________________
૨૪૪
બેધામૃત અને ૮૩ મુખપાઠ ન કર્યા હોય તે મુખપાઠ કરી જ બલવાન અને વિચારવાને નિયમ રાખવા યોગ્ય છે. ઘણી શાંતિનું કારણ થાય તેમ છે. આ અવસર આત્મકલ્યાણ કરવાને વ્યર્થ વહ્યો જાય છે તેને ખેદ કરવાનો પડી મૂકી, કંઈક બળતામાંથી કાઢી લે તે તેટલું બચે, તેમ દરરોજ અમુક વખત એકાંત વિચાર, ભક્તિ, આત્મસાધના માટે ગાળવાની જરૂર છે. ઘણા સત્સંગની જરૂર છે. મેલું કપડું જેમ વારંવાર દેવાય તે ચેખું થાય તેમ આત્મા અનાદિકાળથી મલિન મલિન થતું આવ્યું છે તેને હવે સાફ કરવા સદ્દગુરુનાં અમૃત સમાન વચનના પ્રવાહ ખમવાની અને દોષ દૂર કરવા પુરુષાર્થ કરવાની ખરી આવશ્યકતા છેજી. પરમ પુરુષ પરમકૃપાળુદેવનાં વચનને અલ્પબુદ્ધિથી જેટલે વિચાર થાય તેટલ કરતા રહેશે અને દેહદષ્ટિ ઘટાડી આત્મકાળજી વધે તેમ પ્રવર્તતા રહેવા ભલામણ છેજ. આત્માની સંભાળ અનંતકાળ વહી ગયે પણ લીધી નથી. જગતના કામને તે પાર આવે તેમ નથી. બધા ગયા તે અધૂરાં મૂકીને ગયા અને આપણે તેમ હાયય કરતાં મરી જવું ન પડે માટે ચેતી લેવાની જરૂર છે. લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ કરે ઘટતું નથી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩૮
અગાસ, તા. ૨૬-૧૨-૪૦ તત્ સત્
માગશર વદ ૧૩, ગુરુ, ૧૯૯૭ દેજે સેવા શ્રી ગુરુરાજ, જેથી નરભવ લાગે લેખે—ટેક કામ વિના મન રહે ન નવરું, આપ પદે હવે રાખું, પ્રપંચની આકુલતા એકી, સ્વરૂપ સુખ હું ચાખું. દેજે. ભવદવ પડે ક્યાં સુધી આ? જ્યાં સુધ હું ના નાહ્યો,જ્ઞાનસુધાસાગરમાં પ્રીતે, મર્મ હવે સમજાયે. દેજો, યથાર્થ આત્મસ્વરૂપને નિશ્ચય, આજ જ હું કરવાને. અનાદિ અવિદ્યા જાળ છેદને, કર્મ વિજયી બનવાને. દેજો, સર્વ પ્રકારે સુખ – ર્શીલતાને, ત્યાગ કરે મુમુક્ષુ, સર્વ કામના શાંત કરી તે, અનાસક્ત રહે ભિક્ષુ. દેજો વિષય કષાયે અતિ મૂઢ જે, સત્ય શાંતિ શું જાણે? વીર પ્રભુ કહે મેહ નગરમાં ઠગાય તે શું માણે? દેજે. પાણી ભરેલી રહે ન ચાળણી, અનિત્ય તેવા ભેગે,
જન્મમરણની રંટ-માળ તજી, સાધે વીર સુયેગે. દેજો. (અજ્ઞા ૬૬) તીર્થ શિરોમણિ સજ્જનમનવિશ્રામધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્ગુરુવંદન સ્વીકારવા આપ સર્વ મુમુક્ષુ ભાઈબહેને પ્રત્યે વિનંતી છેજી.
| વિ. કેઈને પૂર્વના સંસ્કારે કંકાસક્લેશ અને અપશબ્દોને વરસાદ વરસાવનારી મા મળી હોય તેનાં છોકરાં પણ ટેવાઈ જાય છે અને જાણે છે કે એ તે એવું જ બેસે છે,