________________
૧૨
બાધામૃત
કૃપાળુદેવે સમકિતની વ્યાખ્યા કરી છે તેા સમ્યક્ત્વને કેવળજ્ઞાનનેા 'શ પણ કહેવાય : “વહુ કેવલકા ખીજ જ્ઞાની કહે”) વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે (પૂ. સાભાગભાઈ તથા પૂ. ડુંગરશીભાઈ ઉપરના પત્રોમાં કેવળજ્ઞાનની જે ચર્ચા કરેલી છે તે કેવળજ્ઞાન સંબંધી વિચારાનું ફળ છે. જેને જેવા થવું હાય તેને તે વિચાર કરે છે, સભ્યષ્ટિ પ્રાપ્ત કરવી છે તે તેના વિચાર કરે છે, મુનિ થવું હોય તે તેના વિચાર કરે છે ને જેને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું છે તે તેના વિચારમાં રહે છે. કાઈ બ્રહ્મરસના ભોગી, કોઈ જાણે વિરલા ચેાગી” એમ જેની મુમુક્ષુદશા વ માન થઈ સમકિતઃશા પ્રગટી ને સ્થિતપ્રજ્ઞદશા પહેલાં વિચારદશા હોય છે તે વિચારદશામાં જેને કેવળજ્ઞાનના જ વિચાર રહ્યા કરે છે), ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે (ભાવના જેના હૃદયની ખીજી નથી, માત્ર કેવળદશાની જ ભાવના રહે છે), મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે (નિશ્ચયનય તે મુખ્ય નય છે, આત્માને નિર્વિકલ્પદશા તરફ દોરી જનાર અને સૃષ્ટિને સમ્યક્ કરનાર નિશ્ચયનય છે, તે મુખ્ય નયના અભ્યાસ થઈ જતાં માત્ર આત્મા જ શુદ્ધ રીતે જેની દૃષ્ટિમાં રમ્યા કરે છે અને સર્વ અવ્યાબાધ સુખ-મેાક્ષનું કારણ પણ તે જ છે એટલે કેવળજ્ઞાનની સડક જેવા નિશ્ચયનયથી કેવળજ્ઞાન વર્તે છે), તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર (સાચું આત્મજ્ઞાન, શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન), જેના યેાગે સહેજમાત્રમાં જીવ પામવા ચેાગ્ય થયા (સત્પુરુષને પ્રભાવ કેવે છે? કેવળજ્ઞાનની નજીક, કેવળજ્ઞાનને ચેાગ્ય બનાવી, સમીપમાં મૂકી દે), તે સત્પુરુષના ઉપકારને સત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હા! નમસ્કાર હા !!’” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૧૦ તત્ સત્
અગાસ, તા. ૮-૯-૪૦ ભાદરવા સુદ ૭, ચિત્ર, ૧૯૯૬ વેઠવું છે તેને થાડો ભાગ પણ
અનંતકાળના પરિભ્રમણમાં આ જીવે પરવશપણે ઘણું
–
જો સ્વવશ – જાણીજોઈ ને ખમીણૢ દે તા ચિત્ત સમભાવ ભણી આવે અને ઘણાં કર્યાં ખપાવવાનું અને તેમ છે. નરકમાં જીવ જે જે દુઃખા લાંખા કાળ સુધી વેઠે છે તેને સેમા ભાગ પણ આ મનુષ્યદેહમાં દુઃખ દેખાવાના સાઁભવ નથી. પૂર્વે કરેલાં પાપનાં ફળરૂપ જે વ્યાધિ વેદના જણાય છે તે તે પૂર્વાંનું દેવું ચૂકે છે એમ જાણી સમભાવ ધારણ કરી, સત્પુરુષના આશ્રયે ધીરજ રાખી જે જે દુઃખ આવી પડે તે ખમીખૂંદવાના અભ્યાસ પાડી મૂકનારને મરણુ વખતે ગભરામણ થતી નથી. આપણા જેવા ઘણા જીવા જગત ઉપર મનુષ્યનામધારી ફરે છે, પણુ જેને સત્પુરુષનાં દર્શન થયાં છે અને જેને આત્મજ્ઞાની પુરુષે કોઈ આત્મહિતકારી સાધન આપ્યું છે અને તે સાધનને મરણ સુધી ટકાવી રાખી, તેને આશ્રયે દેહ છેડવાની જેની તૈયારી છે તેવા જીવા વિરલા છે; તેવા ભાવ જેના અંતરમાં નિશદિન વર્તે છે અને યથાશક્તિ તે ભાવને જે આરાધે છે તેને જાણ્યે-અજાણ્યે આ ભવમાં જે કરવું ઘટે તે થયા કરે છે, સ્વરૂપસ્થિતિને યા તે જીવ થાય છેજી. મરણુ વખતે કે વેદના વખતે કોઈ કોઈ ને બચાવી શકે એમ નથી, પરંતુ સત્પુરુષની શ્રદ્ધાથી ભાવ દેહમાંથી છૂટી આત્મહિતકારી સાધનમાં રખાય તે તે જીવને આગળ વધારનાર, સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર છેજી.