________________
ર૪૮
બેધામૃત ૨૪.
અગાસ, પિષ સુદ ૨, ૧૯૯૭ પૂર્વે જે જે છે સાથે જે જે પ્રકારે નિબંધન થયાં છે, તે તે પ્રકારે અત્યારે આંટા ઊકલે તેમ પ્રગટ જણાય છે. તે પ્રસંગે કોઈ પણ સપુરુષના આશ્રિત જીવે બીજા જીવને વાંક કાઢી તે પ્રત્યે દ્વેષ ધારણ કરે ઘટતું નથી. માત્ર મેહને વશ પડવાથી જીવ લેશિત થઈને કેટલી બધી નીચે પ્રવૃત્તિ પ્રત્યે ઢળી પડે છે તે જોઈ કરુણ – દયા ખાવા જેવી સ્થિતિએ પડેલા પ્રત્યે નિંદા આદિ ભાવમાં પણ આપણાથી ન પડાય, તેથી દૂર રહેવાય છે તેવા પ્રસંગથી છૂટી ન શકાય ત્યાં સુધી સત્સાધન, સ્મરણ આદિ સાધન ચુકાય નહીં – તેટલી આપણું આત્મા પ્રત્યે પણ દયા ચિંતવવી ઘટે છે. ઉપદેશબધ અને સિદ્ધાંતબેધવાળા પત્ર ૫૦૬ માં વૈરાગ્યઉપશમના અર્થ પરમકૃપાળુદેવે કર્યા છે તે વારંવાર સ્મૃતિમાં રાખી, વૈરાગ્ય-ઉપશમ કેટલે આ જીવમાં પરિણામ પામ્યો છે તેની પરીક્ષા કરવા જ જાણે પરમકૃપાળુદેવે આ પ્રસંગે ઉપસ્થિત કર્યો છે એમ સમજી, તેવા પ્રસંગે વિશેષ વીર્ય સકુરે; અને હડકાયું કૂતરું કરડેલું ત્યારે જેમ જાગૃતિ રહેતી, તેથી વિશેષ જાગૃતિ રાખવા જેવો આ પ્રસંગ છે એમ ગણી મનને વીલું મૂકવું નહીં, પ્રાસંગિક વાતમાં બહુ છૂટું મૂકવું નહીં, પણ ક્ષણે ક્ષણે તે શી ચિંતવના કરે છે તેની ચકી રાખતા રહેવા ભલામણ છેજી. કૂતરાના પ્રસંગમાં કઈ પ્રત્યે દ્વેષને સંભવ નહોતે, માત્ર મરણભયથી બચવાને પુરુષાર્થ કર્તવ્ય હતે. અહીં તે તેથી વિશેષ જાગૃતિની જરૂર છે કારણ કે અત્યારે અનિષ્ટ ભાસે છે તેવા પ્રસંગમાં એક અંતર્મુહૂર્ત જે ચિત્ત સતત લાગ્યું રહ્યું તે આર્તધ્યાન થયા વિના રહે નહીં, અને તે વખતે આયુષ્ય બંધાય તે તિર્યંચ આદિ અર્ધગતિનું બંધાય, તે તે તે માં દ્વેષની વૃદ્ધિ કરતે જીવ ભટકે, ત્યાં પછીથી છૂટવાના પ્રસંગે કેટલા દૂર રહે તે સાવ સમજાય તેવું છે, માટે મુમુક્ષુ જીવે કોઈ પણ કારણે ક્લેશિત થવા ગ્ય નથી. ધર્મધ્યાનનાં કારણે વિશેષ બલ કરી, બીજા ભાઈઓને વિનંતી કરીને પણ જોડતા રહેવા યોગ્ય છેજ. કંઈ ન બને તે તેવાં સ્થળોને અમુક કાળ સુધી ત્યાગ કરીને પણ દુર્ગાનથી બચવાની જરૂર છે. અવિચારી અને ઉતાવળિયું કામ આપણે હાથે ન થઈ જાય તે લક્ષમાં લેશોજી. એ જ.
૨૪૨
અગાસ, તા. ૨૨-૧-૪૧ તત્ સત્
પિષ વદ ૧૦, બુધ, ૧૯૭ રાજચંદ્ર ભગવાન, નમું હું ભાવથી, બાળબુદ્ધિ મુજ ટાળ, કરું એ વિનતિ, સદ્દગુરુ-ભક્તિ ન હોય, વચન ઉર ના વસે;
આશયમાં અનુરાગ વિના હિત શું થશે? (પ્રાવધ – ૮૫) ગમે તેવા સોગમાં પણ સદ્ગુરુશરણ હૃદયમાં રહે તેવા અભ્યાસની આ ભવમાં કમાણી કરી લેવી ઘટે છે. સદ્દગુરુ કરતાં કોઈ પણ બાબત પ્રત્યે વિશેષ પ્રેમ ન થાય, એટલું થાય તે કશાની ફિકરચિંતા ન રહે. તેને માર્ગ, અલ્પ પણ કાર્ય કરતાં તેના ઉપકારની કે આજ્ઞાની સ્મૃતિ કરી આત્મા પ્રત્યે વૃત્તિ વાળવી એ છે. મેહી જીવોને જેમ દીકરે ન હોય