________________
r
બેધામૃત
અત્યંત નિવૃત્તિ અસત્સંગથી, જરૂરની આ કોલેજ, કઠણ સાધને પ્રથમ ઈછતાં, સૌ સાધન ઝટ ફાલેછે. સૂક્ષ્મ અનંત ભવનાં અનંત દુખે વધારવા નહિ સારાંજી, અવસર આવ્યો વહી જતે આ, કરતાં “મારાં, મારાંજી. સૂક્ષ્મ સત્ય વિચારે ગ્રહ ઉપદેશે, સદાચાર સૌ સેજી, રાગ-રેષને ઘટાડવાને લક્ષ નિરંતર લે છે. સૂક્ષ્મ અપક્ષપાતે દોષ દેખી નિજ, મુમુક્ષુતા ઍવ ધારેજી,
તે સદ્દગુરુની ભક્તિ તેને ભવ-જળ-પાર ઉતારે છે. સૂમ (પ્રજ્ઞા -૭૮). આપના પત્રમાં મુમુક્ષુતાના અંશે જોઈ પ્રસન્નતા થાય છેજી. જીવે અનંતકાળથી દેહાધ્યાસ પિષ્યો છે તેથી સ્વમમાં પણ તે આપણને છોડવા ઇચ્છતું નથી. પણ જેણે જ્ઞાનીપુરુષનાં દર્શન કર્યા છે, તેને સજીવન ચમત્કારી બેય સાંભળ્યું છે, તેની આજ્ઞા ઉઠાવવાની અંશે પણ તત્પરતા રાખે છે તથા જન્મમરણથી થાક્યો છે તેવા જીવનું પ્રથમ કર્તવ્ય તે દેહાધ્યાસને ઘસી ઘસીને તેને અંત આણવાનું છે જી. પરમપુરુષની દશાના સ્મરણથી, તેની અનંત કરુણને આભાર હદયમાં વારંવાર ચીતરી, તે પ્રસન્ન થાય તેવી વિચારણા અને આચારથી આ જીવને સમજાવી, મનાવી, ઠપકો આપી કે હઠ કરીને પણ તેને બીજા પ્રકારની અણછાજતી ઇરછાઓથી પાછે હઠાવ્યે જ છૂટકે છે.
“એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે;
થાયે સદૂગુરુને લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીને સંગ રે.” આ વચને જેનાં દઢ અનાસક્ત પરિણામ થયાં હતાં તેવા મહાપુરુષના મુખથી ગવાતાં આપણે સાંભળ્યાં છે, તેને ગવરાવ્યાં ગાયાં છે, તેવા ભાવના ઉલ્લાસમાં જીવ ઊછળ્યો છે, તેને હવે આ અસાર, નીરસ, ભયંકર અને બળતા સંસારમાં કૂદાની પેઠે પડવાનું કેમ ગમતું હશે ? તે બહુ ઊંડા ઊતરીને વિચારી તે મહાપુરુષના પંથે તેમની પાછળ પાછળ તેમના પગલે પગલે ચાલવા માટે જરૂર કમર કસવી ઘટે છે. “ભક્તિ શૂરવીરની સાચી, લીધા પછી કેમ મેલે પાછી?” “પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જેને ” આ ભક્તિમાં ગવાતાં પદોને રંગ ઊતરી ન જાય પણ ચોમાસામાં નદીમાં પૂર આવે તે ભલે ઊતરી જાય પણ બારે માસ પ્રવાહ વહેતું હોય તે તે સુકા ન જોઈએ તેમ પુરુષના ગે જે ઉત્સાહ પરમપુરુષના સંગના બળે હતું તેટલે હાલ ન જણાય તેપણુ જે વલણ થયું છે તે ટકી રહે અને તેમાં વૃદ્ધિ અત્યારે ન બને તે ભલે પણ તેની સ્મૃતિ કરી તે ભાવના, તેની ઉત્તમતા વારંવાર સાંભરી આવે તેમ વાચન, સ્મરણ તથા વિચારથી આ નિર્માલ્ય જગતનાં ઝાંઝવા જેવાં સુખ કહેવાતાં દુખેની ઈરછા તે જરૂર થવા દેવી જોઈતી નથી. વખતે પૂર્વ અભ્યાસને લઈને તેવી વૃત્તિ ઊઠે તે તેને ધિક્કારીને કાઢી મૂકવી ઘટે છેજી. હવે દીન થયે પાલવે તેમ નથી. કર્મોની સામે આપણા જ બાહુબળથી ગૂઝવાને અવસર આવી પડ્યો છે, ત્યાં કચાશ રાખીશું તે જરૂર પાછા આપણને તે ભાવે સંસારની અગતિમાં ખેંચી જશે; માટે જેટલું બને તેટલે પુરુષાર્થ કરી, પોતાના દોષ દેખી, તેથી કાયર નહીં બનતાં શુરવીરપણું ગ્રહીને જ્ઞાનીને