________________
૨૭૬
બેધામૃત મળશે તે કરીશું” એમ રહે છે તે જીવની શિથિલતા છે. તે દૂર કરવા બને તેટલી જાગૃતિ વધારતા રહેવાની જરૂર છે. બીજે બધેથી પ્રેમ ઉઠાડી સન્દુરુષ, તેને બેધ, તેને સમાગમ, તેની આજ્ઞા, તે પ્રત્યે વાળવા યોગ્ય છે જ. એ જ વિચાર હરતાં, ફરતાં, કામ કરતાં, જતાં, આવતાં, સૂતાં, બેસતાં કરતા રહેવાય તેવી ટેવ મારે પાડવી છે એ નિશ્ચય કરી, તે તરફ દિવસમાં ઘણી વાર લક્ષ દેવાય છે કે નહીં તે જોતા રહેવાની જરૂર છે. વાતેએ વડાં નહીં થાય, પણ કરવું પડશે એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા તે લક્ષમાં રાખી સર્વેએ શાશ્વત વસ્તુમાં પ્રેમ કરતાં શીખવાની જરૂર છે. સમજણ જ્યારથી આવી ત્યારથી ઉત્તમ વસ્તુ તરફ પ્રેમ વધતું જાય એમ કરવામાં આવે તે દિન દિન આત્મા ઊંચો આવતે જાય અને બીજાં ક્લેશનાં કારણે તેને વિન્ન કરી શકે નહીં તે નિર્ભય બની જાય. પરમપુરુષનાં વચનેમાં મન વિશેષ વાર શેકાય તેવું કરવા ભલામણ છે.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૬૯
અગાસ, વૈશાખ સુદ ૩, ૧૯૯૭ આપને પત્ર મળ્યો. આપની ભાવના તેમાં તીવ્રપણે પ્રગટ કરેલી છે તે જાણી. કેઈ માણસને ભૂખ લાગી હોય અને “ખાવું છે, ખાવું છે રહેવાતું નથી, બહુ ભૂખ લાગી છે એમ બૂમે મારે તે ભૂખ મટે નહીં; તેમ જ તેને અયોગ્ય ઉપાય લે તે પણ મટે નહીં રસોઈ ચૂલે ચઢતી હોય, બરાબર ચૂલામાં લાગતું હોય પણ અમુક કાળ દાળ વગેરેને ચઢવામાં લાગે તેટલી ધીરજ ન રાખે અને ઉતાવળ કરીને પાણી પી પી કરીને પેટ ભરી દે તે ખાવાની રુચિ તેની મટી જાય, પણ ખોરાકથી શરીરમાં શક્તિ આવવી જોઈએ તે આવતી નથી. ઊલટું રેગનું કારણ થાય છે. તેવી જ રીતે ઇન્દ્રિયની તૃષ્ણા, બળતરાથી જીવ ગભરાઈ જાય છે, જ્ઞાની પુરુષેનાં વચને વિષયોનું વિરેચન કરાવનાર હોય છે, તૃષ્ણારૂપ બળતરા મટાડવાની ખરી ઔષધી એ જ છે પણ તે સમજીને અંતરમાં ઉતારે ત્યારે શાંતિ થાય; પણ તે સમજવામાં વાર લાગે, વિચાર પહોંચે નહીં, સત્સંગ હોય નહીં ત્યારે જીવ ગભરાઈ જાય છે અને સાચો ઉપાય કરવાનો પડી મૂકી, પાણી પીને પેટ ભરી ભૂખની રુચિ બગાડી દેવા સમાન ઇંદ્રિયોને પોષવાની સામગ્રીના વિચારોમાં, તેવી વાત કરનારની વાત સાંભળવામાં અને વિકાર પિષવામાં કાળ ગાળી સત્સંગની રુચિને મંદ કરી દે છે અને વિષયસામગ્રી જ સુખ આપશે એવી ભાવના સેવ્યા કરે છે, તે પાણી વવવાથી માખણની આશા રાખ્યા સમાન નિરર્થક અને માત્ર શ્રમ આપનાર જ છે. માટે ખારા ઝેર જેવા સંસારમાં ક્યાંય, કઈ ભવમાં સુખ નથી એવો દઢ નિશ્ચય કરી, તે સંસારનાં મૂળ ઉખેડી નાખે તેવા સત્સંગમાં જ ચિત્ત વારંવાર આણવાની જરૂર છે જી.
દરેક મુમુક્ષુના સાક્ષાત્ અનુભવની વાત છે કે જ્યારે પ્રથમ સત્પરુષને વેગ થશે ત્યારે કેવી ભાવના વર્તતી હતી? કેવાં સુંદર પરિણામ આત્મહિત કરી લેવાનાં ઊભરાઈ રહેતાં હતાં? આપણને સ્મરણ મળ્યું અને તેનું આરાધન કરવા માંડ્યું ત્યારે કેટલું બળ આત્મામાં જણાતું હતું? જ્યારે એ પ્રત્યક્ષ પુરુષને સમાગમ થોં ત્યારે વિષયવાસના કયાં સંતાઈ જતી હતી? એ સમાગમની ખુમારી દેશ ગયા પછી પણ કેવી રહેતી? આ બધી વાતે આપને સ્મૃતિમાં લેવા જણાવ્યું તેનું કારણ એ છે કે એ દવા સાચી છે, તેને લાભ જેણે એક વખત પણ મેળવ્યું