________________
બેધામૃત ૧૮૪
અગાસ, તા. ૨-૩-૪૦ તત્ કે સત્
મહા વદ ૯, શનિ ૧૯૯૬ “ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિલે ન ભેદ;
ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ.” પરમકૃપાળુદેવ જેમ રાખે તેમ રહેવું; જે થાય તે સમભાવે સહી લેવું, અને સંતોષ રાખવો. ભક્તિભાવ વર્ધમાન થાય તેમ વર્તવું. એ જ આપણા હાથમાં હાલ તે છે”. “થવું હોય તે થાજે રૂડા રાજને ભજીએ.” પ્રમાદને વશ થઈ ખેદ કર્તવ્ય નથી જી. સત્સંગની નિરંતર કામના રાખી પ્રમાદમાં છવ ન તણાઈ જાય માટે વારંવાર સ્મરણ, વાંચન, ભક્તિ, કંઈ મુખપાઠ કરવું કે મુખપાઠ થયેલું બેલી જવું વગેરે પુરુષાર્થમાં ચિત્ત રાખી, સપુરુષે કહેલો બેધ જે સ્મરણમાં હોય તે વારંવાર વિચારે તેને ઉપકાર ચિંતવ કે તેને એગ ન થયે હેત તે આ પામર જીવની અત્યારે કેવી દશા થઈ હેત? કેવાં કર્મ બાંધતે હોત? તેની મુખાકૃતિ, તેને પ્રેમ, તેની શિખામણ વિસરવા યોગ્ય નથી. આ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૮૫
અમાસ, તા. ૧૨-૩-૪૦ તત્ સત્
ફાગણ સુદ ૩, ૧૯૯૬ જ્ઞાની પુરુષની આજ્ઞાનું માહાન્ય જીવને લક્ષમાં આવવું બહુ દુર્લભ છેજ. તે ટકી રહેવું તે વિશેષ દુર્લભ છે. મનુષ્યભવ છે, અને પાંચ ઈન્દ્રિયે હજી કંઈ કામ આપી શકે એમ છે તથા તદ્દન પરાધીનતા કે મરણપ્રસંગ જેવી વિશેષ વેદનાને ઉદય નથી ત્યાં સુધી જીવ ધારે તે સદ્ગુરુની આજ્ઞામાં ચિત્ત પરેવી એ લાભ ઉઠાવી શકે કે તેને ફરી મનુષ્યભવ મળ દુર્લભ ન થઈ પડે અથવા મેક્ષનું સાધન જ્યાં જાય, ત્યાં બને તેટલું કરતે રહે તે અભ્યાસ પરભવમાં પણ સાથે લેતે જાય તેવી જોગવાઈ આ ભવના પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે. આ વાત આપણે સર્વેએ બહુ બહુ વિચારી લક્ષમાં લેવા યોગ્ય છેજ. દિવસ ઉપર દિવસ વહ્યા જાય છે અને મૃત્યુ આવીને ઊભું રહેશે ત્યારે કંઈ આત્મહિત નહીં કર્યું હોય તે શી વલે થશે, તેને વિચાર અગાઉથી કર્યો હોય તે પુરુષાર્થ વિશેષ કરવાનું બની શકે એમ છે.
જ્યાં સુધી સત્સાધન નહોતું મળ્યું ત્યાં સુધી તે કાળ વ્યર્થ ગયે પણ હવે ક્ષણેક્ષણ સ્મરણ કરવામાં ગાળવી છે એ નિશ્ચય કરે ઘટે છેજ. વિશેષ શું લખવું? શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૮૬
અગાસ, તા. ૧૨-૩–૪૦ તત્ સત્
ફાગણ સુદ ૩, મંગળ, ૧૯૯૬ અનુષ્યપ – આહારે કાય પોષાય, કાયાથી જ્ઞાન પિષવું;
જ્ઞાનથી કર્મને નાશ, તે નાયે સુખ મોક્ષનું , આપ સર્વ મુમુક્ષુવર્ગને જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ કરવા ભલામણ છે. મારી તબિયત ઠીક થતી જાય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના યુગબળે તેની ભક્તિ નિરંતર યથાર્થ રહે એ ભાવના રહે છેજી, કારણ કે બીજી બધી જગતની વસ્તુઓ તે ક્ષણિક અને અસાર છે,