________________
૨૦૨
બધામૃત રાતદિવસ તેની ચિંતામાં ધર્મ ભૂલી જવાય તેમ ન કરવું. ધર્મના ફળરૂપ લક્ષ્મી છે, તે પાપના ઉદયે દૂર થતાં લેશ કરાવે એ પ્રસંગ છે, પણ સંસારનું અનિત્યપણું વિશેષપણે વિચારવાને આ પ્રસંગ આવ્યો છે તેને લાભ લઈ વૈરાગ્ય વધારવાની જરૂર છે. સ્વમ જેવા સંસારમાં હર્ષ ખેદના પ્રસંગે દિવસ અને રાતની પેઠે વારંવાર આવવાના, પણ સત્સાધન જેને પ્રાપ્ત થયું છે તેણે તેમાંથી બચવા ભક્તિ, સ્મરણ કે મુખપાઠ કરવાને ક્રમ વિશેષ રાખવાથી તે પ્રસંગમાં તણાઈ ન જવાય. કોઈ પણ કારણે આર્તધ્યાન કરવું નથી એવો નિશ્ચય મુમુક્ષુ જીવને કર ઘટે છે અને થઈ જાય તે પશ્ચાત્તાપ કે ખેદ કરી ધર્મધ્યાનમાં જોડાઈ જવા ત્વરા કરવી ઘટે છે. વધારે લખવાની સમજુને જરૂર નથી, પણ પ્રસંગને વશ ન થતાં તેવા પ્રસંગથી વૈરાગ્ય અને જાગૃતિ વધે તેમ કર્તવ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૨૦૨
અગાસ, તા. ૨૮-૭-૪૦ તત્ સત્
અષાડ વદ ૯, રવિ, ૧૯૯૬ આપના પિતાશ્રીને ત્રિદોષ થયાના સમાચાર લખ્યા તે જાણ્યા છે. તેમને ભાનમાં હોય ત્યારે વીસ દેહરા, ક્ષમાપનાનો પાઠ આદિ ભક્તિનાં પદો તથા કઈ કઈ પત્રો સંભળાવતા રહેશેજી; તથા સ્મરણમાં રહેવાની તેમને ભલામણ કરી છે એમ જણાવશે. મનુષ્ય ભવ દુર્લભ છે. જ્યાં સુધી આયુષ્ય છે અને ભાન હોય ત્યાં સુધી જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાને દઢ નિશ્ચય કર્તવ્ય છે. સશક્ત-અશક્ત, સાજ-માંદ, ગરીબ કે ધનવંત, ગમે તે અવસ્થામાં મનુષ્ય ભવ હશે તે પથારીમાં પડ્યા પડયા પણ પ્રભુનું આપેલું સ્મરણ થઈ શકે તેમ છે. પછી આયુષ્ય છૂટી ગયા પછી આ લાગ આત્મહિત કરવાને મળ મહાન દુર્લભ છેજી. માટે કંઠે પ્રાણ આવ્યા હોય, દેહ છૂટવાને વાર નહીં હોય તે પણ જ્ઞાનીએ આપેલા મંત્રનું રટણ ચૂકવું ઘટતું નથી. તે પરમપુરુષ પરમકૃપાળુદેવનું શરણું આ ભવમાં કઈ પૂર્વના મહાપુણ્યને લીધે મળ્યું છે, તે ભવસાગર તરવાનું સફરી જહાજ સમજવા યોગ્ય છે. જ્ઞાની પુરુષે કંઈ પણ સ્વાર્થ વિના માત્ર નિષ્કારણ કરુણશીલતાથી જે આપણા જેવા પામર પ્રાણીઓ ઉપર અથાગ ઉપકાર કર્યો છે, સમાર્ગ બતાવ્યો છે તેને કઈ રીતે બદલ વળી શકે તેમ નથી. માત્ર તેણે કરેલી આજ્ઞા, તેનું શરણ અને આશ્રયને અવલંબનને મરણપ્રસંગની ભારે વેદનામાં પણ ભુલાય નહીં તેટલી અંતરમાં દઢ શ્રદ્ધા અને કાળજી (દાઝ) ઊંડી રાખવા યોગ્ય છે. એ સપુરુષને આશરે આ દેહ છૂટે તે તેના જેવી બીજી કોઈ કમાણી ગણવા ગ્ય નથી. જેણે છેવટની પળ સાચવી તેણે બધાં વ્રત કર્યા, જાપ કર્યા, તીર્થ કર્યા, શાસ્ત્ર ભણ્યો, ભક્તિ કરી, બધું કરી છૂટયો સમજવા યોગ્ય છે. પણ પહેલેથી તે આજ્ઞાનું, તેના શરણાનું અને તેના આશ્રયનું માહાત્ય સાંભળ્યું હશે, તેને આધાર રાખે હશે અને મરણ વખતે પણ તે ન છૂટે તેવી વારંવાર ભાવના કરી હશે તે જ આખર સુધી ટકી રહેશે. માટે જાગ્યા ત્યાંથી સવાર ગણી આ પત્ર મળે ત્યારથી તે ભાવનાને અભ્યાસ કરવા મંડી પડશે તે તે આખરે ગુણ કરશે એમ આપના પિતાશ્રીના કાને પણ વાત નાખશે અને આપણે પણ એ જ કર્તવ્ય છે. સમાધિમરણ કરાવનારને પણ લાભ થાય છે. આ સેવા કરવાનો અવસર વારંવાર મળતું