________________
પત્રસુધા
* ૩૦૧ ભક્તિ-નિયમમાં વિદ્ધ ન પહોંચે તેમ બનતે પ્રયત્ન કર્તવ્ય છે. “શ્રીમદ્ રાજચંદ્રમાંથી પત્રાંક ૩૨૧ પૂરે વિચારી સદ્દગુરુનું આલંબન દૃઢ થાય તેમ પ્રવર્તવા વિનંતી છે.જી. રેજ મરણને વિચાર કરવાથી વૈરાગ્ય અને અનાસક્ત ભાવ વધે છે એમ ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
: ૨૯૧
અગાસ, તા. ૧-૭-૪૧
આષાઢ સુદ ૭, મંગળ, ૧૯૯૭ “ઊપજે મેહ-વિકપથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલેકતાં, વિલય થતાં નહિ વાર.” (૯૫૪) આપને પત્ર પ્રાપ્ત થશે. સત્સંગના વિયેગે આપને મૂંઝવણ રહે છે તેમ જ વૃત્તિના ચંચળપણાને લઈને મધુબિંદુની લાલસાનું દષ્ટાંત છે તેમ થયા કરે છે તે વાત જાણી. હે ભાઈ! આપના જેવી જ આ કાળના મુમુક્ષુઓની દશા છે, તે કેમ પલટાય અને પરમાર્થ જિજ્ઞાસા કેમ વધે તેના વિચારમાં જ જાણે ઉપર મથાળે લખેલે દેહ પરમકૃપાળુદેવે છેવટના અંતિમ કાવ્યમાં જણાવ્યું છે. ત્રણ પ્રકારના-જઘન્ય, મધ્યમ ને ઉત્તમ-પાત્રનું વર્ણન કરી સમભાવનું
ઔષધ બતાવી સંસારની ઉત્પત્તિ અને નાશનાં કારણ બતાવ્યાં છે. “વિષયવિકાર સહિત જે રહ્યા મતિના યુગ, પરિણામની વિષમતા તેને યોગ અગ” ત્યાંથી શરૂ કરી જે વર્ણન કર્યું છે. તેના સારરૂપ આ છેલ્લે દેહરે છે. મેહના વિકપ મુમુક્ષુ જીવને ઝેર ખવરાવી મારી નાખનાર અપર માતા સમાન છે. અનંતકાળ તેની ગોદમાં આ જીવ ઊછર્યો છે, દુઃખપરંપરા ભગવતે રહ્યો છે. એ મેહના વિકપનું દુઃખ જીવને યથાર્થ લાગશે ત્યારે આ બાહ્યદષ્ટિને છેડી જ્ઞાનીએ જે સત્સાધન કૃપા કરીને આપ્યું છે તે શ્રદ્ધા રાખીને માતુષ મુનિની પેઠે ઉપાસ્યા કરશે તે મોહનિદ્રામાંથી જાગવાનો પ્રસંગ બનશે. તે સાધનને પરમ પ્રેમે ઉપાસવાનું મૂકી દઈ, બૂમ પાડ્યા કરીએ તે પણ કંઈ વળે તેમ નથી. માટે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ છેવટે સત્સંગ કરતા રહેવા ભલામણ આપી છે અને સત્સાધન આપી તે સમજાવવા ઘણે લાંબો કાળ ઉપદેશ દીધા કર્યો છે તેની સ્મૃતિ આણ આ જીવને માયિક સુખની વાંછાથી પાછો જરૂર વાળવા ગ્ય છે. જ્યાં સુધી બીજે બીજે વૃત્તિ ફરતી રહે ત્યાં સુધી અંતર્મુખવૃત્તિ ક્યાંથી થાય? માટે
ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન;
અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” એ ગાથા વિચારી, ઉપશમ વૈરાગ્યનું બળ વધે તેવું વાંચન, તેવું શ્રવણ, તે અભ્યાસ, તેવી સત્સંગે વાતચીત કરતા રહેવા ભલામણ છે. કારણ મેળવ્યા વિના કાર્ય થાય નહીં, માટે જરૂર આ જીવે કંઈ છૂટવા માટે સાચા થવાની જરૂર છે, એ હૃદયમાં રાખી, છોકરાં છેયાં, વિલાસ-વાસના આદિને મોહ ઓછો કરવા વારંવાર વિચાર કરી જગતના પદાર્થોનું તુછપણું એઠ સમાન લાગે તેવી વૃત્તિ કરવી ઘટે છે. રોજ બેલીએ તે છીએ કે “શું પ્રભુચરણ કને ધરું આત્માથી સૌ હીન” પણ આત્માથી જગતના સર્વ પદાર્થો હીન લાગે છે? કે આત્મા જગતના પદાર્થોથી હીન લાગે છે? શાને માટે આપણે આખો દિવસ ગાળીએ છીએ? એ વિચારી