________________
પત્રસુધા
૨૬૯
સ્વાદ આદિ કારણે ન વાપરવાની ટેક રાખવી હોય તે તે પ્રકારે ભાવના કરી, નમસ્કાર કરી ચિત્રપટ સમક્ષ નિયમ લઈ લેવા વિનંતી છે. કેટલાને કેવી રીતે ત્યાગ કર્યો છે તે પત્ર લખે ત્યારે જણાવશે.
આ ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્ર આદિ મુખપાઠ કર્યું હોય તે તે પણ ભક્તિના વખતે બલવાનું રાખશે. તમારે માટે “તત્ત્વજ્ઞાન” તમારા મોટા ભાઈ એ લીધું છે તે કોઈ સાથે મોકલાવશે. તેને કાળજીથી સાચવી તેમાં કહેલાં વચનને હૃદયમાં ઉતારવા પુરુષાર્થ કરતા રહેશે તે કલ્યાણનું કારણ છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું જીવનચરિત્ર જીવનકળા” વાંચવા ભલામણ છે. તે મહાપુરુષ મારા આત્માને ઉદ્ધાર કરનાર છે એમ માની તેમની ભક્તિથી ભવસાગર તરી જવાય તેમ છેજ. વિશેષમાં જણાવવાનું કે “તત્ત્વજ્ઞાન વગેરે વાંચતાં કંઈ શંકા થાય તે પોતે તેને નિર્ણય કરી લેવા કરતાં મધ્યસ્થ રહીને કોઈ વિશેષ જાણનાર મળે ત્યારે પૂછી નિઃશંક થવાનો નિર્ણય કરે, પણ ઉતાવળ કરી “આ તે બરાબર નથી; આમ કેમ લખ્યું હશે” એવા કુવિકલપમાં નહીં પડતાં, “મારી મતિ અલ્પ છે, હજી મને સમજી શકવા જેટલી માહિતી મળી નથી, તે સત્સંગ થયું નથી તે મારો દોષ મને યથાર્થ સમજવા દેતું નથીપણ મહાપુરુષનાં વચન હંમેશાં સત્ય જ હોય, કલ્યાણકારી હોય તે મારે જરૂર માનવા જ છે એમ વિચારવું જી.
અગાસ, તા. ૧૬-૪-૪૧ તત્ ૐ સત્
ચૈત્ર વદ ૫, બુધ, ૧૯૯૭ આપના બન્ને પત્રો મળ્યા છે. પ્રથમ પત્રમાં આપે જોયેલ સંતબાલકૃત ટીકાવાળે અપૂર્વ અવસર છપાયેલે હજી દીઠો નથી, પણ લખાયેલો એક મિત્રે છપાયા પહેલાં જોઈ જવા મોકલ્યો હતે તે જોયેલ છે. પુરુષના આશ્રિતને એમાં કંઈ નવું જાણી મેક્ષમાર્ગમાં કામ આવે તેવું જણાયું નથી. કોઈને દોષ તરફ વૃત્તિ જતી રોકવી હિતકારક છેછે. બીજા પત્રમાં આપની ભાવના શહેરના કલુષિત (મલિન) વાતાવરણથી દૂર રહેવાની તથા સ્મરણમાં રહેવાની જણાવી છે તે જાણું સંતેષ થયે છેજી. બીજું સમાધિમરણની ભાવના રાખે છે તે સંબંધમાં જણવવાનું કે આપ અગમચેતી તરીકે અરજ કરે છે તે હિતકારક છે અને સ્વપરહિત થતું હોય તે તેમ વર્તવા તે ભાવના છે પણ તે બહુ અક્કસ ગણાય, કારણ કે અંતર (સ્થળનું) ઘણું રહ્યું. દષ્ટાંત બનેલું આપું છું—
સ્વ. પૂ. માણેકજી શેઠ (કરછના ઉમદા સત્સંગપ્રેમી બાહેશ ગૃહસ્થ હતા) ઇંદોર માંદા થયા, તેમણે એક મુમુક્ષુ તેમને મળવા આવે તેને પિતાની આખર સ્થિતિ જાણી રેકી લીધે અને ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીને તાર કર્યો કે મારા છેલા નમસ્કાર સ્વીકારવા કૃપા કરશોજી. ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીજીએ બધા ટ્રસ્ટીઓ જે હાજર હતા તેમને બેલાવી સલાહ લીધી કે શું કરવું? મને મોકલવાનું નક્કી થયું. પછી તેઓશ્રીએ મને પૂછ્યું કે આઠમને ઉપવાસ છે ને રસ્તામાં પારણુ વગેરેની અડચણ પડશે. મેં કહ્યું કે મને હરકત કંઈ નથી. વળી કહ્યું કે ન જવાય તે ચાલશે. પણ મને તે તેવી ભાવના હતી કે ગમે તે ભેગે પણ