________________
૨૦૦
પત્રસુધા પૂ. ને જણાવશે કે જગત દુઃખથી ભરેલું છે, તેના તરફ જયાં સુધી દષ્ટિ, પ્રેમ, વાસના હજી વળગી રહેશે ત્યાં સુધી દુઃખથી કદી છુટાય એવું નથી. માટે દેહની ઓળખાણ અને દેહની સગાઈ છેડી હવે આ આત્માની શી વલે થશે? અને તેને કેને આધાર છે? અને બિચારા પિતાના જીવને પારકી પંચાતમાં દુઃખી કરે છે તે તેની દયા કયારે ખાશે? તે આત્માને સુખી કરે તેવું કંઈ વાંચન, વિચાર, સત્સંગ સાધવાને વિચાર રાખી લેકલાજને ભાર ખસેડી આત્માને માટે કાળ ગાળવા કંઈક દાઝ રાખવાનું લખ્યું છે, એમ તેમને જણાવશે. અને આપણે બધાને પણ તે જ કર્યું છૂટકે છે તે ભૂલશો નહીં. એ જ વિનંતિ.
૨૯૭
અગાસ, તા. ૨૬-૮-૪૦ : - તત સત
શ્રાવણ વદ ૮, સેમ, ૧૯૯૬ ત્રણ સંબંધે આવી મળ્યાં સુત વિત્ત દારા ને દેહ લેવા દેવા જ્યાં મિટે, મારગ લાગશે તેહ, નિશે જાણો રહેવું નથી, જૂઠો જગત વિશ્વાસ;
એથી રહેજે તું અળગે, આઠે પહર ઉદાસ. ફેગટ ફંદ સંસારને, સ્વારથને છે નેહ, અંતે કોઈ કોઈનું નથી, તું તે તેહને તેડ. ખેળે છેટું સર્વે પડે, ન જડે નામ ને રૂપ; બાંધી રૂંધી ઊભું કર્યું, જેવું કાષ્ઠ સ્વરૂપ.
વીતરાગતા સૂચક, વીતરાગ મહાપર્વ;
વીતરાગતા કારણે, આરાધે નિઃગર્વ. પૂ...નાં ધર્મપત્નીની માંદગી સંબંધી પત્ર આજે મળે છે. તેમને જણાવશે કે પૂર્વે જીવે જે પાપ કરેલાં તેના ફળરૂપે આ દુઃખ દેખવું પડે છે. તે થાય છે દેહમાં અને અજ્ઞાનથી મને થાય છે એમ જીવ માની લે છે. સુખ અને દુઃખ બને મનની કલ્પના છે અને તે કરવા યોગ્ય નથી એમ જ્ઞાની પુરુષોએ જણાવ્યું છે તે ભૂલીને હું દુઃખી છું, મારાથી રહેવાતું નથી, હવે મરી જવાશે, છોકરાનું હવે શું થશે? મારી ચાકરી કેઈ કરતું નથી, મારું ઘર, ધન, સગાં બધાં મૂકવાં પડશે, આદિ પ્રકારે ફિકરમાં જીવ પડે છે તે આર્તધ્યાન કહેવાય છે, તે પાપરૂપ છે. તે વખતે જીવ આયુષ્ય બાંધે તે તિર્યંચગતિ એટલે હેર-પશુમાં જવું પડે તેવું આયુષ્ય બાંધે છે એટલે તેનું ફળ દુઃખ જ આવે છે. આમ જીવ દુઃખ કે અશાતા વખતે શરીરમાં વૃત્તિ રાખીને દુઃખી થવાને વેપાર કરી દુઃખની કમાણી કરે છે તેને જ્ઞાની પુરુષે વારે છે કે કઈ પણ કારણે મુમુક્ષુ આધ્યાન ન થવા દેવું અને તેમ થાય તે પશ્ચાત્તાપ કરી જ્ઞાનીએ આપેલું સાધન, મંત્ર, વિસદેહરા, ક્ષમાપના, આત્મસિદ્ધિ આદિ જે મુખપાઠ કરેલું હોય તેમાં ચિત્તને રોકવા પુરુષાર્થ કરે તે બચી શકાય તેમ છે. કૂવામાં પડેલા માણસને તરતાં ન આવડતું હોય પણ ભાગ્યયોગે દોરડું લટકતું ઉપર ચઢાય તેવું હાથ લાગી જાય તે તે બચી શકે તેમ તે પ્રસંગે મંત્રનું સ્મરણ બહુ ઉપયોગી છે”. ભક્તિમાં ભાવ રાખવે