________________
૨૮૩
પત્રસુધા તે વિચારીએ તેા જડ પદાર્થા જડના નિયમે પ્રવર્તે છે અને ચેતન પદાર્થા ચેતનના ધર્મ (નિયમ) પ્રમાણે પ્રવર્તે છે. તમે ચૂલા ચેતાવી તપેલીમાં આધણ મૂકી ચાખાદાળ ચઢતા સુધી લગાડો છે તે ખીચડી થાય છે. તેવી રીતે દુનિયાનાં બધાં કાર્યાં બધા સ`સારી જીવા કરે છે. સ'સારી જીવ કામ કરવાના ભાવ કરે છે અને તેને અનુસરીને તેનું વીર્ય કે શક્તિ પ્રવર્તે છે, તે પ્રમાણે જડ પદાર્થા પોતાના નિયમની મર્યાદા પ્રમાણે પ્રવર્તે છે. વધારે લાગે તેા ખીચડી મળી જાય અને ન લાગે તેા કાચી રહે. દુનિયામાં થતાં કાર્યાના કંઈક ખુલાસા થવા આ દૃષ્ટાંત છે. પણ પ્રશ્ન થાય કે પૃથ્વી, અગ્નિ વગેરે કોણે રચ્યાં ? તેનું સમાધાન કે પૃથ્વીના કણા જેની કાયા છે એવા જીવે એવાં કર્મ ખાંધવાથી ત્યાં ઉત્પન્ન થાય છે, તે પૃથ્વીકાયરૂપ દેહ છોડી બીજે જન્મે છે ને વળી બીજા વનસ્પતિ આદિ જીવા જેમણે તેવાં જ કર્મ બાંધ્યાં હાય તે પાછા પૃથ્વીરૂપ શરીર ધારણ કરે છે. આમ અનત જીવા પૃથ્વી, અગ્નિ, પાણી, વાયુ આદિ શરીરા ધારણ કરી રહ્યા છે, મરે છે, જન્મે છે છતાં પૃથ્વી તેની તે આપણને દેખાય છે. તેવી જ સ્થિતિ સૂર્ય, ચંદ્ર, તારા વગેરેની સમજવી. આ સબધી ઘણા પ્રશ્નો ઊઠે પણ સમાગમ વિના માત્ર પત્રથી તેનું સમાધાન થવા સભવ નથી. છતાં વિચારાય તેટલા પ્રશ્નો વિચારવા, નાંધી રાખવા અને અવસરે તેના ખુલાસા મેળવી નિઃશંક થવાની જરૂર છેજી.
આ પ્રશ્નના બીજો ભાગ ‘આ બધું એમ જ કેમ થયા કરે છે ?” તેના કઈક ખુલાસા ઉપરના લખાણથી થશે; છતાં જુદા ખુલાસા લખું છું. રાત્રિ, દિવસ, ઋતુ, ચામાસું આદિ વિજ્ઞાનના પ્રશ્નો વિદ્વાનોએ બહુ વિચાર્યા છે. નિશાળની વાચનમાળામાં પશુ તેવા પાઠ મૂકેલા છે. પૃથ્વી, ચદ્ર આદિની ગતિના નિયમાને અનુસરીને બધા ફેરફારો થયા કરે છે તથા પવનના પ્રવાહાને અનુસરીને વરાળનાં વાદળાં અને વરસાદ જંગલ આદિ અનુકૂળ સ્થળાએ વધારે અને ઉજ્જડ પ્રદેશેામાં આછે આમ થાય છે તેનું વર્ણન આ ટૂંકા પત્રમાં થઈ શકે તેમ નથી. પણ ઈશ્વરને નહીં માનનારા વિજ્ઞાનશાસ્ત્રીઓએ તેનાં કારણેા બુદ્ધિને સતાષ આપે તેવાં આપ્યાં છે. બધાના સાર એ છે કે અમુક અમુક નિયમાને અનુસરીને દુનિયામાં બધું પ્રવન થયા કરે છે. વળી એમ પણ પ્રશ્ન ઊઠે કે રાજા, રક, રાગી, નીરાગી, પાપી, પુણ્યવત વગેરેની વ્યવસ્થા કે હિંસાખ કાણુ રાખે છે ? તેના ઉત્તર પણ કર્મોના નિયમેા વિચારવાથી મળી આવે છે. જેવા ભાવા જીવ કરે છે તેવા પ્રકારના જડ પરમાણુઓના યાગ જીવ સાથે સંબધમાં આવે છે, તે કાળે કરીને બીજ જેમ વાવવાથી ફળ આપે છે તેમ પરભવમાં પેાતાના નિયમને અનુસરીને ફળ આપે છે. જીવ દેહ ોડીને જાય છે ત્યારે કના બનેલા સૂક્ષ્મ દેહ રથની પેઠે તેને જ્યાં તે કમ ફળવાન થવાનાં હેાય તેવી જગ્યાએ – ગર્ભ આદિમાં – લઈ જાય છે. ત્યાં સ્ત્રી, પુરુષ આદિ જેવાં કર્મ બાંધ્યાં હેાય તેવા દેહ, ખીજમાંથી છેડ થાય તેમ પ્રગટે છે, ક્રમે કરીને વધે છે અને જેટલું આયુષ્ય હાય તેટલા વખત સુધી ટકીને પાછે તે દેહસ બંધ છૂટી અન્ય સ્થળે તે જ રીતે જાય છે ને કમ`નાં ફળ ભોગવે છે. જેમ સાત દિવસ સુધીની ચાવીવાળું ઘડિયાળ હાય તે ચાવી દીધી એટલે સાત દિવસ સુધી ચાલ્યા કરે તેમ આયુષ્ય ચાલે ત્યાં સુધી આ ભવનાં કર્માં નિયમિત દેખાયા કરે છે અને ભાગવાઈ રહે તેમ છૂટતાં જાય છે અને રાગદ્વેષના ભાવે પ્રમાણે નવાં બધાતાં જાય છે તે નવા દેહનું કારણ થાય છે.