________________
૨૫૯
પગસુધા ૨૫૩
અગાસ, તા. ૬-૩-૪૧ તત્ ત્
ફાગણ સુદ ૮, ગુરુ, ૧૯૯૭ સદ્દગુરુના ગુણ તે ઘણું, સ્મરું પારમાર્થિક સત્ય રે, વંદન કરી ફર ફર કહું, મારે તે એની અગત્ય રે. સદ્ વસ્તુ સ્વરૂપ યથાર્થ જે, જાણી, અનુભવી બેલે રે, સત્ય ગણ્યું તે બોલવું, સત્ય બ્રહ્મરત્ન ખેલે રે. સદ્. (પ્રજ્ઞા. ૯૬) વિભાવ તજી શ્રી રાજચંદ્ર ગુરુ, સ્વભાવમગ્ન થયા છે, તે માટે પ્રણમું ચરણે હું, સૌને ગમી ગયા છે; તે પદ-પ્રાપ્તિ જે જન ઈરછે, તે તે તેને ભજશે, થઈ લયલીન પરાભક્તિમાં સર્વ વિભાવે તજશે. મેલું પાણી, મેલ ન પાણી, જે વિચારી લેશે, પાણી નિર્મળ તે જ દશામાં સમજી, સંશય ખાશે; તેમ પ્રતીતિ શુદ્ધ જીવની, અત્યારે પણ આવે, સ્વરૃપ વિચારે જૈવ-પુદ્ગલનું, શુદ્ધિ કોણ છુપાવે? ક્ષીર-નીરમાંથી ક્ષૌર પીતા, રાજહંસ ઉર ધારે, તેમ કર્મ-સંગે તેયે, આત્મા શુદ્ધ વિચારે સાધ્ય અર્થ અવિધ રીતથી બતાવતાં દષ્ટાંતે,
વિચારવાં હિતકારી સર્વે, ભૂલવી વિભાવ વાત. (પ્રસ્તાવનેધ - ૯૨) સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જે નિજબુદ્ધિ કરે તે પરિભ્રમણુદશ પામે છે અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તે પરિભ્રમણદશા ટળે છે.” (પ૩૯) આટલાં વચન વારંવાર વિચારી અંતરમાં ઊંડાં ઉતારી તરી જવા યોગ્ય છેજ. શબ્દો વડે જ્ઞાની પુરુષે નિષ્કારણ કરુણાથી જે પરમ પદાર્થ તરફ આ દુષ્ટપરિણામી જીવની દષ્ટિ ખેંચી સ્થિર કરાવવા ઇરછે છે, તે પદાર્થ મને, તમને, સર્વને અનન્યપણે ભાસે, તે જ પ્રીતિકર નિરંતર સુખની ખાણ સમજાએ; તેને માટે પ્રાણ જતાં પણ પુરુષાર્થ કરવાનું ન ચૂકું, ભાન હોય ત્યાં સુધી સપુરુષે કરેલી આજ્ઞાને સર્વોપરી માની જીવાદોરીની પેઠે તેમાં જ વૃત્તિ રાખીને જીવું, એને ભૂલીને જીવવું ઝેર જેવું જાણું તે જ પ્રાણપતિ, તે જ આધાર, તે જ બચાવનાર, તે જ જ્ઞાની, તે જ સમાધિમરણનું દાન કરનાર પ્રભુની ભક્તિ ન ભૂલું એવી દેઢતા અખંડ હૃદયમાં ઊભરાતી સદા સર્વને રહે; સર્વ એ સર્વોત્તમ પદના પ્રેમી થાઓ, તેને માટે મરણિયા થાઓ, તેને માટે જ જીવનારા થાઓ, તેમાં જ અભેદભાવે વસનારા થાએ, તુહિ તેહિ તેને જ જાપ નિશદિન જ પાયા કરે. “અપૂર્વ અવસર એ કયારે આવશે?” સપુરુષના સંગે જાગેલા ભાવ જાગતા રાખવા હવે કેડ બાંધીને મંડી પડવા જોગ અવસર આવ્યું છે. પાછલા પહોરના આથમતા સૂર્ય જેવાં બે ઘડીનાં જીવન માટે હવે ફિકર કરવી નથી. દેહનું જેમ થતું હોય તેમ થવા દઈ “થાવું હોય તે થાજે, રૂડા રાજને ભજીએ” એ ભાવ નિરંતર હદયમાં રાખી, તેને ચરણના શરણથી નિર્ભય રહેવું,