________________
२१९
બધામૃત તણાતે માણસ હોય તેને પાણીના વેગનું જોખમ ખેડી કંઈ જીવના જોખમે બહાર ખેંચી લાવે અને સારવાર કરી તેને જાગ્રત થવાના, ભાનમાં આવવાના પ્રયત્ન કરે ત્યારે તે જાગે પણ જ્યાં સુધી તે તારનારને ઓળખે નહીં ત્યાં સુધી શું ઉપકાર માને?
સદ્દગુરુના ઉપદેશવણ, સમજાય ન જિનરૂપ;
સમજ્યાવણ ઉપકાર ? સમયે જિનસ્વરૂપ.” તેથી ભાનમાં આવે અને બીજા કહે કે તું નદીમાં તણાતું હતું અને તારનાર પણ તણાઈ જાય તેવા નદીના વેગમાંથી તને પરાણે આ પુરુષે બચાવ્યો છે, ત્યારે તેને સમજાય છે કે અહો ! એ પુરુષની દયાથી હું તે બ, નહીં તે મારી શી વલે થાત? દરિયામાં તણુઈ જાત ત્યાં મારી ખબર લેનાર કોણ હતું? એમ સપુરુષના ઉપકારની સ્મૃતિ જેમ જેમ જીવને આવે છે તેમ તેમ તે મહાપુરુષના હૃદયમાં રહેલી આત્માની અલૌકિકતા, પિતાના સ્વરૂપનું માહાભ્ય પણ તે જાણ થાય છે. “તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષ, તેને ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે.” (૪૩) શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા વાંચી હોય તે પણ ફરી વાંચવા ભલામણ છે. તે મહાપુરુષે આ કળિકાળના મુખમાં પેઠેલા આપણા જેવા જીવોને બચાવવા જે અથાગ પુરુષાર્થ અલ્પવયમાં કરે છે તેનું દિગ્દર્શન તેમાં યથાશક્તિ થયેલું છે.
કંઈ ગભરાવા જેવું નથી. પથ્થર તળે હાથ આવે છે, કળે કળે કરી કાઢી લેવા યોગ્ય છે. ઉતાવળ કરતાં આંગળીઓ તૂટી જાય તેવું કર્તવ્ય નથી અને ત્યાં ને ત્યાં હાથ દબાયેલે રહે તેમ પણ રાખી મૂકવા યોગ્ય નથી. પુરુષાર્થ કર્તવ્ય છે.
૨૬૧
અગાસ, તા. ૧૨-૪-૪૧ આપને પત્ર મળે. તમારી વિચારણા તથા પ્રશ્ન ઉપરથી જિજ્ઞાસા તમે જાગ્રત રાખી છે એમ જણાય છે. એ કેમ સમજી આરાધના કરવા ઇરછનાર અને આરાધનાર તથા આરાધનારૂપ થયેલા સર્વ વંદનને ગ્ય છેજ. તમને લખેલે પત્ર ફરી ફરી વિચારશે તથા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતમાંથી ભક્તિ વિષેના પત્રો વાંચતા રહેવા ભલામણ છેજ. પરાભક્તિ એ ગહન વિષય છે. અત્યારે આપણે સત્પષે આપેલા સાધનને તે પરમ પુરુષ ઉપર પ્રેમ વધે તેમ વારંવાર આરાધી કષાય મંદ થાય અને પ્રમાદ ઘટે તેમ વર્તવા ગ્ય જી. પરમકૃપાળુદેવ પ્રત્યે અખંડ ભક્તિ રહે તેમ પ્રવર્તવા ૫. ઉ. ૫ પૂ. પ્રભુશ્રીનાં પ્રેરણાભર્યા વચને તમને પણ સ્મૃતિમાં હશે. એટલે આ જ્ઞાની કે આ જ્ઞાની એ નિર્ણય આપણી મતિકલ્પનાએ કરવામાં કંઈ માલ નથી. પ. પૂ. પ્રભુશ્રીજીએ છાતી ઠોકીને આપણને કહ્યું છે કે પરમકૃપાળુ દેવની ભક્તિથી કલ્યાણ ન થાય તે અમે જામીન બનીએ છીએ. આવી જવાબદારી લેનાર આપણને મળ્યા છે એ આપણું મહાભાગ્ય છે. હવે તે એક ઉપર દષ્ટિ રાખી આપણુ દોષે દૂર કરી તેની ભક્તિમાં લીન થવા પ્રયત્નવાન થવું.
જુએ પત્રસુધા પત્ર નં. ૨૫૫