________________
૪૦૮
બાધામૃત સદ્દગુરુ-ધ વિચારતાં, ટળે દેહ-અહંકાર, પ્રભુજી; દશા વિદેહી તે વર્યા, ભાવ-દયા ભંડાર, પ્રભુજી. રાજ, અસાર આ સંસારના ક્ષણિક ભેગ-વિલાસ, પ્રભુજી; ઊંડે વિચાર કરી તજે, માયિક સર્વ મીઠાશ, પ્રભુજી. રાજા તે સદ્દગુરુના સંગથી પ્રગટે બોધ-પ્રકાશ, પ્રભુજી; નિર્મળ વિચારધારથી છેવાય મિથ્યાભાસ, પ્રભુજી. રાજ લેક-સ્વજન-તન-કલ્પના બંધનરૂપ સંબંધ, પ્રભુજી, સસ્ત્રદ્ધા દઢ આદરી, ટાળું બધા પ્રતિબંધ, પ્રભુજી. રાજ દુઃખદાવાનળથી બળે, જગમાં જીવ અનંત, પ્રભુજી; જ્ઞાન-સમુદ્રતટે જતાં તેથી સઘળા સંત, પ્રભુજી. રાજ ક્ષણ પણ મજજન-સંગતિ, જાણું ભવ-જળ-નાવ, પ્રભુજી; પ્રમાદ તજી તે આશરે, પાસું નિજ સ્વભાવ, પ્રભુજી. રાજ વિભાવ મૂળ સંસારનું સુવિચારે બળી જાય, પ્રભુજી; ઈન્દ્રિય-સુખની લાલસા ગયે આત્મસુખ થાય, પ્રભુજી. રાજ દેહ તણું સંભાળ હું, કરીશ નહિ કદી અ૯૫, પ્રભુજી; સદ્દગુરુ-શરણે હું તળું, દેહ વિષે વિકલ્પ, પ્રભુજી. રાજ, કાયા મળ-મૂત્રે ભરી, માત્ર રેગની ખાણ, પ્રભુજી; કેમ અગ્ય પ્રજને, રચે હર્ઝે મુજ પ્રાણ, પ્રભુજી. રાજ આપદ્ ઉપરાઉપરી, પ્રેરે પાપ પ્રકાર, પ્રભુજી; નરક ભયંકર નેતરે, ટકે ન હિત-વિચાર, પ્રભુજી. રાજ સમ-ભાવે પગ ન ટકે, મમતા નહીં મુકાય, પ્રભુજી; વેષ ધરું ભવનાટકે, સ્વભાવ નિત્ય ચકાય, પ્રભુજી. રાજ નરભવમાં હારું નહીં, હવે કરું કલ્યાણુ, પ્રભુજી; એ નિર્ણય હું કરું સાક્ષી શ્રી ભગવાન, પ્રભુજી. રાજ
(પ્રજ્ઞાવબેધ– ૪૬) દેહાદિ પદાર્થોને આધારે જે સુખ મળે છે તે માત્ર કલ્પનાવાળું, ક્ષણિક અને આખરે દુઃખનું કારણ થાય છે. પાંચ ઈન્દ્રિય અને મન બાહ્ય પદાર્થોમાંથી સુખદુઃખરૂપ માલ ખરીદવા પુણ્ય–પાપરૂપ મૂલ્ય આપી જીવની પાસે વ્યર્થ વ્યાપાર કરાવે છે. મનુષ્યભવને ઉત્તમ કાળ પરપદાર્થો અને તેની ઈચ્છાઓમાં તથા આશાઓ કે ફિકરચિંતામાં વહ્યો જાય છે અને જીવ આમ ને આમ ઠગાયા કરે છે તે સુખ-શાતાના વખતમાં જણાતું નથી. પણ દુઃખના પ્રસંગોમાં કંઈ ગમે નહીં, ચેન પડે નહીં, ક્યાંય સુખ ભળાય નહીં તે વખતે જે તે પરપદાર્થોની આશાને મેહ ઓછો કરવાની ભાવના રહે તે આ સંસારનું સ્વરૂપ જ્ઞાની પુરુષોએ ભયંકર વર્ણવ્યું છે તેવું જ દેખાતાં હૃદયમાં એવી છાપ પડી જાય કે પછી શરીર ઠીક થયા પછી પણ પિતાનું શરીર કે બીજાના શરીર માત્ર હાડકાં ચામડાવાળાં, પાયખાનાં જાજરાં જેવાં જણાય;