________________
૨૭૭
પત્રસુધા છે તેણે તે તે દવા નિરંતર સેવ્યા જ કરવા ચેાગ્ય છેજી. તેને વિરોધી પ્રસંગાથી દૂર રહી, જેથી તે દવા ગુણ કરે તેવા પથ્ય સમાન અનુકૂળ સોગા મેળવી, સત્પુરુષનાં વચન છે તે જાણે પ્રત્યક્ષ પુરુષ આપણને એકાંતમાં ખેલાવીને બેધ જ કરે છે એમ માની તેનું સેવન વિશેષ વિશેષ કર્યાં કરવાથી જરૂર વૈરાગ્યની વૃદ્ધિ થશે અને આ સંસાર એવેા ભયકર લાગશે કે ખળી મરવું સારું પણ સ`સાર વધારે એવું તેા મારે કઈ કરવું જ નથી. સ્વપ્રમાં પણ વિષયે। સારા છે, મીઠા છે એવું ન ભાસે તેવી દૃઢતા થતા સુધી સત્પુરુષનાં વચનરૂપી ઔષધી રાતવિસ સેવવા યાગ્ય છે.
પ. . પ. પૂ. પ્રભુશ્રીજી દૃષ્ટાંત આપતા કે કોઈ એક ખાઈ પેાતાના નાના બાળકને ખીર પીરસી કામ હેાવાથી પાણી ભરવા જતાં બાળકને લાકડી આપતી ગઈ ને કહ્યું કે કૂતરું આવે તે લાકડી મારજે. હા બાળકે કહી એટલે તે ગઈ. કૂતરું તાકી રહ્યું હતું તે એકલા બાળકને જોઈ ઘરમાં અંદર આવી બાળકની થાળીમાંથી ખીર ખાવા લાગ્યું. તે વખતે ખાળક તા રડવા લાગ્યું : ‘મારી ખીર ખાઈ જાય છે રે.’ તેમ વિષયકષાય પજવે ત્યારે રડવું તે કંઈ ઉપાય નથી પણ જ્ઞાનીપુરુષની આજ્ઞારૂપ લાકડી સ'ભારી તેમાં હૃદયને જોડી દેવું એટલે વિષયકૂતરાં તુર્ત નાસી જશે, ખેદ કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થાંના સાંભળે તેવાં નથી, તે તે શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા મંત્ર-સ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી વિષયેાની બળતરામાં પેસવાનેા તેને વખત નહીં મળે. કાં તે કામ, કે કાં તે સ્મરણ આદિ એમ મનને નવરું ન રાખવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૭૦
અગાસ, તા. ૨૯-૪-૪૧
તત્ સત્ વૈશાખ સુઃ ૩ અક્ષયતૃતીયા, મંગળ, ૧૯૯૭
દાહરા— જે કલ્યાણક ઉત્સવેા, ઊજવે દૈવ વિનીત, ગર્ભ, જન્મ, દીક્ષા અને, જ્ઞાન નિર્વાણ નિમિત્ત. ૧ તે ઉત્સવમાં ઉલ્લસે, ભક્તિ-ભાવ મહાન, સમ્યક્દન આદિનાં પ્રાપ્તિ-પાષણ-સ્થાન. ૨ તે તે ભાવે પામવા, અને પોષવા આજ, યથાશક્તિ લે લાભ સૌ, કરતાં આતમ કાજ. ૩ ઉપકારી ગુરુદેવને, વિરહ સહ્યો નવ જાય, પણ ખાંધી પૂરવભવે, ઉદય થઈ અંતરાય. ૪
વિ. પરમ ઉપકારી પરમ પૂજ્ય વિદેહદશાધારી પ્રભુશ્રીજીની જે તિથિ નિમિત્તે આપ સર્વે મુમુક્ષુજને ભક્તિભાવ અર્થે એકત્ર થયા છે તે તિથિ વિષે સં. ૧૯૯૨મહાવદ ૭, તારીખ ૧૪-૨-૧૯૩૬ને રાત્રે દશેક વાગ્યે પેાતાને મુખે કહેલાં વચનામાંથી થેાડાં લખ્યાં છે : “જેમ આત્મસિદ્ધિના જન્મ આસો વદ ૧ને છે; પરમકૃપાળુદેવને જન્મ કાર્તિકી પૂનમે છે એમ એક તિથિ આ દેહ પણ પડશે ત્યારે નક્કી થશે....તે દિવસ ઉઘાડા ફૂલ જેવા પછી તે જણાશે. તે દિવસે આત્મસિદ્ધિની ભક્તિ કરવી, ઉત્સવના દિવસ ધર્મીમાં ગાળવા,