________________
૨૬૦
બેધામૃત આનંદિત રહેવું અને સોનેરી ક્ષણે જે સત્પરુષના યુગમાં ગાળી છે તેનું સ્મરણ વારંવાર સ્મૃતિમાં લાવી તે જ રંગમાં રંગાયેલા રહેવા ઉત્તમ નિમિત્તો ઈરછવાં. “અન્ય કારણે અન્ય ક કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જેય જે – અપૂર્વ અવસર એવો કયારે આવશે ?” “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણને નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં કલેશિત થવા યોગ્ય નથી” (૪૬૦) ઠેઠના ભાથારૂપ આ શિખામણ હૃદયમાં કતરી રાખવા યોગ્ય છે. વિશેષ શું લખવું?
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૫૪
અગાસ, તા. ૧૪-૩-૪૧
ફાગણ વદ ૧, શુક, ૧૯૯૭ શરીરના ફેરફારે શરીરના ધર્મોપે માનવા અને આત્માના ધર્મો ન વિસરાવા અર્થે, પરમકૃપાળુદેવની દઢ શ્રદ્ધા પરમ હિતકારી વિશેષ દઢ થવા અર્થે જાણે લખાયેલ હોય તે તથા સત્તામાં રહેલી અવ્યકત અશ્રદ્ધાને નિર્મૂળ કરે તે તેઓશ્રીની અનંત કરુણાથી પ્રેરાયેલે અપ્રગટ પત્ર આપ સર્વને પિતાને જ અર્થે વાંચી-વિચારી હૃદયના ભાવ ઉલ્લાસિત થવા નીચે ઉતારી મોકલું – (જુઓ શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૬૮૦) આપે આ પત્ર વખતે વચ્ચે પણ હશે; પણ સ્મૃતિ તાજી થયે શ્રદ્ધાબળ વર્ધમાન થવા યોગ્ય, એક પ્રકારની નિશ્ચિતતા - અંતઃસંતેષ વર્ધમાન થવા યોગ્ય જાણી નકલ કરી મકલી છે. “પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન”—રેજ બેલીએ છીએ તે પ્રબળપણે આ પત્રથી સમજાઈ સચેટ થાય તેવું છે. નિર્ભયતા વધે તેમ છે. “ધિંગધણી માથે કિયા રે, કુણ ગંજે નર બેટ, વિમલ જિન દીઠાં લેયણ આજ.” છેશાંતિઃ શાંતિઃ શાંતિઃ
- ૨૫૫
અગાસ, તા. ૧૬-૩-૪૧ તત ૩ સત્
ફાગણ વદ ૩, રવિ, ૧૯૯૭ દેહરા – વંદન ગુરુ-ચરણે થતાં, પ્રભુ પાર્શ્વ વંદાય;
અભેદ ધ્યાને પરિણમ્યા, તે ફૂપ શ્રી ગુરુરાય. - પ્રણમી પ્રગટ સ્વરૂપને, સર્વ સિદ્ધ, જિનરાય,
સહજ સ્વરૂપે સ્થિરતા યાચું, કરે સહાય. (પ્રજ્ઞાવધ - ૧૭) આપે પુછાવ્યું છેઃ “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.” (૨૫૪) તેને શો પરમાર્થ છે? અલ્પ મતિથી પરમ ગંભીર જ્ઞાનાવતાર મહાપુરુષના એ વાક્યને સંક્ષેપાર્થ સમજાય તે પ્રકારે લખવા પ્રયાસ કરું છું.
“સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માને ઉપગ છે” (૭૬) તથા “હે પુરુષપુરાણુ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તે પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સપુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શકયા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી; અને તારાથી પણ સરળ