________________
પત્રસુધા
२४५ લગાડશે ક્યાં પાર આવે તેમ છે? તેમ પ્રતિકૂળ સંગોથી ભરપૂર આ સંસારરૂપ જનની સાથે પાનાં પડ્યાં છે તેને પણ તેણે વારંવાર ગણકારવા યોગ્ય નથી; તે તેને સ્વભાવ ભજવે અને આપણે આપણું–સપુરુષે બતાવેલું–કામ કર્યા જવાનું છેજ. સંસારની ઉપાધિ પ્રત્યે પ્રીતિ–અપ્રીતિ કર્યો પાર આવે તેમ નથી. સંસાર સંબંધી જેમ થતું હોય તેમ થવા દઈ મેમાનની પેઠે થડા દિવસ હવે સંસારમાં રહેવાનું છે ત્યાં સુધી તે દુઃખદાયી સંસારમાં ફરી જન્મવું ન પડે તેવું કાર્ય – જ્ઞાનીની આજ્ઞાનું આરાધન – કરી લેવાની ચાનક હૃદયમાં નિરંતર રાખવી ઘટે છે.
રયણાદેવીની વાત છે. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા. તેવું સંસારનું સ્વરૂપ છે. તેના તરફ નજર પણ કરવા ગ્ય નથી; નહીં તે સશુરુએ આપેલા સાધનરૂપ મગરમચ્છની પીઠ ઉપરથી ઉછાળી કટકેકટકા કરી સમુદ્રમાં પત્તો ન લાગે તેમ વેરી દે, અનંત પરિભ્રમણ કરાવે તે સંસાર છે. પ. પૂ. પ્રભુશ્રીજીના બોધની સ્મૃતિને આધારે આટલું નીચે લખ્યું છે તે સર્વેએ મુખપાઠ કરવા યોગ્ય, વારંવાર વિચારવા યોગ્ય છે?
એક શ્રદ્ધા કરવા યોગ્ય છે કે આ સત્પરુષે આત્મા જાણે છે તે માટે માન્ય છે. બીજા ગમે તે વિકપિ આવે તે ખબર પડે છે, તે તે જાણનારો તે સર્વથી જ કરે છે. તે જાણનારને માન. સદ્દગુરુએ કહ્યું છે તેવું તેનું સ્વરૂપ છે; મને અત્યારે ભાન નથી તો પણ મારે બીજું કંઈ પણ માનવું નથી, એ તે મારા હાથની વાત છે, એમ દઢ નિશ્ચય થાય તે જે સંકલ્પવિકલ્પ, સુખદુઃખ આવે છે તે જવા માટે આવે છે. ભલે! બમણું આવે, પણ તેને માનવું નથી એટલી પકડ થવી જોઈએ. અરીસામાં સામેના પદાર્થ જણાય, પણ અરીસે અરીસારૂપ જ છે; તેમ ભલે ગમે તે મનમાં આવે તે પણ આત્મા આત્મારૂપ જ છે. બીજું બધું પહેલાંના કર્મના ઉદયરૂપ ભલે આવે, તે બધું જવાનું છે; પણ આત્માને કદી નાશ થનાર નથી. તેમાં માથું મારવા જેવું, ઈwઅનિષ્ટપણું માની હર્ષ-શેક કરવા જેવું નથી. આટલી ઉમ્મર થતાં સુધીમાં અનેક સંકલ્પ-વિકલ્પ થઈ ગયા, પણ કોઈ રહ્યા નથી, બધા ગયા. તે નાશવંત વસ્તુની ફિકર શી કરવી? એની મેળે જ જે નાશ પામવાના છે તેથી મૂંઝાવું શું? ફિકરના ફાકા મારી જવા જેવું છે. સ્મરણને અભ્યાસ વિશેષ રાખવો. સંક૯પ-વિકલ્પ આવે કે
સ્મરણનું હથિયાર વાપરવું અને માનવું કે ઠીક થયું કે મારે સ્મરણમાં જતું રહેવાનું નિમિત્તા બન્યું; નહીં તે પ્રમાદ થાત. સદ્દગુરુએ મંત્ર આપે છે તે આત્મા જ આપે છે, તે પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમમાં બધું આવી ગયું. હરતાં-ફરતાં, બેસતા-ઊઠતાં એક આત્મા જ જે, બેટ્ટો હોય તે બીજું જુએ. આવો દઢ અભ્યાસ થઈ જાય તેને પછી જે ઉદયમાં આવે તે કંઈ હાનિ કરતું નથી, મરવા આવે છે; પછી તેને કંઈ ફિકર નથી.”
| (ઉપદેશામૃતઃ પૃષ્ઠ ૩૩૯) આટલું વારંવાર વિચારી, સમજી જે જીવ આચરણમાં મૂકે તે પછી તેને સંસાર શું કરી શકે ? કાયર થયા વિના બીજી ઈચ્છાઓ અને નિમિત્તોમાં તણાઈ ન જવાય તેવી જાગૃતિ રાખી જીવ અભ્યાસ આદરે તે અમૃત સમાન આટલો બધ જીવને જન્મમરણનાં દુઃખમાંથી બચાવી પરમપદ પમાડે તેવે છેજ. જ્ઞાની પુરુષએ અનંત દયા આણીને આપણા જેવા માર્ગના