________________
૨૧૮ *
બેધામૃત સુધી ત્યાગી શકાય તેટલાની પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ વિનયપૂર્વક પ્રતિજ્ઞા લેવા જણાવશોજી. સાત અભક્ષ્યમાંથી જેટલા સહેલાઈથી જીવતાં સુધી તજી શકાય તેની પણ સમજણ પાડીને પ્રતિજ્ઞા લેવા જણાવશોજી. તે સાત અભક્ષ્ય – ૧. વડના ટેટા ૨. પીપળના ટેટા ૩. પીપળાના ટેટા ૪. ઉમરડા ૫. અંજીર ૬. મધ ૭. માખણ, મધ, માખણની દવા માટે જરૂર પડે તેમ તેમને જણાય તે દવા સિવાય સ્વાદ કરવા ન વાપરવા નિયમ લે હોય તે પણ લેવાય. કોઈ દવા ખાઈએ તે ચરી પાળવી જોઈએ તેવો આ સહેલે અને પહેલ કરવા
ગ્ય ત્યાગ બને તે પ્રમાણે રાખી તેમને “સહજત્મસ્વરૂપ પરમગુરુ તે મંત્ર થોડી વાર બેલાવશો અને મુખપાઠ ચેખ્ખી રીતે થઈ જાય એટલે તેનું સ્મરણ કરતા રહેવા જણાવશે. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ હાથ જોડી “હે ભગવાન! આપની આજ્ઞાથી અમુક ઉપર જણવેલ ત્યાગ રાખી આપના સ્વરૂપને જણાવનાર મંત્ર હું આરાધીશ” એવું કહેવાનું કહી ચિત્રપટને ચરણસ્પર્શ કરાવશે.
ખરેખરું કામ તે આત્માને તારે એ જ છે અને પુરુષના શરણ વિના તે બને તેવું નથી. માટે આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં પું છું અને તેણે જણાવેલ મંત્ર એ જ મીંઢળ ને નાડું લગ્નને વખતે હાથે બાંધે છે તેમ મારા હૃદયમાં હવેથી રાખીશ અને તે પરમપુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ છે, તે મરણથી પણ મારે ડરવાનું નથી. જે થવાનું હોય તે થાઓ. હું તે તે પરમકૃપાળુદેવની ભક્તિમાં જ ચિત્ત રાખીશ એવી ભાવના દઢ થાય તેમ તેમને જણાવશેજી અને ભક્તિમાં ભાવ વિશેષ રહે તેમ છતાં સુધી વર્તવા ગ્ય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૧૬
અગાસ, તા. ૨૪-૯-૪૦ તત ૩ સત્
ભાદરવા વદ ૮, મંગળ, ૧૯૯૬ નિત્ય નિરંજન અંતરજામી, રહો નિરંતર અંતરમાં, સમતામાં રમતા રાજેશ્વર દીઠા નહિ દેશાંતરમાં; સમય સમય તુજ ચરણશરણની છત્રછાંય ઉર છાયી રહે,
નિષ્કારણ કરુણની કથની, વચન વિષે ન સમાય અહો! પૂજા સંબંધી તમે પૂછ્યું તે સંબંધી જણાવવાનું કે અહીં આવે ત્યારે પૂજાની વિધિ શીખી લેશે. પત્રથી લખે આવડી જાય એમ નથી. મંદિરમાં ભક્તિ, નિત્યનિયમ થત હોય તે ઘેર ન બની શકે તે ચાલે અને વધારે વખત થાય તે વિશેષ ફળનું કારણ છે જી. જેને માળા બોલાવવાની આજ્ઞા મળી નથી, તેણે સાચા અંત:કરણથી ભાવના રાખવી કે મારાં ભાગ્ય એવાં ક્યારે ખીલશે કે તેની આજ્ઞા મને મળે? પણ બીજા હોય ત્યાં સુધી તેણે આગળ પડી બોલાવવા મંડવું એ તેને માટે અયોગ્ય છે. દેવ અપૂજ્ય રહે કે દેવની પૂજા થઈ એ બધા બાહ્ય પ્રશ્નો છે. હજી દેવને ઓળખ્યા નથી. તે ઓળખવા સત્સંગ, સત્સાધન, વિનય અને વિચારની જરૂર છે જી. દેવને માટે પૂજા કરવાની નથી. પિતાના આત્માને જ્ઞાનીપુરુષની દશા તરફ દેરવા માટે ભક્તિપૂજા કરવાની છે. તે ઘેર કે મંદિર ગમે ત્યાં કરવા