________________
પત્રસુધા
હરિગીત —
૨૩૩
અગાસ, તા. ૧૬-૧૧-૪૦
કાર્તિક વદ ૧, શનિ, ૧૯૯૭
તત્
२२८ સત્
બહુ ક રૂપી ઇંધનાને, કાળ બહુ બળતાં થતા, ને અલ્પ સંચય હાય તા, તે અલ્પકાળે બળી જતા; કારણ વિષે છે સત્યતા જો, તુર્ત પુરુષાર્થે વળે, વર્ષા થતાં ખેડૂત વાવે ધાન્ય; નરભવ આ કળેા. શ્રદ્ધા સુધર્મે તે ટકે, સક્રિયા સાધી શકે; તે જ તૈયારી કરે,
આ મેાક્ષ તત્ત્વ જે ધરે મુમુક્ષુતા તે યાગ મોટો, પાંચે પદાને જે વિચારે, પોતે કમર કસૈં મેક્ષ લેવા; દહે— “સ્થાનક પાંચ વિચારીને, છ વર્તે જે; પામે સ્થાનક પાંચમું (મેાક્ષ), એમાં નહિ સંદેહ.’
શ્રી આત્મસિદ્ધિજી
આપનો પત્ર મળ્યા. વાંચી તમારી મનેરથદશા જાણી છેજી. પ્રશસ્ત ભાવા પૂર્વે આરાધનના સંસ્કારરૂપ છે, તેને આ ભવના દૃઢ પુરુષાર્થે સફળ કરવાના છેજી. ખરે પુરુષાર્થ તત્ત્વવિચારણારૂપ છેજી. વૈરાગ્ય અને દૃઢ જિજ્ઞાસા તેનેા આધાર છે. પ્રાપ્ત સયેાગામાં ખની શકે તેટલા કાળ સાંચન, સદ્વિચાર, સદ્ભાવનામાં ગાળવા ઘટે છેજી. જે જે મુખપાઠે કર્યું છે તે તે બધાં વચનેા મનનને વખત માગે છે. યથાશક્તિ દરરાજ પા-અડધા કલાક બીજા વિચારો, બીજી પ્રવૃત્તિ અધ કરી સત્પુરુષના એકાદ વાકય, કડી કે વિચારને આધારે પોતાના ખળ પ્રમાણે ખીલવવા, વિસ્તારવા અને ઊંડા ઊતરીને સમજવા તથા આત્મભાવ તે વચનના આશય તરફ વાળવા પુરુષાર્થ હવે કતવ્ય છેજી. પેાતાને શકા મનમાં રહેતી હોય, દુઃખ વેદાતું હાય કે કઈ કહેવા જેવું લાગતું હાય તે મુમુક્ષુવને વડીલ સમજી તેના આગળ ખુલ્લા દિલથી ચર્ચા કરી તેના નિકાલ લાવવામાં શરમાવું ઘટતું નથી. મેાક્ષમાર્ગે વિચારતા સદ્ગુરુની આજ્ઞાને શિરાધાર્ય કરતા સર્વ મુમુક્ષુજના આપણા સાચા સગા છે, કારણ કે તેમની દૃષ્ટિ સદ્ગુરુની દૃષ્ટિને અનુસરીને છૂટવાની દષ્ટ થઈ છે, માટે ગભરાવાનું, મૂઝાવાનું કંઈ કારણ નથી.
પાછી પાની ના ધરે. (પ્રજ્ઞાવખાધ-૭૫)
ધીંગ ધણી માથે કિયા રે, કુણુ ગજે નર ખેટ, વિમલજિન દીઠાં લેાયણુ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલજિન૦’
જેણે યથાર્થ આત્મા જાણ્યા છે, એ સદ્ગુરુનું શરણું આ ભવમાં જે મહા ભાગ્યશાળી જીવને મળ્યું છે તેને હવે તેા તેણે ખતાવેલ માર્ગે સત્પુરુષાર્થ કરવાના છે. માટી મૂંઝવણુ-કાનું કહ્યું માનવું ? અને કોને પૂછવું ?- તે જીવને હાય છે. તે તે તેને હવે ટળી ગઈ. જેટલેા પુરુષાર્થ જીવ હવે કરશે તેટલું તેનું વીર્ય સફળ ખની પ્રગટ જણાઈ આવશેજી. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યેાગ્ય નથી’ (૪૬૦) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે ત્યાં સત્સ`ગમાં સર્વે મળી વિચારવા યાગ્ય છેજી. એ જ વિનતી.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: