________________
૨૫૬
બેધામૃત ચિત્ત રાખી પરમકૃપાળુદેવને શરણે તેને આશ્રય હૃદયમાં રાખી આયુષ્ય પૂર્ણ કરવા યોગ્ય છેજી. પિતાથી બોલવાનું ન બને તે કેઈ કાનમાં મંત્રનું સ્મરણ આપનાર હોય તે તેમાં ચિત્ત રાખવું કે હૃદયમાં પરમકૃપાળુદેવની સ્મૃતિ રાખી, “હે ભગવાન, આપનું શરણ છે. મને કંઈ ખબર નથી. પણ તમને હે તે મને હ ! મારે બીજે ક્યાંય ચિત્ત રાખવું નથી. આત્માનું પરમ હિત કરનાર આપ જ છે. આપના ચરણમાં સર્વભાવ અર્પણ થાઓ,” એવી ભાવના કર્યા કરવી અને “થાવું હોય તે થાઓ, રૂડા રાજને ભજીએ.” એ જ લક્ષ રાખી દેહની ચિંતામાં ચિત્ત ન રોકતાં પરમકૃપાળુદેવ પ્રત્યે વાળવામાં હિત છે. “સમાધિ સોપાન”માંથી “મૃત્યુ મહત્સવ’ તેમને સંભળાવવા યોગ્ય છે. “આલેચનાદિ પદ સંગ્રહમાંથી ભક્તિ આદિનાં પદ, આલેચના, વીસ દેહરા, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, આત્મસિદ્ધિ આદિ આપણે ભક્તિમાં છંદ વગેરે બોલીએ છીએ તેમાંથી અવસર પ્રમાણે તેમને આગળ ભક્તિને ક્રમ રાખ્યું હોય તે સ્વપરને હિતકારી છેજ. ક્ષણે ક્ષણે સર્વના આયુષ્યમાંથી કાળ જાય છે તે મરણ થયા જ કરે છે. આખર વખતે જેમ સ્મરણ આપવાની કાળજી રાખીએ છીએ, તેમ ક્ષણે ક્ષણે પિતાના આત્માને સદ્ભાવમાં લાવવા સ્મરણમાં ચિત્ત રાખવાની આપણે બધાએ ટેવ પાડી મૂકવા જેવું છે. કરી મૂક્યું હશે તે આખરે કામ આવશે. તેથી પાણી પહેલાં પાળ બાંધી રાખવી ઘટે છેજી. પાઘડીને છેડે જેમ કસબ આવે છે તેમાં બધી પાઘડીની કિંમત આવી જાય છે, તેમ છેવટને ભાગ સુધારી જેણે સમાધિમરણ માટે કેડ બાંધી તેમાં અચળ ભાવ રાખી આશ્રયસહિત દેહ છોડ્યો તેનું બધું જીવન સફળ થયું એમ ગણવા ગ્ય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૫૦
અગાસ, તા. ૧૮-૨-૪૧ તત્ સત્
મહા વદ ૭, મંગળ, ૧૯૯૭ ભુજંગ- વધું મેળવીને થવા સુખ માગે, ભિખારી જ રાજાધિરાજાય લાગે;
અહો! જ્ઞાનીએ માર્ગ જુદો જ જે, “ગ્રહ કાંઈ સુખને માર્ગ છે.” સ્વઆત્મા અહે! દેહ આદિથ ભિન્ન, સદા તિરૂપે પ્રકાશે સ્વઅન્ય,
સુગુરુથી જાણી સ્વરૂપે સુમગ્ન, રહે તે રસાસ્વાદ ચાખે સુવિજ્ઞ. (પ્રજ્ઞા ૯૩) આપને પત્ર મળે. સમાચાર જાણ્યા. અનાર્ય જેવા દેશમાં જવાનું હોવાથી વિશેષ કાળજી રાખીને સદ્વર્તન, સવિચાર અને સત્પરુષની આજ્ઞામાં વર્તાવાને પુરુષાર્થ કર્તવ્ય છે. પિતાના વિચારબળ વગર ત્યાં બીજું કઈ અનાચાર આદિ માર્ગે જતાં અટકાવનાર નથી; માટે કુસંગથી બચતા રહેવા અને સશાસ્ત્ર વાચન-વિચારમાં બચતે વખત ગાળવા ભલામણ છે. આ કાળમાં અલ્પ આયુષ્ય આ ક્ષેત્રે જેને હોય છે, છતાં જાણે મરવું જ નથી એમ પ્રવર્તવાને અભ્યાસ પડી ગયું છે તેથી આત્મહિતના કર્તવ્યમાં પ્રમાદ, ગૌણતા, સામાન્યપણું થઈ જાય છે, માટે જ મરણ સંબંધી વિચાર કરતા રહેવાની જરૂર છે. મરણ અચાનક આવી પડે તે હું કેમ પ્રવર્તે? મરણ સુધારવાનું કોઈ સાધન મને મળ્યું છે? તેમાં મારું ચિત્ત કેટલું પ્રવર્તે છે? બીજે મન ભટકતું ફરે છે તેનું કારણ શું? સંસારમાં એવું શું સુખ