________________
પત્રસુધા
૨૭૫ ગતિના મહાદુઃખમાંથી બચાવી લેવા સદ્દવિચાર કરી સદાચારમાં આવી આપણું હિત કરવું તે તે આપણા જ હાથની વાત છે. સુપુત્રે તે પોતે મરીને શિખામણ આપી કે આમ સર્વને વહેલા-મોડા જવાનું છે, માટે જરૂર જરૂર જરૂર ચેતજો. જાતે જોયેલી વાત ભૂલી ન જતાં આપણે માથે મરણની ડાંગ ઉગામેલી જોતાં રહી સત્કાર્યોમાં વધારે ચિત્ત દઈ પાપથી બીતા રહેવા વિનંતી છે.
જગતમાં કઈ કેઈનું નથી. કેઈ કેઈનું દુખ લઈ શકતું નથી. કેઈ કેઈને સુખ આપી શકતું નથી. જીવ એકલે જ આવે છે અને એક જ પિતાનાં કરેલાં કર્મ ભેગવવા પરલોક જાય છે. માટે આણે મારું બગાડ્યું કે આ મારો શત્રુ છે, આ મને હિતકારી છે કે આનું તે મેં મને આખરે અવગતિ કરાવશે એવા રાગદ્વેષના ભાવે જીવન અને મરણને બગાડનાર છે. માટે પૂર્વે કરેલાં કર્મથી સુખદુઃખ આવે છે તેમાં કેઈનો દોષ નથી; માત્ર અણસમજથી બીજાના નિમિત્તને લક્ષમાં રાખી જીવ આકુલવ્યાકુલ થાય છે. ભલે કઈ ચાકરી કરનાર હોય કે ન હોય; કેઈ આપણું કામ ચલાવનાર પાછળ હોય કે ન હોય; કેઈ નિંદા કરે કે કઈ વખાણ કરે તે તરફ લક્ષ ન રાખતાં આ જીવે કરેલાં કર્મ તેને અવશ્ય ભોગવ્યા વગર છૂટકો નથી. તેમાં કેઈનો વાંક નથી. હાથનાં કર્યા હૈયે વાગે છે, માટે સમતા રાખી, સદ્દગુરુનું શરણું મળ્યું છે તે મહાભાગ્ય માની, તેને આશરે હવે દેહ છોડે છે એ પાકે નિર્ણય કરી, રેજ તે નિર્ણય પ્રમાણે વર્તાય છે કે બીજે આશરો શોધવા જીવ મેહવશ ભટકે છે તે તપાસતા રહેવા વિનંતી છે. આ પુરુષાર્થ જરૂર જીવને ઊંચે આણે એવે છે. માટે હવે બાહ્ય વસ્તુઓનું, બીજા જીનું અવલંબન છેડી સ્મરણ નિરંતર રહે અને સમભાવ રાખી સર્વ પ્રત્યે મૈત્રીભાવના અને સદ્દગુરુપદમાં અભેદભાવના જેમ વિશેષ રહે તેમ કરતા રહેવા સર્વ આત્મહિતેચ્છુઓને વિનંતી છે. થેડું લખ્યું ઘણું માનોવિશેષ વિચાર કરજે, અને કંઈ પણ આચરણ થાય છે કે નહીં તેની તપાસ રાખશે. એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૬૮
અગાસ, તા. ૨૫-૪-૪૧ તત છે. સત
ચૈત્ર વદ ૧૪, શુક્ર, ૧૯૯૭ પૂર્વકર્મને લઈને જીવને જે કરવું છે તે થતું નથી એ સામાન્ય અભિપ્રાય લેકમાં પ્રચલિત છે, પણ તે પુરુષાર્થને હાનિકારક છે. પૂર્વ કર્મ ન હોય તે તે સંસાર જ ન હેય, પણ પૂર્વકર્માને દૂર કરવા યોગ્ય અવસર પ્રાપ્ત થયો છે, છતાં જીવ ચેતતું નથી એ જીવને પ્રમાદ છે; અને માને છે કે મારે આત્મહિત કરવું છે છતાં થતું નથી. ત્યાં પણ હજી તે માન્યતા ઉપલક છે; જેમ ખેરાકની, ઊંઘની અને ધનની જરૂરિયાત જણાઈ છે અને તેના ઉપાય ગમે તેટલા પરિશ્રમે પણ કર્યા કરે છે, તેમ જ્યારે ખરેખરી આત્મહિત કરવાની દાઝ લાગશે ત્યારે તે કામ કઈ કહે ત્યારે કરવું કે અનુકૂળતા મળે કરાય તે કરવું એમ નહીં રહે, પણ આપે આપ એ કામમાં મનને લગાવી દેશે તેવી ભૂખ લાગે નહીં ત્યાં સુધી સત્સંગ, સલ્લા, સદ્દવિચાર, ભક્તિ આદિ ઉત્તમ નિમિત્તોની જીવને જરૂર અત્યારે તે ઘણી જ છેo. જે કામ પ્રસંગે પ્રસંગે, ક્ષણે-ક્ષણે કરતા રહેવાની જરૂર છે, તે કામ “થશે, થશે”, “વખત