________________
પત્રસુધા
૨૯૧
પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તે તે સ`સારી જીવા જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સજ્ઞ આદિ ગુણુને સ`ભવ કયાંથી થાય ?....એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે.’' ટૂંકામાં આ વાત જણાવી છે તેથી વિશેષ વિચાર કે સત્સમાગમ વિના સમજાવી મુશ્કેલ છેજી. અ‘ગ્રેજીમાં કહેવાય છે — Perfection of humanity is Divinity." એટલે જીવને શિવ થાય છે. આ વાત તમે પણ કોઈ અંશે માનતા હશે. પૂર્ણ પદની પ્રાપ્તિ અર્થે જ સર્વ ધર્માત્માએ પ્રયત્ન કરે છે. અત્યારે આપણામાં અપૂર્ણતાએ પ્રગટ જણાય છે તે સર્વાં ́શે દૂર કરવાના સર્વ ધર્મના ધ્યેય છે. તેવું પદ્મ પૂર્વે શ્રી રામ, શ્રી મહાવીર આદિ અનેક મહાત્માએ પામ્યા છે અને સદ્ગુરુકૃપાથી આપણે પણ પામી શકીએ તેમ છે. જે જે તે પરમપદ પામ્યા છે તે સર્વ ઈશ્વરસ્વરૂપ છે એમ માનવાયેાગ્ય છે; પણ જગતની રચના કરે તે ઈશ્વર એવી વ્યાખ્યા કરતાં ઉપર જણાવેલા અને તેવા અનેક દેાષાને સ્વીકાર કરવારૂપ વિધા જણાય છેજી. ઈશ્વર સંબધી મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચદ્રને પ્રશ્નો કરેલા છે તે પ્રશ્નો અને ઉત્તરા ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાંક ૫૩૭માં છપાયેલા છે તે વાંચવા ભલામણ છેજી.
બીજો પ્રશ્ન આપે લખ્યા છે તે પણ ઘણા વિચારવા યેાગ્ય છે. અનાદિકાળથી જીવ મેહમાં મારું મારું કરતા જન્મમરણ કર્યાં કરે છે. તેને સદ્ગુરુના ખેાધની ઘણી જરૂર છે. કેવી રીતે જીવ ખધાય છે અને કેવી રીતે તે બંધન તૂટે? એને ઘણા વિચાર કરી મુક્તિને માર્ગ યથાર્થ જીવુ Xમજે ત્યારથી તે દેખતા થયા કહેવાય. તે સિવાય એટલે જ્ઞાનચક્ષુ વિના જીવ આધળા ગણાય છે, તેવા જીવા જે જે ક્રિયાએ ધર્માંની કે અધમ'ની કરે છે તે બધી બંધનરૂપ થાય છે. તે તમે જણાવી તેવી અન્નાનત્યાગની – સ્ત્રીને તજીને ચાલ્યા જવાની – વાત સ્પષ્ટ ધનરૂપ છે. વૈરાગ્યના પણ ઘણા ભેદ છે— દુઃખગર્ભિત વૈરાગ્ય, મેહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. તેમાં છેલ્લે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કલ્યાણકારી છેજી. દુઃખસુખની અને ખીજાને દુભવવાની કલ્પનાઓને નિણૅય સત્તમાગમે કરી લેવા ચાગ્ય છે. અત્યારે ન્યાયનીતિ પ્રમાણે પ્રવન રાખવા ભલામણ છેજી. પ્રસિદ્ધ દૃષ્ટાંત રામાયણુનું વિચારવા સૂચવું છું. રામે સીતાની સાથે લગ્ન કર્યું. પછી રામને વનવાસ જવું પડ્યું, તેા સીતાજી સાથે પતિસેવા માટે ગયાં. રાવણે સીતાના રૂપની વાત સાંભળી અને રામને ઠગીને દૂર કર્યાં. સીતાજીને હરી ગયા. સીતાજીનું શીલભંગ કરવા રાવણે માગણી કરી, પણ રાવણુનું મન દુભાય છે એમ જાણવા છતાં અન્યાયમાર્ગ જાણી તેમણે તેની માગણી સ્વીકારી નહીં. રામે સીતાની શેાધ કરી. હનુમાન આદિ દ્વારા સીતા પાછી મળે તે યુદ્ધ કરવું નથી એમ જણાવ્યું પણ રાવણે માન્યું નહીં, તેથી લડાઈ કરી. જગતમાં ન્યાયમાં પ્રવર્તાવવા રાવણુના આખા વંશનું નિકંદન કરવાનું કામ શ્રી રામને કરવું પડયું. આ બધું બહુ વિચારવું ઘટે છેજી. “તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સ`સારમળ નાશ થાય, તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.” એમ શ્રીમદ્ રાજચ'દ્રની શિખામણ છે તે લક્ષમાં લેવા વિનતી છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: