________________
૨૧૦
બેધામૃત ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન સમાગમ કે બધમાંથી જે યાદ આવે તેમાં વૃત્તિ રાખવાથી જીવનું કલ્યાણ થવા યોગ્ય છે”. સંસારમાં કે દેહમાં મન ભટકતું રેકવાને પુરુષ, તેનાં વચન અને તેનું આપેલું સાધન ઉત્તમ ઉપાય છેજી. કોઈ પણ પ્રકારે રોગ મટાડવા જેમ ઉપાય માંદા માણસના કરીએ છીએ તેને કરતાં વધારે અગત્યનું કામ તેના ભાવ ભક્તિ આદિમાં શુભભાવમાં વળે તેમ કરવાથી અત્યારે પણ તેને દુઃખ વિસારે પડે અને નવાં કર્મ બંધાતાં પલટાઈ જાય; નિજેરાનું કારણ બનેને સાંભળનારને તથા સંભળાવનારને થાય. લૌકિક રીતે જોવા જવું અને ખબર પૂછવી તેના કરતાં તેને સત્પરુષની, તેના ઉપદેશની સ્મૃતિ આવે તેમ મુમુક્ષુ સર્વેએ વર્તવા ગ્ય છેજ. ખરી રીતે તે જેના પરમાર્થ માર્ગ પ્રત્યે ભાવ મંદ પડતા જાય છે, તે માંદો છે અને મંદવાડમાં પણ જે ભાવ ચડતા રહેતા હોય તે તેને દેહ માંદો છે ને જીવ સાજે છે એમ છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦૮
અગાસ, તા. ૨૯-૮-૪૦ તત કૅ સત
શ્રાવણ વદ ૧૧, ગુરુ, ૧૯૯૬ આત્મજ્ઞાન મુજમાં નથી, ભક્તિમાર્ગ ન લેશ;
ભવજળ કેમ કરાય તે, તારક રાજ વિશેષ. વિ. આપને પત્ર પ્રાપ્ત થયું છેજી. આપના સદૂગત પિતાશ્રી સંબંધી સમાચાર લખ્યા તે વાંચી તેમને શુભભાવથી તેમની શુભગતિનું અનુમાન થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ છેવટે પરમકૃપાળુદેવ પ્રત્યે તેમને આપના નિમિત્તે પ્રેમભાવ, ગુરુભાવ થયે હતે એ તેમની સાથે ગયે; સગાં, ઘર, ઘરેણાં, પુત્રાદિ બધાં પાછળ પડી રહ્યાં એ પ્રત્યક્ષ આપણે જોયું. તે ઉપરથી જે જીવની સાથે જાય છે એ ધર્મ આરાધવાની બુદ્ધિ દરેકે વધારવા ગ્ય છેજ. શા માટે આ મનુષ્યદેહ આપણે પામ્યા છીએ, અને રાતદિવસ કેવા કામમાં તેને ગાળીએ છીએ? આપણે બધાએ દરરોજ વિચારી જે ઉત્તમ કાર્ય માટે ઉત્તમભવ મળે છે તેનું આરાધન ઉત્તમ રીતે કરી લેવા તત્પરતા વધારવી ઘટે છેજી. પર્યુષણ જેવા ઉત્તમ પર્વના દિવસોમાં લૌકિક ઉત્તરક્રિયાની રડવા-કૂટવાની કુરૂઢિઓ નહીં અનુસરતા હે એમ ધારું છું. આપણા વડીલના નિમિત્તે કેઈને સધર્મ પ્રત્યે વૃત્તિ થાય તેવું વાચન, ભક્તિ, સ્મરણ આદિ લૌકિક રિવાજને બદલે રખાય તે સ્વ-પર બનેને હિતકારક છે. બેરસદના પૂ...ને હમણાં જ થોડા દિવસ ઉપર અચાનક દેહ છૂટી ગયો. તેમના કુટુંબના બધાં સંસ્કારી હોવાથી તેમણે રડવા-કૂટવાનું બંધ કરી વચનામૃત વાંચવાને નિયમ રાખે છે તે જે આવે તે સાંભળે અને સદ્દગતને પરમકૃપાળુદેવ તથા પ. પૂ. પ્રભુશ્રીજી તરફ જે ભાવ હતો તેની વાત કરતા કે સાંભળતા જાય તેવું નિમિત્ત રાખ્યું છે, તે સર્વ મુમુક્ષુઓને દષ્ટાંતરૂપ છે તે જાણવા સહજ આપને જણાવ્યું છે. બાકી “કઈ પણ કારણે આ સંસારમાં લેશિત થવાયોગ્ય નથી” (૪૬૦) એવું પરમકૃપાળુદેવનું વચન છે તે સ્મૃતિમાં રાખી આત્મકલ્યાણને લક્ષ ન ચુકાય તેમ વ્યવહારમાં પ્રવર્તતા રહી નિવૃત્તિ, સત્સંગ, ભક્તિની ઈચ્છા રાખ્યા કરવી ઘટે છે. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ