________________
બોધામૃત છોકરાં છેયાંના ઢસરડા કરવા પડે છે. હે ભગવાન! કદી સ્ત્રીભવ કે કોઈ ભવ કર ન પડે તેવું આ ભવમાં ગમે તેમ કરીને મારાથી બને, એવી ભાવના રોજ રોજ ભાવવાગ્યા છે. તે વિષે એક કથા છે તેમાંથી ટૂંકામાં અહીં લખ્યું છે તે વિચારશે. (જુઓ પ્રવેશિકા શિક્ષાપાઠ ૯૮–૯)
તા. ક–મીરાંબાઈની તે જૂની વાત છે. હાલ આશ્રમમાં પણ બાઈ એ * છે કે જે પરણી જ નથી અને પરણવાની પણ નથી. જ્ઞાનીની આજ્ઞાએ વ્રત પાળીને રહે છે તેવું ઉત્તમ જીવન જીવવાની તક પરમકૃપાળુએ કૃપા કરીને આપી છે તે માટે તે મહાપ્રભુને મહાઉપકાર માનવા યોગ્ય છે.
૧૮૩
અગાસ, તા. ૮-૨-૪૦ સુખમેં ન ધરે હર્ષ અતિ, દુઃખમેં નહિ દિલગીર;
સુખ દુખ સ્વપ્ન સમાન હૈ અથવા મૃગજળ નીર. મનમોહન રાજ રમે હૃદયે, જીભ જાપ જપ સમયે સમયે, તન આતમ સેવન કાજ ટકે, ધનને ન ધરું મનમાં ચટકો, ધરી ધૈર્ય હણે લલના લટકે, નિજ દેષ સદા મનમાં ખટકે, નહિ લૌકિક લાજ વિષે અટકે, મન મેક્ષરૂચિ નિશદિન ટકો. ચરણકમળ તવ મમ હૃદયે, મમ હૃદય રહે તમ પાદઢયે, શિવપદમાં લીન થતાંય લગી ભવભવની પ્રભુ મુજ આ અરજી.
રે મન ! આ સંસારમાં દુઃખથી તું ન ડરીશ, સમ શમશેર વડે કરી ધાર્યું તે જ કરીશ.” પતિવ્રતા ભક્તિ વૃત્તિ, લહે ભગવત્ પદ સાર;
વેશ્યાવૃત્તિ ભક્તિ ભયે, ન લહે પ્રભુ-ભત્તર. જ્ઞાની પુરુષએ આ સંસારમાં ગમે તેવાં અનુકૂળ સુખ હોય, કોઈ પણ પ્રકારની લૌકિક સુખની ખામી ન હોય તે પણ આ સંસારનું સ્વરૂપ વિષમ, ભયંકર અને ક્લેશરૂપ કહ્યું છે. એકાંત દુઃખરૂપ આ સંસારમાં બ્રાન્તિપણે જે સુખ માન્યું હતું તે પણ દુઃખ જ હતું. જે સુખને વિયેગ માનીએ છીએ તે પણ દુઃખને જ વિયેગ છે. અનુકૂળતા-પ્રતિકૂળતા કર્મના સંગે પ્રાપ્ત થાય છે. અનુકૂળ સંયોગો અવિચારદશામાં સુખરૂપ લાગે છે અને પ્રતિકૂળ સંગો દુઃખરૂપ લાગે છે, પણ કોઈ કર્મના સંગ આત્માને સુખ આપવા સમર્થ નથી. માટે સાંસારિક અનુકૂળતાઓમાં ખામી આવવાથી જીવ તેવા સુખની ઝંખના કરે છે તે દુઃખને જ નોતરે છે. માટે વિચારવાન જીવે જ્ઞાનીએ જે સુખ માન્યું છે, ચાખ્યું છે, અને પ્રશંસું છે એવા આત્મિક સુખની ચૂરણુ આ છ કરી નથી, તે અર્થે જ જીવને જાગ્રત કરવા સંસારમાં આપત્તિઓ આવે છે અને તે વખતે જે જીવ જાગ્રત થાય તે તે કલ્યાણરૂપ નીવડે છે. ભક્તાત્માઓને તે તે વિશેષ કલ્યાણકારક સમજાય છે. નરસિંહ મહેતા જેવાએ એવા પ્રસંગમાં ગાયું છેઃ “ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ.” પરમકૃપાળુ શ્રીમદ્ | * કાઠિયાવાડનાં બહેનને લખેલ છે. ત્યાં “બાઈ શબ્દ અધિક પ્રચલિત છે. મીરાંબાઈના સંદર્ભમાં પણ બાઈ સ્વાભાવિક લખાયેલ લાગે છે.