________________
પત્રસુધા
૨૦૫ છે અને કૂટેલા ઘડામાંથી ઝરી જતાં પાણીની પેઠે આયુષ્ય નષ્ટ થાય છે, તે પણ લેક વિરુદ્ધ કર્મ કરે છે, એ આશ્ચર્ય છે! વળી પુરુષ પણ ક્ષણમાં, જોતજોતામાં બાળ, ક્ષણમાં યુવાન અને ક્ષણમાં શિથિલ અવયવવાળે ઘડપણથી થાય છે. એવી રીતે યમની નગરીમાં અંતે પિસે છે.” આમ સપુરુષ પ્રત્યે પ્રેમ થયું હોય તે તેના વચન પ્રત્યે થાય છે, તેણે કહ્યું કે કર્યું તે કરવા જીવ પ્રેરાય છે અને તેની આજ્ઞા ઉરમાં અચળ કરે તે જે આત્મસુખમાં તે લીન છે તેનું ઓળખાણ તેને થાય છે અને તે રૂપ થાય છે. માટે જે જે કારણે પુરુષ પ્રત્યે પ્રેમ પ્રગટાવે, તેનાં વચનને મનાવે, તેની આજ્ઞામાં તત્પર કરાવે છે તે કારણો તે તે ભૂમિકાએ ઉપાસ્યા વિના આગળની ભૂમિકા પ્રાપ્ત થવી દુર્લભ છે. આ બાબતનું આટલું બધું વિવેચન કર્યા છતાં એકદમ પત્રથી સમાધાન થાય તેમ લાગતું નથી. સમાગમમાં જે જે શંકાઓ થાય તેનું નિવારણ થવાનું બને. જીવને અત્યારે જે કરવા ગ્ય છે તે ન કરે તે માત્ર કલ્પનામાં તણાઈ જઈ છેવટની વાત બહુ સહેલી છે, લાવ તે જ કરી લઉં એમ થઈ જવા સંભવ છે. પર્વત ઉપરના દેવળને દેખીને નીચે રહેલે માણસ ધારે કે એ વાંકાચૂકા માર્ગ કોણ જાય, સી ચાલી આ દેખાય છે ત્યાં ઝટ ચાલ્યો જાઉં એમ ધારી બધા જતા હોય તે માર્ગ મૂકી નવો માર્ગ લે, ત્યાં બિલકુલ ન ચઢી શકાય તેવી જગાથી પાછું ફરવું પડે છે ને વાંકાચૂકા નક્કી કરેલા માર્ગે જવું પડે છે; તેમ અત્યારે યથાર્થ સમજ નથી આવી ત્યાં સુધી ઉપદેશ પડી મૂકી જીવ સિદ્ધાંતબંધ તરફ દેડવા પ્રયત્ન કરે છે, પણ તે પરિણામ પામ દુર્ઘટ છે. પત્રક ૫૦૬ પણ વાંચવા-વિચારવા ભલામણ છે. પરમાર્થની જિજ્ઞાસા જેને જાગ્રત થઈ છે તેને ઉપશમ વૈરાગ્ય એ અત્યંત જરૂરનાં છે, તે પ્રાપ્ત થયે જીવને શું કરવું તે સમજાય છે. પત્ર બહુ લાંબો થઈ ગયો છે એટલે પુછાવેલા શબ્દોના શબ્દાર્થ માત્ર લખું છું –
(૧) નય = કહેનારને અભિપ્રાય; વસ્તુને અંશે જણાવવાની યુક્તિ. (૨) લબ્ધિ = પ્રાપ્તિ; કઈ ગુણ સમ્યક્ત્વ આદિ પ્રાપ્ત થાય તે લબ્ધિ છે તથા રિદ્ધિ સિદ્ધિ ચમત્કાર આદિને પણ લેકે લબ્ધિ કહે છે. (૩) અપ્રમત્ત = જાગ્રત, આત્મભાવમાં જાગૃતિવાળી દશા, ગુણસ્થાનોમાં સાતમું ગુણસ્થાન, ધ્યાન અવસ્થા. (૪) લેડ્યા =કષાયથી રંગાયેલાં મન-વચન-કાયાના ગેની પ્રવૃત્તિ, આત્માનાં ભાસ્યમાન પરિણામ. (પત્ર ૭૫૨) (૫) અનુષ્ઠાન = ક્રિયા; પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એવા ચાર ભેદ, એક એકથી ચઢિયાતી ક્રિયા. (૬) પરિગ્રહ = મમતા મારું મારું ગણી એકઠું કરેલું ધનધાન્ય, સ્ત્રીપુત્ર, દાસદાસી, ખેતરઘર, સોનુંરૂપું, વસ્ત્રવાસણ વગેરે તથા ક્રોધાદિ દુર્ગુણ. (૭) પરિહાસ = હસવું, મશ્કરી. (૮) ઉપાદાન = મૂળ કારણ; જેમાંથી વસ્તુ ઉત્પન્ન થાય છે. જેમ માટીમાંથી ઘડો થાય તે માટી ઘડાનું ઉપાદાન કારણ છે; આત્મામાંથી ભાવ પ્રગટે છે તે પિતાના ભાવનું ઉપાદાન કારણ આત્મા છે. (૯) અવન = દેહ છોડી બીજા દેહમાં જવું; દેવ મરી માણસ થાય તેમ. (૧૦) સ્યાત્મદ = અનેક પ્રકારે વસ્તુને કહેવાની શિલી. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે અનિત્ય છે વગેરે. (૧૧) સમવસરણ = ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે દેવ ભક્તિ નિમિત્ત મંડપ આદિની રન વગેરેથી સુશોભિત રચના કરે છે તે; જ્યાં ઘણા માણસ વગેરેને સમૂહ એકત્ર થયું હોય તેને પણ સમવસરણ કહે છે. (૧૨) ગારવ = ગર્વ, રસ, રિદ્ધિ અને શાતાના ભેદે ગર્વ ત્રણ કહેવાય છે. ગારમાં જેમ બાળક