________________
પત્રસુધા
ર૪૩ માર્ગે ચાલવાનો પુરુષાર્થ પ્રગટાવવાને કટોકટીને પ્રસંગ આવી લાગે છેજ. સિંહનાં સંતાન સિંહ સમાન જ હોય, આખું જગત બકરાંના ટોળા જેવું છે, તેના સંગે તે રંગ પુરુષના શિષ્યને રખેને લાગી જાય એ ભય રાખી, બીજા સંગ તજી, જ્ઞાનીપુરુષનાં પુરુષાર્થ પ્રેરક વચન જ સેવી, પ્રબળ બળ જગાવી, આ ભવમાં જરૂર આત્મજ્ઞાન કરી છૂટી જવું છે એ દઢ નિશ્ચયવાળો વિચાર ટકાવી રાખે ઘટે છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩૭
અગાસ, તા. ૮-૧૨-૪૦ તત્ સત્
માગશર સુદ ૧૦, સેમ, ૧૯૯૭ દેહા – જેના જ્ઞાને ન્યૂનતા, દેશે પણ નહિ હોય,
રાજચન્દ્ર ગુરુ તે નમું, સંશય સર્વે ખાય. ગૃહજજાળી જીવની, ધર્મ-ક્રિયા ગજ-સ્નાન, પ્રવૃત્તિ અતિ પાપની, સંતકૃપા સુખ-સ્થાન. કુટુંબ કાજળ-કેટરી, ક્યાંય જરી અડ જાય, ડાઘ પડે તે ભૂસતાં, કાળે કાળું થાય. ગણ સેવા પુરુષનીસાબુ, બધ-જલ જાણુ, સદાચાર પથ્થર ઉપર, આત્મા વસ્ત્ર વખાણ. સદ્ગુરુના શિષ્ય ગણે, વિષમય આ સંસાર, સદ્ગુરુ-આજ્ઞા જડબૂટી, ગણે પરમ આધાર. નિર્વિષ રહી ગભરાય નહિ, વિકટ કરે પુરુષાર્થ,
વિષમ ઉદયમાં ચેતતા રહો સાથે આત્માર્થ. (પ્રજ્ઞાવબોધ-૩૭) ચારેક દિવસ ઉપર તમારે પત્ર આવ્યું હતું. સમાચાર જાણ્યા. “કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા ગ્ય નથી.” (૪૬૦) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે ઘણું આશ્વાસનનું કારણ વિચારતાં થઈ પડે તેમ છે. સર્વ જીવ સુખને ઈરછે છે અને કલેશ તે સુખને નાશ કરનાર છે, દુઃખનું બીજ છે. તેમાંથી બીજું કંઈ ફળ મળતું નથી. પુરુષને આશ્રય જે નરનારીએ ગ્રહણ કર્યો છે તેણે મોક્ષને લક્ષ રાખે હોવો જોઈએ. તે મેક્ષનાં કારણે પ્રત્યે કાળજી રાખે અને કર્મબંધનાં કારણે દૂર કરવા પુરુષાર્થ કરે, પૂર્વ બાંધેલાં કર્યો તે મે'માન સમાન છે નોતર્યા હતાં તે આવ્યાં છે. તે જમીને (સુખદુઃખે દેખાડીને, તેને ભાવ ભજવીને, આપણને આપણા ધર્મકાર્યમાં ખૂટી કરાવી) જતાં રહેશે. સમતાપૂર્વક ધીરજથી સદ્દગુરુના શરણ સહિત મંત્રમાં ચિત્ત રાખીને વેદી લેવાય તે એવાં બીજાં નહીં બંધાય. પણ જે ક્લેશ થાય કે સુખમાં મીઠાશ મનાય તે પાછાં બીજા બંધાશે, તે ઉદયમાં આવશે ત્યારે વળી વધારે આકરાં લાગશે. માટે ટૂંકામાં જ અત્યારે માંડવાળ કરી હાથ જોડી તેને રજા આપવી. જવા જ આવે છે પણ નેતરું દઈએ એટલે તેમાં હર્ષશેક કરીએ તે ફરી તેવાં આવે. સમાધિસોપાનમાં પાછળ પરમકૃપાળુદેવના પત્રો છાપ્યા છે તેમાંથી પત્ર નં. ૮૨
* હાથી નાણા પછી ડિલ ઉપર ધૂળ કે છે તેથી નાહ્યો તે ન નાહ્યા જે