________________
૨૩૮
બેધામૃત બીજો પ્રશ્ન દઢપ્રહારી વિષે છે તેની કથા પરમકૃપાળુદેવે ભાવનાબેધમાં ટાંકી છે, ત્યાં તપ એ નિજરાનું કારણ છે તે મુદ્દો લક્ષમાં રાખીને લખી છેજી. જે અભિપ્રાયે કથા લખાઈ હોય તે લક્ષ કથાનુગમાં રાખ ઘટે છે. કથાનુગમાં અને સિદ્ધાંતગ્રંથમાં ઘણે ફેર છે, માટે કથાનુગમાં જે ઉલેશે કથા લખાઈ હોય તે તરફ લક્ષ રાખવાથી વાચકનું હિત થાય છે. આજના વાચનમાં આવ્યું હતું કે “કાવવાની રહી છે #ર જ પથ આ વાના થી એયર હૈ” અન્ય રીતે તે જ કથા “અભિધાન રાજેદ્રકોશમાં આજે જોઈ. નગર લૂંટવા દઢપ્રહારી જાય છે ત્યાં સુધી સરખી કથા છે પછી ફેર છે. એક ચેર, ભિક્ષા માગી લાવી છોકરાં માટે ખીર રાંધીને પીરસી હતી, તે થાળી લઈને જતો રહ્યો. તેથી છોકરાઓએ તેને બાપને ફરિયાદ કરી. તે હથિયાર લઈ ચેરને મારવા લાગ્યા. તે દઢપ્રહારીને ખબર પડતાં તેને તેણે માર્યો. તેવામાં ગાય સામી થઈ તેને મારી અને તેની સ્ત્રી લડવા આવી તેને શસ્ત્રતરવારથી કાપી નાખી. તે સગર્ભા હતી, તેને ગર્ભ પણ કપાઈને પડ્યો. તે જોઈ તેને પશ્ચાત્તાપ થયો અને બાળકોએ રડતાં રડતાં કહ્યું: “અમને પણ મારી નાખ, મા-બાપ વગર ગરીબાઈમાં અમેય મરી જ જવાનાં છીએ.” તેથી તે તેને વિશેષ નિર્વેદ થયો કે હવે આ પાપથી કેમ છૂટીશ? એવામાં સાધુઓને દીઠા. પાપને ટાળે તે સદુપદેશ તેમણે દીધે તેથી તે બેધ પામી દીક્ષિત થયે અને ક્ષમા ધારણ કરવાને દઢ નિર્ણય-નિયમ લીધે. વળી “જ્યાં સુધી આ પાપની સ્મૃતિ રહે ત્યાં સુધી મારે આહાર ન કરવો” એવી પ્રતિજ્ઞા ગ્રહણ કરી ત્યાં જ તિરસ્કાર, માર વગેરેના ઉપસર્ગ સહન કરતે તે રહ્યો. પિતાનાં કરેલાં પાપ જ ભગવાઈને છૂટે છે એમ ગણી સર્વ સહન કરવા લાગે. કર્મશત્રુઓ પ્રતિ તપશસ્ત્ર ધારણ કરી ખરેખરો દઢપ્રહારી તે બન્યું. છ માસમાં સર્વ કર્મ નિર્મૂળ કરી કેવળજ્ઞાન ઉપજાવી તે તપસિદ્ધ થયે. મૂળ મુદ્દો સાચવી પ્રસંગનુસાર કથાનકમાં આચાર્યો વિસ્તાર, સંકેચ કે ફેરફાર કરે છે. એમાં કઈ દોષ કે મૃષાવાદ નથી. ધર્મકથાથી ધર્મહેતુ સધાય છે તે લક્ષ રાખવો.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૩૩ તમારે પત્ર મળે. ભવિષ્યની ચિંતા કરી મૂંઝાવા જેવું કશું નથી. જે થાય તે જોયા કરવું. જગતમાં આપણું કશું નથી. મે'માનની પેઠે થડા દિવસ માટે આ મનુષ્યભવમાં આવવું થયું છે, તે કાળ પૂરો થયે અહીંથી ચાલી જવાનું નક્કી છે. પરમાર્થ માર્ગની જેને દઢ ઈચ્છા હશે તે જરૂર વહેલે મોડે તે પામશે, પરંતુ પ્રમાદ કરી બીજા કામનું મહત્વ રાખી વ્યર્થ કાળ ગુમાવવા જેવું નથી. પ્રાપ્ત સંગોમાં પિતાનાથી બને તેટલે પુરુષાર્થ આત્મા સમજવા માટે સદુઉપદેશ અને સત્સમાગમથી કરતા રહે ઘટે છે. રોજ મરણને સંભારવું ઘટે છે. પૂર્વે બાંધેલાં શુભાશુભ કર્મ ભેગવવા માટે જ આ દેહ પ્રાપ્ત થયું છે તે જેવાં બાંધ્યાં હશે તેવાં યથા-અવસરે દેખાશે. જેમ કેઠીમાં ઘઉં નાખ્યા હોય તે કાઢે ત્યારે ઘઉં નીકળે, ડાંગર નાખી હોય તે ડાંગર નીકળે અને કદરા નાખ્યા હોય તે ઘઉં નીકળે નહીં, તેમ કર્મ જેવાં જેવાં ઉદયમાં આવે તે સમભાવે મૂંઝાયા સિવાય જોયા કરવાં; તેમાં આસક્તિ થાય તે નવાં