________________
૧૨૬
બેધામૃત | સર્વ ભાઈએ એકઠા થાઓ ત્યારે યથાશક્તિ વાંચવું વિચારવું કરવાને મહાવરો રાખતા હશે. એમ કરતાં કરતાં જ રુચિ બળવાન થાય છે. પરમકૃપાળુદેવનાં વચને આ કાળમાં તે અમૃતની વૃષ્ટિ સમાન છે. બીજાં પુસ્તકે જોઈએ છીએ ત્યારે તેની ગહનતા અને પરમ ઉપકાર વારંવાર તરી આવે છે. બીજું કંઈ વિવેચન ન થાય તે પણ તેના તે જ શબ્દ વારંવાર બોલાશે, સંભળાશે તેપણું જીભ મળી છે તે લેખે આવશે, કાન પાવન થશે. વિશેષ શું લખવું? આપણું જીવન એમના વચનના આશયે પ્રવર્તે એ જ ભાવના કર્તવ્ય છે”. જેટલું સમજાય તેટલી તેની કૃપા છે અને નહીં સમજાતું હોય તે તેની કૃપા થયે સમજાશે એટલે વિશ્વાસ ટકાવી રાખવા યોગ્ય છેજી.
૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૦૪-૩૮ લાખ બાતકી બાત યહ, તેકું દેય બતાય,
પરમાતમ પદ જે ચહે, રાગ દ્વેષ તજ, ભાય.” (શ્રી ચિદાનંદજી) તમારો કાગળ મળે. વાંચી આપના ભાવ આત્મહિત અર્થે વધતા જતા જણાયા. પરંતુ એક વાત સૂચનારૂપે આપને જણાવવા યોગ્ય લાગી છે તે જણાવું છું કે તમે જે શુભ ભાવનાએ મારા પ્રત્યે પ્રાર્થનારૂપે જણાવી છે તે પરમકૃપાળુદેવ પ્રત્યે નિરંતર કરતા રહેવા
ગ્ય છે. એ પરમપુરુષનું યોગબળ આપનું અને અમારું સર્વનું કલ્યાણ કરવા સમર્થ છે. હું તે અ૫ પામર જીવ છું. પાતળી સેટી ઉપર ભાર મુકવાથી તે ભાંગી જાય અને ભાર મકનારને પણ નુકસાન થાય; તેમ આપણી શ્રદ્ધા, ભાવના, પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે રહે તે જ ઈચ્છવા ગ્ય, કરવા યોગ્ય છે. તેને બદલે મને મોટો ભા બનાવે તેમાં મને અહંકારના ભારે ભાગી જવાને ભય છે અને તમને કંઈ હિત નહીં થતાં મિથ્યા ક્રાંતિમાં રહેવારૂપ નકસાન થવાને સંભવ છે. માટે આપને ચેતવણીરૂપે આ સૂચના આપી છે તે લક્ષ્યમાં લઈ તે પત્રમાં જણાવેલી સુંદર ભાવના તે પરમપુરુષ ઈષ્ટદેવ, પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે કરતા રહેવા વિનંતી છે. તેમાં આપણું સર્વનું હિત છે.
દુઃખના પ્રસંગે જેમ દવા લઈએ, ચરી પાળીએ અને અપથ્ય આહાર તજી દઈએ છીએ, તેમ જે દુઃખ ગયા પછી વર્તાય તે માંદગીના ઓછા પ્રસંગ આવવાને સંભવ છે. તેમ જે માંદગીમાં ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ અને દીનતા તથા પરમાર્થ સંબંધી જે વિચારે આવે છે તે માંદગી ગયા પછી ટકી રહે તે જીવનું હિત થવામાં વધારે કાળ ન લાગે, પણ શરીર સુધરતાં વિચારે પણ પલટાઈ જાય છે, મરણને ડર રહેતું નથી, વર્ધમાન થયેલી ભાવનાઓ ઓસરી જાય છે. પણ જેને કલ્યાણ કરવું છે તે જ તે પ્રસંગ અને તેવી ભાવનાએને યાદ કરે છે અને મરણને સમીપ જ સમજીને આત્મહિતને અર્થે વિશેષ પુરુષાર્થ કરતા રહે છે. જે જે દુખે સંસારમાં અનુભવાય છે તે મન, વચન, કાયાની મદદથી અનુભવાય છે. પણ મોક્ષમાં મનવચનકાયા નહીં હોવાથી તે દુઃખમાંથી કઈ દુખ ત્યાં મેક્ષમાં) નથી.
ખરહિત દશા જ્ઞાની પુરુષેએ જાણી, તેને માટે પુરુષાર્થ કરી, તે પ્રાપ્ત કરી ત્યાંથી પાછા કર્યા નહીં, તે અનંત સુખ જ્ઞાનીની શ્રદ્ધાથી હાલ તે માન્ય કરવા ગ્યા છે. જ્ઞાનીઓ કહે