________________
પત્રસુધા
૨૦૩ નથી; માટે કંટાળ્યા વિના, બીજાં કામ કરતાં પિતાની સેવા મહાલાભનું કારણ છે ગણી, તેમાં વિશેષ લક્ષ રાખવા વિનંતી છે. આપ સર્વ સમજુ છે. ધર્મમાં શ્રદ્ધા તેમની દઢ થાય તેવું વાચન, વાતચીત, ભક્તિ, સ્મરણ કરતા રહેવાથી સ્વપર બન્નેને લાભનું કારણ છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦૩
અગાસ, તા. ૧-૮-૪૦
અષાઢ વદ ૧૩, ૧૯૯૬ કવાલી– કૃપાળુની કૃપા ધારી, બનીશું પૂર્ણ બ્રહ્મચારી,
સહનશીલતા ક્ષમા ધારી, સજી સમતા નીતિ સારી. કરીશું કાર્ય સુવિચારી, કષાયે સર્વ નિવારી, ગણીશું માત પરનારી, પિતા સમ પરપુરુષ ધારી. જીવીશું જીવન સુધારી, સ્વ-પરને આત્મહિતકારી, બનીને અલ્પ સંસારી, ઉઘાડી મોક્ષની બારી. ખણ કુબોધની ક્યારી, વિચરશું વાસના મારી,
સમર્પ સર્વ સ્વામીને, તરીશું સર્વને તારી. આપ બન્ને ભાઈઓને બ્રહ્મચર્ય બે માસ સુધી પાળવાની ઈચ્છા છે તે જાણી સતેષ થયો છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમારે બે જણે એવી ભાવના કરવા ગ્ય છે કે હે ભગવાન! બે કે અમુક માસ (દિવાળી કે દેવદિવાળી સુધી તમારી ઈચ્છા પ્રમાણે) સુધી આપની આજ્ઞાથી કાયાએ કરી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લઉં છું. એમ મનમાં ધારી ત્રણ નમસ્કાર કરવા ભલામણ છે. એ વિષે કાળજી રાખી તેટલી મુદત સુધી જુદી પથારી, ઓછો એકાંત સમાગમ, ઈન્દ્રિયે ઉન્મત્ત થાય તેવો આહાર ઓછો કરવા વગેરે મેક્ષમાળામાં નવતાડ બ્રહ્મચર્યની લખી છે તે વિચારી યથાશક્તિ પ્રવર્તવાનું કરવાથી આત્મહિત થશે. લીધેલું વ્રત પાળવાની દઢતા ઢીલી ન થાય, માટે સદ્દગુરુનાં વચનનું વિશેષ પ્રકારે વાંચન-મનન કરતા રહેવાની જરૂર છે. હવે ટૂંકામાં તમારા પ્રશ્નોના ઉત્તર લખું છું –
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપગી સદા અવિનાશ; મૂળ,
એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ.” આ સમ્યકજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેને લક્ષ કરાવવા ઉપદેશછાયામાં વિસ્તારથી વિવેચન કર્યું છેછે. ઘણી વાર લેકે પણ કહે છે કે ખેળિયું પિંજરની પેઠે પડી રહે છે અને જીવ પિપટની પેઠે ઊડી જાય છે. તથા શામાં પણ દેહ જુદો છે, આમા જુદો છે એવું લખેલું પંડિત વાંચે છે, ઉપદેશ કરે છે છતાં દેહભાવ છૂટતું નથી અને આત્મશ્રદ્ધા થતી નથી તેનું શું કારણ? તે કહે છે કે “એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે” જેને આત્મજ્ઞાન પ્રગટ છે તેવા સદૂગુરુથી જે જાણે તે આત્મશ્રદ્ધા થાય. કોઈ કહે જ્ઞાની પાસેથી પણ ઘણી વાર એમ સાંભળ્યું પણ કેમ એટતું નથી ? કેમ ભેદજ્ઞાન થતું નથી ? તેના ઉત્તરમાં “યમ નિયમ”માં