________________
બોધામૃત
ભાવના વર્ધમાન થાય તેમ વર્તવા ભલામણ છે.જી. બની શકે તે કેટલાકે છેલે દિવસ ધામણ – મંદિરમાં જે ભક્તિભાવના થતી હોય તેમાં ભળી જવા યોગ્ય છે. જે જે પ્રકારે આત્મામાં ધર્મને ઉલ્લાસભાવ વધે તેમ તન-મન-ધનથી પુરુષાર્થમાં વર્તવા ભલામણ છેજી. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એ અઠવાડિયામાં કષાય ઘટે, પહેલાં જેની સાથે મનમાં કંઈ ભેદભાવ રહેતું હોય તે દૂર કરી મૈત્રીભાવ સર્વ સાથે વધે તેવી રીતે વર્તાય તે પર્યુષણ આરાધના સાચી થઈ ગણાય. ટૂંકામાં આખા વર્ષમાં વેરવિરોધ થયા હોય તે દૂર કરી ચોખ્ખા થવાનું આ ઉત્તમ પર્વ નિમિત્ત છે. સદાચરણની વૃદ્ધિ કરવા ભલામણ છે.જી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૯૮
અગાસ, તા. ૨૦-૮-૪૧ તત્ ૩ સત્
શ્રાવણ વદ ૧૩, બુધ, ૧૯૯૭ બાંધેલાં કર્મો છે. ઉદયમાં આવે ત્યારે રાગ અને દ્વેષમાં ખેંચાઈ ન જવાય તેટલે પુરુષાર્થ જરૂર કર્તવ્ય છે. સમતા રહેવી મુશ્કેલ છે પણ તે વિના મોક્ષ થાય તેમ નથી એમ વિચારી બને તેટલે તે દિશામાં પુરુષાર્થ કર્તવ્ય છે. સદગુરુની દયાથી જે સત્સાધન મળે છે તેનું વિસ્મરણ થવા ન દેવું.
છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, શ્રાવણ વદ ૦)), શુક્ર, ૧૯૯૭ રાગદ્વેષે મમત્વે મેં, જે જે જીવ વિરાધિયા;
ક્ષમા ઘો મુજને તે સૌ, હું યે ક્ષમા દઉં સદા. જે સર્વને અનુકૂળ આવે તે એક દિવસ વધારે ધર્મધ્યાન કરવામાં વિશેષ લાભ છે એમ જાણી છેલ્લે પરસ્પર ખમાવવાને પ્રતિક્રમણદિન ભાદરવા સુદ પાંચમને રાખવા ભલામણ છેજી. કષાય જેટલા ઘટે તેટલું કલ્યાણ” એમ પરમકૃપાળુદેવનું જણાવવું છે તે લક્ષમાં રાખી, થોડા છાપરાનું ગામ છે તે સર્વ હળીમળી ધર્મભાવનામાં જોડાય અને છેલ્લે દિવસે કોઈના મનમાં અણબનાવ ન રહે તેવું વર્તન રાખવા વિનંતી છે. ક્ષમા માગવા જતાં બેટું લાગે તેમ જેને હોય તેને પરાણે છંછેડવાની જરૂર નથી, પણ આપણું દિલ ચોખ્ખું રાખીશું તે જરૂર વહેમોડે જે અતડો રહેતે હશે તે ભળી જશે. આપણું ભૂરું કરનારનું પણ ભલું થાએ, એવી અંતરની ઈરછા દરેક મુમુક્ષુના હૃદયમાં પ્રગટ જાગ્રત રહેવી ઘટે છેજ. વિવાહ વગેરેના પ્રસંગે જેમ પાઘડી ઉતારીને પણ સામાને મનાવી લઈએ છીએ તેમ આ પર્યુષણ પર્વ નિવૈર, મૈત્રીભાવ અને ધર્મને પ્રભાવ વધે તે અર્થે છે તે લક્ષમાં લેશે.
ઝ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૦૦
અગાસ, તા. ૨૩-૮-૪૧ - તત સત્
ભાદરવા સુદ ૧, શનિ, ૧૯૯૭ ભવિષ્યની ફિકરમાં પડવા જેવું નથી. વર્તમાનને જે સુધારે છે, તેનું ભવિષ્ય જરૂર સુધરવાનું જ અને ભૂતને તે ભૂલી જ જવું ઘટે છેજ. તેમ છતાં સંકલ્પ-વિકલ્પને અભ્યાસ જૂના રેગની પેઠે ઊથલા મારીને જીવને સતાવે છે તે વિષે એક ભક્તિમાન બાઈએ પ. ઉ.