ખબર નથી. શામાં લાભ થાય તે સમજાતું નથી. કહે છે હું જાણું છું પણ બધું તેફાન છે. જાણવાને એક આત્મા છે. મારું મારું કર્યું તે ખોટું છે. અત્યાર સુધી પારકાને પિતાનું માનતે આવ્યા છે. આત્મા પિતાને છે. આ કરવા જેવું છે. હિત થશે. સત્સંગ.” » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૩૩.
અગા સ, તા. ૧૯-૧-૨ સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સદ્ગુરુની એક
બીજી તેને ભક્તની, બાકી ફૂંકી અનેક. “શ્રીમદ્ રાજચંદ્ર મંદિર' નામ રાખવામાં કંઈ અડચણ નથી. ચિત્રપટ તૈયાર થઈ જાય એટલે બધા મળી ભાવભક્તિપૂર્વક “દેવવંદન'ની સ્તુતિ બેલી મંત્રસ્મરણ પાંચ વાર કરી સ્થાપના કરવા ભલામણ છે. “પંચ ત્યાં પરમેશ્વર કહેવાય છે તેમ બધા મુમુક્ષુ મળી તે માંગલિક કાર્ય ઉકેલી લેવું. એકબીજાને ઘટતે વિનય સાચવી સંપથી ભક્તિ કરતા રહેવા ભલામણું છે. એ જ વિનંતી.
તનસે મનસે ધનસે સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સ, તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાવહી પ્રેમ ઘને.” – શ્રીમદ્ રાજચંદ્ર