________________
૨૯૬
બેધામૃત આવે છે. માટે આ ભાવનાઓમાં વિશેષ વિચારે રહે અને બને તેટલું આચરણ થયા કરે તે પુરુષાર્થ જગાવવા ભલામણ છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ ?
૨૮૫
અંગાસ, તા. ૧૧-૬-૪૧ તત્ સત
જેઠ વદ ૨, બુધ, ૧૯૯૭ શ્રીમદ્ ગુરુ રાજચંદ્ર-૫૮ ચંદ્ર-ચંદ્રિકા સમ ચળકે, સૌ સંશય ટાળક બાળકના, વંદન કરું હું ઉમળકે; ત્રિવિધ તાપ બાળે કળિકાળે, મહામહ મૂંઝવી મારે, સુરતરુ સમ સદગુરુ જૅવને ત્યાં, આશ્રય દઈને ઉગારે. દેહ-જાળમાં સપડાયે છંવ, દશ્ય દેહ નિજ રૂપ માને, દેહ ગણી ચિંતામણિ રક્ષે, રહે સદા તેના ધ્યાને; રાખી રહે નહિ, જરૃર જવાની કાયા, તોપણ તે દષ્ટિ
પરભવમાં લઈને ઍવ જાતે દેહ ગણે નિજ કુદષ્ટિ. (પ્રજ્ઞા ૧૦૬) પ્રથમ, પરમાવગઢ દશા સંબંધી જણાવવાનું કે પ્રથમ તમને વિચારદશા અને સ્થિતપ્રજ્ઞદશા વિષે લખેલું સ્મૃતિમાં છે તે ફરીથી વાંચવા વિનંતી છેજ. સ્થિતપ્રજ્ઞ, તીવ્ર જ્ઞાન અને પરમાવગાઢ દશા લગભગ સરખી સમજાય છે. પરમકૃપાળુદેવના જ્ઞાનમાં જે હોય તે સાચું. એ ઉત્તમ પૂજ્ય દશા–“દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત” – અત્યારે આપણી કલ્પનામાં આવવી દુર્લભ છે છતાં શ્રી સદ્ગુરુએ પ્રાપ્ત કરી છે એ જ મને પ્રાપ્ત થાઓ. મૂળસ્વરૂપ મારું તેવું છતાં હું અત્યારે શામાં આનંદ માનું છું? એ વિચારી “અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિ છે. તે જ બ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણુસ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.” (૮૩૩) આ વાતને લક્ષ લેવો ઘટે છે. એ પત્ર આખે બહુ મનન કરવા યંગ્ય છેજી.
બીજું, આપે સ્મૃતિ કે મુખપાઠ થવામાં કઠણાઈ સંબંધી પ્રશ્ન કર્યો તેના સંબંધી જણાવવાનું કે ચિત્તમાં જેમ વિક્ષેપ ઓછ, દેહાધ્યાસ એ છો અને જ્ઞાની પુરુષનાં વચનામાં પ્રીતિ વિશેષ તથા તેના સંચયની ભાવનાની વૃદ્ધિ થાય તેમ તેમ તે વચને કંઠસ્થ થવામાં સરળતા થાય. પિતાની મેળે કરવા કરતાં જ્ઞાનીની આજ્ઞા સમજાય તે વિશેષ ભાવથી મુખપાઠ કરવા વિર્ય ફરે છેકારણ કે તેથી જ હિત છે એમ જીવને દઢ થયેલ હોવાથી તે પ્રત્યે વધારે પુરુષાર્થ કરે છે. દરરોજ કંઈ ને કંઈ મુખપાઠ કરવાને જેને અભ્યાસ હોય તેને તે વાત સરળતાથી બને છે. પૂર્વે મુનિવર્ગ ચૌદ પૂર્વ મુખપાઠ કરી લેતા. - છેલ્લું પ્રશ્ન “અંતર્મુખ વિષે છે. તે સંબંધી જણાવવાનું કે બહિરાત્મપણું એટલે દેહાદિ પદાર્થોમાં મન મગ્ન રહે છે તેને સપુરુષના બધે આત્મા તરફ વાળી સ્મરણ આદિ સત્સાધન, વડે આજ્ઞામાં રોકવું. રાગદ્વેષ આદિ વિક્ષેપ ઓછા કરી જેમ જેમ ભક્તિમાં મન લીન થશે તેમ તેમ “સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબંધ થાય.તે વૃત્તિ અંતર્મુખ થશે, રહેશે.