________________
બેધામૃત (૫) પ્રશ્ન –માણસ મરી જાય છે તે કેવી રીતે અંદરથી આત્મા જ રહે છે? કંઈ ખબર કેમ પડતી નથી ?
ઉત્તર – ઉપરના પ્રશ્નમાં ઉત્તર ઘણોખરો આવી ગયો છે પણ ફરી સ્પષ્ટ થવા લખ્યું છે. આયુષ્યકર્મને આધારે આ દેહ ટકતું હતું તે જેમ દીવામાં દિવેલ કે ઘાસતેલ થઈ રહે એટલે દી બુઝાઈ જાય છે અને જ્યોતિ વગરનું ફાનસ કે કેડિયું પડ્યું રહે છે તેમ દેહમાંથી અરૂપી (આંખે ન દેખાય તેવો) આત્મા કર્મ જ્યાં લઈ જાય ત્યાં ચાલ્યો જાય છે એટલે તેને આધારે શ્વાસોચ્છવાસ, લેહીનું ફરવું, ગરમી વગેરે નિશાનીઓથી જીવ જણાતું હતું તે ન દેખાવાથી આત્મા ચાલ્યો ગયે એવું નક્કી થાય છે. પવન વાતે હોય ત્યારે જેમ ઝાડનાં પાન હાલતાં જણાય છે, પણ સ્થિર પાન જણાય તે પવન પડી ગયા છે એવું લાગે છે તેમ આત્મા આંખે દેખાય તે પદાર્થ નથી અને કર્મ જે સાથે જાય છે તે પણ પવનની પેઠે દેખાય તેવાં નથી. એટલે જ કેમ કરીને ભળાય? પણ જેને આત્મા નિર્મળ હોય છે તે તે મરતાં પહેલાં પણ જાણે છે કે છ મહિના પછી આને દેહ છૂટી જશે. પરમકૃપાળુદેવ ઘણાને કહેતા કે અમુકનું આટલું આયુષ્ય છે. જ્ઞાન ઉપર આવરણ હોવાથી તે શક્તિ ઢંકાઈ ગઈ છે, તેને ખબર નથી પડતી. અરીસા ઉપર કચરો બહુ ઠર્યો હોય તે મુખ અંદર દેખી શકાતું નથી તેમ જ્ઞાનાવરણીય કર્મના થરથી બધું જાણી શકે તે આત્મા મૂઢ જે બની કંઈ જાણ શકતે નથી.
(૬) છેલે ભાવના કરી છે કે “છેડેક અનુભવ થવો જોઈએ.” એનું સમાધાન એ છે કે તે અર્થે જ જ્ઞાની પુરુષએ ધર્મ પ્રરૂપે છે. માંદો માણસ ઈચ્છે કે “હવે રોગ મટે જોઈએ તે વૈદ્ય શું કહે? દવા લેશે અને તે જેમ જેમ તેની અસર રેગ ઉપર કરશે તેમ તેમ આરોગ્યતા વધતી જશે, પણ પથ્ય દવા નિયમિત લીધા કરવી પડશે. આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેલે કહ્યું છે :
આત્મભ્રાંતિ સમ રેગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ-આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન.” સદ્ગુરુ વૈધે પિતે અનુભવેલી ખરેખરી ફાયદો કરે તેવી દવા “વિચાર કરવારૂપ ધ્યાનની બતાવી છે. “કર વિચાર તે પામ.” સાથે પથ્ય પણ બતાવ્યું કે સદ્દગુરુએ કરેલા બેધને અનુસરીને વિચાર કરે, તેની કરેલી આજ્ઞા નિયમિતપણે સાચા દિલે વિશ્વાસ રાખી ઉઠાવે, તે આત્મબ્રાંતિરૂપી મહારોગ મટે અને સમ્યકદર્શનરૂપ નેત્ર ઊઘડે, તે સર્વજ્ઞ ભગવાને કહેલું યથાર્થ સમજાય. છપદના પત્રમાં પણ અનુભવ થવા અર્થે લખ્યું છે: “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ (હું સ્ત્રી છું, પુરુષ છું, બ્રાહ્મણ છું, વાણિ છું, ગરીબ છું, ધનવાન છું આદિ), મમત્વભાવ (મારે દેહ છે, સગાં છે, ધન છે, ઘરેણાં છે, કપડાં છે, ઘર છે, વેપાર છે આદિ) તે નિવૃત્ત થવાને અર્થે આ છપદની જ્ઞાની પુરુષેએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્નદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે, તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યફદર્શનને પ્રાપ્ત થાય, સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કેઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષ શેક, સંયોગ ઉત્પન્ન ન