________________
૨૨૦
બેધામૃત વાંચી, વિશેષ સમજી, જે સમજાય તે હદયમાં ધારણ કરી તેમણે કહ્યું છે તેમ કરવું છે એવી ભાવના પિતા રહેતા. કંઈ ન સમજાય તે કેવી રીતે પૂછવું, કયા શબ્દોમાં ક્યારે તે રૂબરૂમાં જેગ મળે તે ખરેખર ખુલાસે થાય એમ તેની તે ભાવનામાં મન પ્રેરાયેલું રહેતું. આપણે પણ તેવા ભાવો સાંભળી, વિચારી, ઉલ્લાસ લાવી આત્માને પરમકૃપાળુ સદ્દગુરુ પ્રત્યે સન્મુખ કરવાને છે. પરમકૃપાળુદેવ પત્રાંક ૩૭૧માં લખે છેઃ રૂડે પ્રકારે મન વર્તે એમ વર્તે. વિયેગ છે, તે તેમાં કલ્યાણને પણ વિયેગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જે જ્ઞાનીના વિયેગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તે કલ્યાણ છે. ધીરજને ત્યાગ કરવાને ગ્ય નથી.” જે સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી પ્રાપ્ત થયું છે તેને જેટલું વધારે લાભ લેવાય તેટલે લઈ લેવા કમર કસવી ઘટે છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૧૮
અગાસ, આસો સુદ ૩, શુક્ર, ૧૯૯૬ લેક- ગણે ના જે કશું મારું, તે ઐક્ય ધણી જ તું;
ગેને એગ્ય જાણી લે, રહસ્ય પરમાત્માનું. દોહે – આખા ભવમાં મરણ તે, આવે એક જ વાર,
તે પણ કાયર જીવને, ભડકાવે બહુ વાર. આપને પત્ર મળ્યું હતું. તેમાં પૂ. સત્સાધકને એક વર્ષના બ્રહ્મચર્યવ્રતની ભાવના છે એમ લખ્યું તે જાણ્યું છે. તેમને પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ હાથ જોડી ભાવના કરવાનું કહેશે કે, “હે ભગવાન! બાર માસ પર્યત એટલે આવતી દિવાળી સુધી મારા આત્માના હિતને માટે બ્રહ્મચર્ય હું પાળીશ – કાયાએ કરી નિયમ નહીં તેડું” એમ ભાવવ્રત લેવા જણાવ્યું છે એમ જણાવશે. શરીર સુકાતું જાય, કે વેદના વધતી જાય તે તરફ બહુ લક્ષ દેવા જેવું નથી. દેહના દંડ દેહે ભગવ્યા વિના છૂટકે નથી પણ ભાવ સદ્દગુરુની આજ્ઞામાં – સ્મરણમાં રાખવાથી આત્માને હિત થાય છે. જ્ઞાનીએ જાણે છે તે આત્મા હું છું; દેહાદિ હું નથી. બીજામાં વૃત્તિ જાય તે પાછી વાળી આત્મભાવને અભ્યાસ પાડ ઘટે છે. જે આપણું છે નહિ, અને આપણે આપણું કર્યું આપણું થવાનું નથી, આખરે જેને છોડીને જવાનું છે, તેમાં ને તેમાં વૃત્તિ રાખવાથી જન્મ-મરણ વધે છે અને જ્ઞાનીએ જાણે છે તે શુદ્ધ આત્મા મારે છે, એવી ભાવના કરવાથી, “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રમાં ચિત્ત રોકાવાથી – રહેવાથી આત્મા દેહને દાસ મટી દેહને નેકર ગણતે થશે અને દેહ પાસે આત્માનું કામ – ભક્તિસ્મરણ કરાવશે. કાયર થઈને કમને ગા ગા કર્યો કર્મ કંઈ ઓછાં થવાનાં નથી, દર્દને દયા આવવાની નથી અને શૂરવીર થઈને આત્માને બચાવવા જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવાથી કંઈ દર્દ વધી જવાનું નથી. માટે આત્માનું કામ શા માટે ન કરી લેવું? આ મનુષ્યભવ છે ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ થઈ શકે એમ છે. પછી લખારાશીમાં ભમતાં કંઈ ધર્મ નહીં બને, માટે રાતદિવસ પુરુષની આજ્ઞામાં જ રહેવું છે એમ દઢ કરવું.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ