________________
૨૬૨
બેધામૃત
રાખવે અને એની આજ્ઞા અમારા થકી મળી મંત્ર) તે ઉઠાવવી; તે ખોટો નીકળે તેનું જોખમ અમારે માથે છે.” એક સપુરુષ કે જ્ઞાનીને ભજતાં સર્વ અનંત જ્ઞાનીઓ ભજાય છે, અને એકની આશાતના થતાં અનંત જ્ઞાનીઓની આશાતના થાય છે. માટે કોઈ પ્રકારની શંકા રાખ્યા વિના જ્ઞાની પુરુષે જોખમ ખેડીને જે પુરુષ આપણને બતાવ્યા તેની ભક્તિમાં ચિત્ત રહેશે તે સર્વ પરમાત્માની ભક્તિ થઈ એમ ગણવા યોગ્ય છે. “ધર્મ કહે આત્મસ્વભાવ, એ સમતકી ટેક.” પરમધર્મ એ પરમાત્મપદપ્રાપ્તિ છે, તેનું કારણ પુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ-શ્રદ્ધા થવી તે છેજી; સર્વ દેને નાશ કરવાને તે જ ઉપાય છે.
મેહની મીઠાશ ઓળખી તેને તજવા બળ કરનાર મુમુક્ષુદશા પામે છે. તે મુમુક્ષતારૂપ નેત્રો વિના સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થવી કે દેખાવી વિકટ છે”. માટે મેહને શત્રુ સમજી તેના પાશમાં નહીં ફસાતાં ચેતીને ચાલનાર તે દશા (મેહદશા) તજી મેક્ષમાર્ગ (મુક્તદશા) સદૂગુરુકૃપાએ સમજી આરાધી શકે છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૫૬
અગાસ, તા. ૨૧-૩-૪૧ તત ઝું ત્
ફાગણ વદ ૯, શુક્ર, ૧૯૯૭ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ તેમના પૌત્ર ઉપર એક પત્ર સ્વમુખે લખાવેલ છે તે આપ સર્વને આખી જિંદગી સુધી ઉપયોગી થાય તેવું લાગવાથી તેની નકલ માત્ર આ વખતે ઉતારી એકલું છું. થાય તે મુખપાઠ કરી હૃદયમાં કતરી રાખી પ્રસંગે પ્રસંગે યાદ રાખી વર્તન સર્વ જીવો પ્રત્યે તેમાં કહ્યું છે તેમ રાખવા ખાસ ભલામણ છે. જીવન સુખસંપભર્યું બનાવે તેવું તેમાં અલૌકિક સામર્થ્ય છેજી.
[વટામણને પત્ર - જુઓ ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૫ (પત્રાવલિ ૧-૧૫૦)]
૨૫૭
અગાસ, તા. ૨૫-૩-૪૧ તત્ ૐ સત
ફાગણ વદ ૧૩, ૧૯૯૭ પૂ. શેઠજી જેસંગભાઈને પ. પૂ. પ્રભુશ્રીજીએ લખાવી મેકલેલ પત્ર તેમને માંદગીમાં ઘણે ઉપયેગી નીવડ્યો છે તેની નકલ આપને વિચારવા આ સાથે મોકલી છે
“મારા આત્મસ્વરૂપ, તમે મારી પ્રકૃતિના સંબંધમાં શા માટે પૂછે છે? શું તમને ખબર નથી કે મારે આત્મા તે આનંદની ખાણ અને સત્ય છે અને શરીર તે બિચારું હંમેશાં બદલાતું જ રહે છે, અને પ્રતિક્ષણ મૃત્યુની સમીપમાં જ જાય છે, તેમ જ કોઈ દિવસ સુખી પણ રહેતું નથી. આત્માના સંબંધમાં તે તમારું પૂછવું વ્યર્થ છે, કારણ કે એ તે નિત્ય આનંદઘન છે, અને એવી જ રીતે શરીરના સંબંધમાં પણ તમારું પૂછવું એગ્ય નથી, કારણ કે એ તે સદાય મહા દુઃખી જ છે. તે પછી કેની પ્રકૃતિ કે દશા પૂછે છો? નથી સ્તુતિ અગત્યની કે નથી નિંદા, નથી મિત્ર કે નથી શત્રુઓ, નથી પ્રેમીઓ કે નથી ધિક્કારપાત્રો, નથી શરીર કે નથી શરીરના સંબંધીઓ, નથી ગૃહ કે નથી અપરિચિતભૂમિ. આ જગતનું કશુંયે અગત્યનું નથી. પરમાત્મા જ છે, પરમાત્મા સત્ય છે. બધું ચાલ્યું જવા દે. અંતઃકરણ શાંતિથી ભરપૂર છે. સંસારને કોઈ પણ પદાર્થ વિશ્વાસપાત્ર કે આશ્રય કરવા લાયક નથી.