________________
૫ત્રસુધા
૩
૩૧૪
અગાસ, તા. ૭-૧૦-૧ ભેગ-પંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધારા
ધન્ય તે મુનિવર રે જે ચાલે સમ ભાવે.” આપે “નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો” એને ભાવાર્થ પુછાળે છે, તેના વિષે જણાવવાનું કે પરમકૃપાળુદેવે પિતાને ઉદ્દેશીને લખ્યું છે કે હે નૃપ (રાજ) ચંદ્ર! આ અનંત પ્રપંચ (સંસાર) હવે બાળી નાખે, ભગવંતની ભક્તિ કરીને ભવ તરી જાઓ. આ માત્ર શબ્દાર્થ છે. તમે પણ તેટલી વાત તે સમજ્યા હશે. પણ વિશેષ યેગ્યતાએ એની એ જ વાત વિશેષ પુરુષાર્થ પ્રેરક નીવડવા ગ્ય છે. માટે વારંવાર ધૂન લગાવે તેમ તેના જ વિચારમાં રહેવાથી તે મહાપુરુષે કેવા ઉપાયે ભવનો અંત આણે તે સમજાયે તે કડી આપણા આત્માને ઉપકારી બનશેજી, ભક્તિ પણ જાગશે અને ભવને અંત આણવા નિશ્ચય વધશે. “પ્રપંચ શબ્દ પાંચ ઇન્દ્રિયના વિષયના વિસ્તાર અર્થે વપરાય છે. સંસારનું મૂળ મેહના વિકલ્પ છે અને તે ઉત્પન્ન થવામાં પાંચ ઈન્દ્રિયના વિષયે મુખ્ય નિમિત્તભૂત છે. ભક્તિ એ જ એક એવું ઉત્તમ સાધન છે કે જે જીવને ઇન્દ્રિયની જાળમાંથી મુક્ત કરી પ્રશસ્ત ભાવ દ્વારા છૂટેલા પુરુષમાં વૃત્તિ રખાવી રક્ષા કરે છે.
અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે “શ્રી રામચંદ્ર તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ.” (૩૭૬) ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૧૫
અગાસ, તા. ૧૪-૧૦-૪૧ તત્તા તારું આપ તપાસ, ક્યાંથી આવ્યો? ક્યાં તું જાશ? ખેપ કરીને ખેળી કાઢ, હરીફ હોય તે લાગે હાથ મૂરખને મનમાં નહિ ત્રાસ, તત્તા તારું આપ તપાસ. ફફફ ફેગટ તે કણ ફરે, સચેત થઈ હરિસ્મરણ કરે, જન્મમરણમાં આવે નહીં, જેનું મન વસિયું હરિમહીં, જઠરાવાસ નિશે તે હરે, ફફફ ફેગટ તે કેણ ફરે! બબ્બા બેલે તેને જાણ, મૂકી દે ને મનની તાણ, હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ;
દયા દીનતા મનમાં આણ, બબ્બા બેલે તેને જાણ. “અલ્પ આયુષ્ય આ કાળનાં નીરખી, “જીવીશું કાલ” એને ભરેસે નથી;
દેહને વેદનાની ગણી મૂરતિ, ધર્મના ભાવની, ભવ્ય, કર પૂરતિ”
આપનું કાર્ડ મળ્યું. ધર્મસ્નેહને લઈને ખેદની લાગણી તથા વૈરાગ્યની સ્કુરણા થઈ. અણધારી રીતે તે શ્રદ્ધાળુ આત્માએ સર્વને સંગ તજી પોતાના ભાવિ માર્ગ પ્રત્યે પ્રયાણ કર્યું. આ કાળને આવા જ વધારે વખત સુધી આ ક્ષેત્રે રહે તે પોષાય નહીં, એમ લાગવાથી તેને હરી લીધું હોય તેમ ધર્મયૌવનમાં એકાએક લૂંટ પડી. તેનાથી બને તેટલું તે કરી