________________
૧૯૪
ખાધામૃત
ખટકા જેને રહેતા હાય તેને વૈરાગ્યભાવ કહ્યો છે. તેવા વૈરાગ્યની વૃદ્ધિ થતાં સત્સંગે તે જીવને સત્પુરુષનાં વચનાના મર્મ સમજાવાયેાગ્ય છે. મેાડુ ખસતાં સમ્યક્દર્શન પામવાયેાગ્ય મને છે.
ખીજું, આપે “શ્રી શ્રેણિક મહારાજે એવું કયું કર્મ ખાંધ્યું હતું કે તેમને સત્પુરુષને યેાગ થયા છતાં, સમ્યક્દન થયા છતાં નરકે જવું પડયું ?”” એમ પૂછ્યું છે તેના ઉત્તર ઃ મેાક્ષમાળામાં શ્રી અનાથીમુનિના ઉપદેશરૂપ ૫, ૬, ૭ ત્રણ પાઠ આપ્યા છે, તેમાં શ્રી શ્રેણિક સમ્યક્દન કેમ પામ્યા તેની કથા છે તે વાંચી જશેાજી. તેમાં જણાવેલા પ્રસ`ગ પહેલાં એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા ત્યાં એક હરણને તાકીને જોરથી ખાણ માર્યું; તે હરણના શિકારને વીંધીને પાસે ઝાડ હતું તેમાં ચાંટી ગયું. તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન સ્ફુરી આવ્યું અને ખૂબ કૂદ્યો અને અહંકારથી એલ્યા, “દેખા મારું મળ, હ૨ણુના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું મારા જેવા બળવાન જગતમાં કોઈ હશે ?” આમ આનંદમાં આવી પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવેા થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું. નરકગતિ બાંધી દીધી તે ફરી નહીં, પણ સમ્યગ્દર્શનના પ્રભાવે અને સર્વ સન્માર્ગી જીવાની સેવા તથા ધર્માત્માએ પ્રત્યે ઉલ્લાસભાવ વધતાં સાતમી નરકનાં બધાં દુઃખ છૂટી જઈ પહેલી નરકમાં ઘણા ઘેાડા આયુષ્યવાળા નારકી તે થયા છે. છતાં સમ્યક્દન ત્યાં નિરા સાધે છે, અને તે કર્યાં પૂરાં થયે તીર્થંકર થઈ ાતે તરશે અને અનેક જીવાને તારશે. અજ્ઞાનદશામાં આયુષ્યગતિના બંધ થાય તે જ્ઞાનદશામાં હલકા થઈ જાય, પણ તદ્ન છૂટી ન જાય. સમ્યક્દર્શન થયા પછી નરક કે તિર્યંચગતિ ખંધાય જ નહીં. પહેલાં બાંધેલી હાય તે તે ગતિમાં જવું પડે. ગતિની પંચાતમાં પડવા જેવું નથી. એ તા જેવી બાંધી હશે તે આવશે, પણ આ મનુષ્યભવમાં જે સમ્યક્દર્શનની પ્રાપ્તિ થઈ તે પછી મોક્ષ બહુ દૂર નથી. માટે સમ્યક્દર્શન અર્થે સર્વ બનતા પુરુષાર્થ કર્તવ્ય છે. ઇનમેહ ગયે સમ્યક્દન થાય છે, અને સત્પુરુષના એધ વિના નમાઝુ ટળે તેમ નથી.
કર્મ માહનીય ભેદ છે, દન ચારિત્ર નામ;
હણે એધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.”
માટે સત્સંગ, સત્પુરુષના બેષને અર્થે ગમે તેટલી મુશ્કેલીએ વેઠવી પડે તે વેઠીને પણ આત્મહિત આ ભવમાં જરૂર કરી લેવું ઘટે છેજી. માથે મરણ છે તે વારંવાર વિચારવા યેાગ્ય છેજી. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૧૯૬ તત્ સત્
આપના પત્ર મળ્યા છેજી. તમે પુછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું મૂળ આગમના પાઠાના સ્વાધ્યાય અમુક કાળે અને અમુક પ્રકારની શુદ્ધિથી કરવાનું વિધાન છે. * તેના ભગ થાય કે તે કાળ ન હોય તે પ્રમાણે વાંચન પઠન કરનારને શ્રુત-આશાતનારૂપ દોષ કહ્યો છે, પણ આચાર્યાકૃત ટીકા કે અન્ય ગ્રંથા માટે અસ્વાધ્યાય-દોષ ઘણું કરી નથી. આ બાહ્ય * જુએ પત્રાંક ૬૦૨ – “શ્રી જિને જે સ્વાધ્યાયકાળ કહ્યા છે તે યથાર્થ છે,”
અગાસ, તા. ૧૮-૬-૪૦ જેઠ સુદ ૧૪, મંગળ, ૧૯૯૬