________________
પગસુધા
૨૬૫ મારફત કહેવડાવે છે કે તમારે કાકાની ઈચછાને માન આપી લગ્ન કરવું પડશે. તેમણે જવાબ દીધું કે તે (કાકા) જે લગ્ન કરે તે પોતે લગ્ન કરવા તૈયાર છે, પણ તે ના પડે તે મારી ના ચેખી માની લેવી. તે સાંભળી તેમના હૃદયની મક્કમતા જાણી કાકાએ કહ્યું કે તેનું નામ હવે લેશે નહીં, એ તે માને એવું લાગતું નથી.
આમ સાચા દિલથી ખોટું લાગતું હોય તે ખખડાવીને એક વખત કહ્યું હોય તે ફરી કેઈ ન પૂછે, પણ બહાનાં કાઢે તેનું કઈ ન માને. જાણે કે એને મરવું અને પરણવું સરખું લાગે છે તે કોઈ એને ફરી કહેવા ન આવે, પણ મનમાં મીઠાશ હોય તે સામે માણસ ડોસીના બચકાની પેઠે મનેમન સાક્ષી છે તે જાણી જાય છે. તમે સાથે આવ્યા હોત તે ડોસાને કંઈક કહી શક્ત કે એની મરજી ન હોય તે આગ્રહ કરવા યોગ્ય નથી. પણ તમે ત્યાં અને હું અહીં તેથી કંઈ સલાહ આપી શકાય નહીં. તમને અહીં મળી જવા પણ સંદેશ મોકલ્યું હતું પણ વખતે તમને મળ્યો ન હોય. સત્સંગને લાંબા વખતનો અભાવ તે સત્સંગે થયેલા ભાવને મંદ કરે છે કે મૂળથી ઉખેડી પણ નાખે છે. માટે તેવા સહવાસથી દૂર થઈ સત્સંગનું સેવન થાય તે જીવ કઈ રીતે પુરુષાર્થગ્ય બને અને વિવેકદષ્ટિથી આવી પડેલા પ્રસંગને યથાર્થ ઉકેલ લાવી શકે. કાગળથી કંઈ બને તેવું લાગતું નથી, એટલે સહજ ઉપર ઉપરથી કંઈક અનુમાન થાય તેવું પત્રમાં જણાવી આ પત્ર પૂરે કરું છું. ઘણે વિચાર કરી સત્પરુષના અભિપ્રાયે વર્તવાને દઢ નિર્ણય કરી તેને વળગી રહેવા યોગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૬
અગાસ, તા. ૭-૪-૪૧
ચૈત્ર સુદ ૧૦, ૧૯૯૭ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લેપ;
વિચારવા આત્માર્થીને, ભાખે અન્ન અગો....” શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર લખવું કેમ પડ્યું? તે આ ગાથામાં જણાવ્યું છે. આ દુષમ કળિકાળનું સ્વરૂપ જ્ઞાની જ સમજે છે. તેમને પણ પરાણે તરવા દે તે આ કાળ છે. તેમાં મોક્ષમાર્ગ બહુ લેપ થઈ ગયો છે, અજ્ઞાની છએ આવરી નાખે છે, લોકોને અવળે માર્ગે ચઢાવી દીધા છે. કલ્યાણ કરવાની ઈચ્છાવાળા સંસ્કારી જીવોને પણ અનેક વિધ્રો નાખી, માયામાં તાણી જવા માટે સર્વ સામગ્રી આ કળિકાલે એકઠી કરી રાખી છે. તેમાં નથી મૂંઝાયા એવા તે કઈક સપુરુષ કે તેને આશ્રિતે જ છે. જેમ શ્રી નેમિનાથ ભગવાને પશુઓ મારવા માટે વાડામાં પૂરેલાં જોઈ દયા આવવાથી છેડી મુકાવ્યાં હતાં, તેથી વિશેષ કરુણ આ કાળનું સ્વરૂપ જઈ પરમકૃપાળુદેવના હૃદયમાં કુરી છે.
કઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કય;
માને મારગ મેક્ષને, કરુણ ઊપજે જોઈ.” આમ તેમનું હદય રડી ઊડ્યું. તેના ફળરૂપ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં સ્પષ્ટ માર્ગ – જે લેપ થઈ ગયે હતું તે – પ્રગટ કર્યો છે. પુરુષના પરમ ઉપકારને વિચાર જીવે કર્યો નથી, કારણ કે તેટલા વૈરાગ્ય-ઉપશમ વગર તેને ઉપકાર સમજાતું નથી. પાણીમાં બેભાન