________________
પત્રસુધા
૧૯૫
આચાર સંબંધી જણાવ્યું પરંતુ ગુણદોષને આધાર મન છે. માટે ભાવની વૃદ્ધિ થાય તે તરફ લક્ષ રાખવા વિનંતી છેજ. જ્યાં અશક્તિનું કારણ હોય ત્યાં ભાવ હોવા છતાં વિધિ ન બને, પણ મનમાં “કેમ વર્તવું?' તેને ખ્યાલ રહેવું જોઈએ. શ્રી ગૌતમસ્વામીને આનંદ શ્રાવકે છેલ્લી માંદગીમાં કહેલું, “હે ગુરુ ! મારાથી ચાલી શકાતું નથી, તેથી કૃપા કરીને મારી પથારી પાસે પધારો તે હું ચરણસ્પર્શ કરી કૃતાર્થ થાઉં.” તેવી જ રીતે અશક્તિને કારણે સૂતાં સૂતાં ભક્તિ કરવી પડે કે સ્તવન બેલવા પડે પણ ભાવ સૂતે ન રાખવો. મેં પુછાવી રજા મંગાવી છે એમ ગણી પ્રમાદ સેવ્યા કરવા યોગ્ય નથી. પ્રમાદનાં નિમિત્તોમાં જીવને પ્રમાદ થઈ જાય છે. એવી આપણી મને દશા હોવાથી, નછૂટકે સૂતાં સૂતાં ભક્તિ કરવાનું રાખવું. દિવસમાં કઈ બપોરને કે તે વખત અનુકૂળ હોય તે તે પ્રકારે ભક્તિ સ્તવને માટે કાળ ફેરવવામાં પણ હરકત નથી. સવારે જ ભક્તિ થાય, પછી ન થાય એમ નથી. જેમ લાભ થાય તેમ ફેરફાર કરે, પણ પ્રમાદ પિષાય તેમ પ્રવર્તવા યોગ્ય નથી એ ભલામણ છે. પરમકૃપાળુદેવ સંબંધી સાંભળ્યું છે કે તે દિશા-ટટ્ટીએ જતા ત્યારે ગજવામાં કૂંચીઓ હોય તે તે પણ કાઢી મૂકતા, કેમ કે અક્ષરમાત્ર જ્ઞાનની સ્થાપના છે તેની આશાતના ન થાય તે સાચવતા. જ્ઞાનનું બહુમાનપણું સાચવવું એ હિતકારી છે. વિધિઓ ભાવને અર્થે છે એમ ગણું ભાવમાં મંદતા ન આવે તેમ પ્રવર્તવા યોગ્ય છે. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૧-૬-૪૦
જેઠ વદ ૨, શુક્ર, ૧૯૯૬ અનુષ્ટ્ર – નથી રોગોથી ઘેરાયે, જરા પડે ન જ્યાં સુધી
નથી મૃત્યુ-મુખે પેઠે, સાધુ કલ્યાણ ત્યાં સુધી. (યોગપ્રદીપ) તીર્થ શિરોમણિ આત્મશાંતિપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. સપુરુષના ચરણકમળની સેવાનો ઈરછક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયગુરુવંદન સ્વીકારવા વિનંતી છે.જી.
બળતા ઘરમાં કોઈ ઊંઘતે હોય તેને કોઈ જગાડવા હક મારે તેમ કેઈન મરણ પછી થતા અવાજો સમજવા છે. ચેતવા જેવું છે, નહીં તે આખો લેક બળી રહ્યો છે દુખે કરીને આર્તે છે, તે હોળીમાં આપણે પણ નાશ થવાને વખત આવી પહોંચશે. જેમને દેહ છૂટ્યો તેમને મનુષ્યભવમાં વિશેષ વખત રહેવાનું બન્યું હોત તે ધર્મઆરાધન વિશેષ થઈ શકત, તે તક હવે તેમને મળવી દુર્લભ છે એમ વિચારી, આપણા દિવસો વિશેષ ધર્મ આરાધવામાં જાય તેમ કરી લેવા ગ્ય છેજી. કારણ કે કાળને ભરેસે નથી, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં પ્રમાદ ઘટે નહીં. જે ગયા તે આપણને મૂંગે ઉપદેશ આપતા ગયા છે કે અમે કંઈ લઈ જતાં નથી, જેને મારું મારું કરી એની એ કડાકૂટમાં આખું આયુષ્ય ગાળ્યું તેમાંનું કશું કામ આવ્યું નહીં; કંઈક ધર્મ પ્રત્યે રુચિ થયેલી, પુરુષ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે પ્રતીતિ થયેલ કે શ્રદ્ધા કરેલી તે દરેકની સાથે ગઈ. માટે આ સ્વપ્ન જેવા સંસારમાં હવે મેહ-મમતા ઓછી કરી જ્ઞાની પુરુષના માર્ગે કંઈક આગળ વધાય અને આત્મશાંતિ થાય તેમ પ્રયત્ન કર્તવ્ય છે. વાંચવા-સાંભળવામાં આપણે કાળ ગાળીએ છીએ તે કરતાં