________________
પત્રસુધા
૨૨૭ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રી પાસે સાંભળી હતી. આવા પ્રસંગમાં વીતરાગ જે વચને કહેતાં ડર્યા છે ત્યાં અજ્ઞાની છે તડફડ જવાબ દઈ પિતાની અલ્પજ્ઞતાનું પ્રદર્શન કરે છે.
એ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૨૩
અમાસ, તા. ૨૯-૧૦-૪૦
આસો વદ ૧૪, મંગળ, ૧૯૯૬ હરિગીત – (ગુરુ) રાય વૈરાગ્યે વદે રે! આમ જ સૌને ચાલવું,
માથે મરણ નૃપ-રાંકને નિરાંતથી નહિ મહાલવું; બીજા ઉપચારે જૂઠા નહિ જન્મમરણે તે હરે,
આત્મધર્મ ઉપાસતાં જૈવ શિવપદ સહજે વરે. (પ્રજ્ઞાવધ – ૨૮). દેહા – સુખ વસે આત્મા વિષે તેને નહિ નિર્ધાર;
શેઠે સુખહન વસ્તુમાં, જડમાં નહિ જડનાર. મિથ્યા માર્ગ તજી ગ્રહે, મહપુરુષને પંથ; છૂટે પરિગ્રહ કલ્પના, પામે સુખ અનંત. ભવનું મૂળ આરંભ જે, મમતા તેનું મૂળ
મમતા અલ્પ કરાય તે, મુમુક્ષુને અનુકૂળ. (પ્રજ્ઞાવબોધ - ૨૭) વિ. આપને પત્ર આજે મળે છેછ. પૂ. ” ની તબિયત ઘણી નરમ છે એમ જાણ આજે અવકાશ ઘણો ઓછો હોવા છતાં બે અક્ષર પરમકૃપાળુદેવ સુઝાડે તે લખવા પ્રેરાય છું.
હે પ્રભુ! શરીરના દુઃખને દુઃખ માની આ જીવ તેથી છૂટવા ઈચ્છે છે અને તેને માટે દવા, ઉપચાર બને તેટલા કરવામાં પ્રમાદ કરતા નથી. તે ન કરવા એમ કહેવું નથી, પણ એ દુઃખ જાય અને શરીર સારું કેમ થાય, ખાધેલું કેમ પચે? શક્તિ કેમ આવે? ઘરનાં કામકાજ કરતે કયારે થાઉં? આવી ઈચ્છાઓ ઊંડાણમાં અંતરમાં પડી હોય છે, તે ઈરછાથી એટલે દેહના સુખની ઈચ્છાથી આખું જગત પ્રવર્તી રહ્યું છે. તેવી ને તેવી ઈચ્છા જે મુમુક્ષની રહ્યા કરતી હોય તે પુરુષને જીવને સમાગમ થયા ન કહેવાય, સપુરુષના માર્ગને પામેલે પુરુષ ન કહેવાય; કારણ કે પુરુષને જેને વેગ થયે હેય, બોધ થયો હોય અને સપુરુષની શિખામણ માન્ય થઈ હોય તે તે જ્ઞાનભાવનાવાળો હોય. દેહ જે આત્માથી જ છે એમ સપુરુષ પાસેથી સાંભળીને માન્યું હોય તે તેને સુખે સુખી અને તેના દુખે દુઃખી આત્મા થાય છે એમ ન માને. પરમકૃપાળુદેવે કહ્યું છે –
છે દેહાદિથી ભિન્ન આતમા રે ઉપગી સદા અવિનાશ – મૂળ૦ એમ જાણે સદ્દગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ – મૂળ૦ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત – મૂળ, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત – મૂળ૦ જેમ આવી પ્રતીતિ છવની રે, જાણે સર્વેથી ભિન્ન અસંગ –મૂળ૦ તે સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ – મૂળ” .