________________
૨૮૦
બધામૃત ર૭૩
અગાસ, તા. ૧૦-૫-૪૧ તત્ ૐ સત
વૈશાખ સુદ ૧૪, શનિ, ૧૯૯૭ દેવાનંદન હ! રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળિકાળે હો ! અમને ઉદ્ધારનારા.
એરંડા-ડાળે કરી મંડપ, તરણે તરણે ઢાંકે, ક્ષણે ક્ષણે તરણું ઉમેરે, છેલ્લે તરણે ભાંગે. દેવા. અલ્પ અરે! અગ્નિ સંઘરતાં, કેઈન શાંતિ પામે, સકલ વિશ્વને બાળી દે તે, શિથિલપણાને નામે. દેવા સમય માત્ર પ્રમાદ ન કરવા કહ્યું, ન કાઢી નાખે,
રે! અત્યંત પ્રમાદ છતાંયે, કેમ ન કાળજી રાખો? દેવા(પ્રજ્ઞા ૯૫) તીર્થ શિરોમણિ ભવદવ ત્રાસિતને શાંતિ પ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સત્યરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારવા વિનંતી છે જ. વિ. આપના બન્ને પત્રો મળ્યા. આપની સૂક્ષ્મપણે દોષ જોવાની વૃત્તિ સંતેષકારક છે. તે જ પ્રમાણે દોષ ટાળવાની તત્પરતા રેગ, શત્રુ અને દોષને ઊગતાં જ દાબવા અર્થે પ્રવર્તે એમ ઈચ્છું છું જી.
બીજું, આત્મહિતને અર્થે નિવૃત્તિને લક્ષે કૉલેજના અભ્યાસની અભિલાષા રાખે છે તે પ્રથમ કારણ વિચારતાં પ્રશસ્ત જણાય છે. તમે ધારે છે તે ઉપરાંત તેમાં બીજાં કારણે પણ ગર્ભિત રહ્યાં છે. એક તે તમે કમાયા પહેલાં લગ્ન ન કરવાના વિચારવાળા છે, તે બાબત મક્કમ રહી શકે તેમ હો, તે બ્રહ્મચર્ય પાલનને કાળ લંબાય છે. બીજું, તમારા પ્રત્યે કુટુંબી આદિ જનની વૃત્તિ માનભરી થવાનું કારણ પણ તેમાં છે, કારણ કે, એક તે વિદ્યામાં વૃદ્ધિ; બીજું, સારી કમાણી કરી શકે તેવી ગ્યતાની આશા; ત્રીજું, તમારો તેમના પ્રત્યે સદ્ભાવ જાણવાને પત્રાદિ દ્વારા તેમને પ્રસંગ પડે, વિદ્યા સાથે વિનય વધે તે છાપ પાડ્યા વિના ન રહે. વિશેષમાં હાલની વિદ્યાના ફળરૂપ કઈ પણ કમાણીનું સાધન એવું મળવા સંભવ છે કે જેમાં થોડા વખતના (અમુક કલાકના) ભેગે આજીવિકા સરળપણે પ્રાપ્ત કરી શકાય અને બાકીને બચતે વખત આત્મહિતમાં યોજી શકાય. જ્ઞાનના ક્ષેત્રે ઘણાય છે તેનું સિંહાવલેકન પણ થઈ જવાથી સંકુચિત દષ્ટિ ન રહે. બે-ચાર વર્ષ માનસિક તાલીમ લેવાય તેને ઉપયોગ સવિચારમાં પણ થવાને સંભવ છે, એટલે પુરુષનાં વચને દીર્ઘદ્રષ્ટિથી વિસ્તારથી સમજી સમજાવી શકાય તેવી યોગ્યતાનું કારણ બને. પકવ વય થતાં કમાણ આદિ સાધને પણ પિતાની પસંદગી પ્રમાણે અને બીજાના દબાણ વિના વિચારીને ગ્રહણ કરવાને પ્રસંગ બનવા સંભવ છે. આ આદિ અનેક કારણે વિચારતાં તમે અભ્યાસ અર્થે ટૂંકી દષ્ટિ ન રાખે તે હિતકર લાગે છે. બીજું, અભ્યાસને માટે સ્કૉલરશિપ વગેરે પ્રયત્ન કરવા ધારતા હો તે તે કંઈ ખોટું નથી; પણ તબિયત બગડે તેવા પ્રયત્ન કરવા જતાં, પૈડામાંથી ખીલે નીકળી જતાં ગાડું અટકી પડે તેમ બને, તે બધી ધારણા બંધ રહેવાને પ્રસંગ આવે. માટે તેની ફિકર નહીં કરતાં બીજા ઉપાય લેવા. ધર્મલક્ષ્ય જેને આત્મહિત કરવું હશે તેણે સત્સંગ દ્વારા શે વહેલેમોડે પડશે. એ જ વિનંતી.
% શાંતિઃ શાંતિઃ શાંતિઃ