________________
૫ત્રસુધા
૧૯ી જીવ પ્રમાદને વશ સમાધિમરણની તૈયારીમાં પ્રવર્તવા ગ્ય વાત મુલતવી રાખ્યા કરે છે એ એક આશ્ચર્ય છે. વિચારવાનને કે મરણને ભય કર્તવ્ય નથી, કારણ કે આત્માનું મરણ કદી થયું નથી, થતું નથી અને થશે પણ નહીં, તેમ છતાં સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપની વિસ્મૃતિને મરણ વિચારવાન જેવો માને છે. કહ્યું છે કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહે ! રાચી રહે?” હવે પારકી પંચાત અને પર વસ્તુઓનું માહાભ્ય છોડી રાગદ્વેષ ઘટાડી શાંતિ હૃદયમાં સ્થાપવા સઘળો પુરુષાર્થ વાપરવા ગ્ય છે. તે જ વાત હાલના વાચનમાં આવે છે તે વિચારવા લખું છું –
"प्राणोंके नाशको मरण कहते हैं । और ज्ञान आत्माका प्राण है। यह ज्ञान सतस्वरूप स्वयं ही नित्य होनेके कारण कमी नष्ट नहीं होता है । अतः आत्माका कुछ भी मरण नहीं है। तो फिर झानीको मरणका भय कहाँसे हो सकता है ? वह ज्ञानी स्वयं निःशंक होकर निरंतर स्वाभाविक ज्ञानको सदा प्राप्त करता है ।...आत्मा ही कल्याणका मंदिर है । अतः परपदार्थोकी किंचित्मात्र मी अपेक्षा न करें।...अब तो घोर परिश्रम कर स्वरूपके अर्थ मोक्षमार्गका अभ्यास करना है तथा ज्ञान-शस्त्रको रागद्वेष-शत्रुओंके ऊपर निपात करनेकी आवश्यकता है । यह कार्य न तो उपदेष्टाका है और न समाधिमरणमें सहायक पंडितोंका है। अब तो अन्य कथाओंके श्रवण करने में समयको न दे कर उस (रागद्वेष) शत्रुसेनाके पराजय करने में सावधान होकर यत्नपर हो जावों।......अतः जब तक आपकी चेतना सावधान है, निरंतर स्वात्मस्वरूप चिंत्वनमें लगा दो । मैं शाता हूँ, द्रष्टा हूँ, झेय भिन्न है, उसमें इष्ट-अनिष्ट विकल्प न हो, यही पुरुषार्थ करना और अंतरंगमें मूर्छाको दूर ही से त्यागना । मेरा उपयोग अब इन बाह्य वस्तुओंके संबधसे भयभीत रहता है । मैं तो. किसीके समागम की अभिलाषा नहीं करता हूँ। आपको मी सम्मति देता हूँ कि सबसे ममत्व हटानेकी चेष्टा करो, यही पार होनेकी नौका है । जब परमें ममत्वभाव घटेगा तब स्वयमेव निराश्रय अहंबुद्धि घट जावेगी । क्योंकि ममत्व और अहंकारका अविनाभावी संबंध है, एक बिना अन्य नहीं रहता। बाईजीके बाद मैंने देखा कि अब तो स्वतंत्र हूँ, दानमें सुख होता होगा इसे करके देखू । ६००० रुपया मेरे पास था. सर्व त्याग कर दिया परंतु कुछ मी शांतिका अंश न पाया। उपवासादि करके शांति न मिली । परकी निंदा और आत्मप्रशंसासे भी आनंदका अंकुर न हुआ। भोजनादिकी प्रक्रियासे भी लेश शांतिको न पाया। अतः यही निश्चय किया कि रागादिक गये बिना शांतिकी उद्भूति नहीं। अतः सर्व व्यापार उसीके निवारणमें लगा देना ही शांतिका उपाय है। वाक्जालके लिखनमें कुछ भी सार नहीं।"
સદ્દગત બ્રહ્મચારી ગણેશપ્રસાદજી જેવા પંડિતે જે છ હજાર રૂપિયા ખચી શિખામણ લીધી તે, આપણે જે આત્માર્થી હોઈએ, સમાધિમરણ અને શાંતિના ઈરછક હોઈએ તે મફત જે શિખામણ મળી તેપણું અમૂલ્ય જાણી તેને સદુપયોગ કરવાથી આત્મા સુખી થશે. પરમકૃપાળુદેવે તે ટૂંકામાં કહ્યું છે કે “જ્યાં-ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે, અને તે તમને અત્યારે બધી જઉં છું.....ઉપગ એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષનાં ચરણકમળ છે, તે પણ કહી જઉં છું.” (૩૭) જેમ એગ્ય લાગે તેમ વિચારશે. વિચારવાનને વિશેષ શું લખવું?
ॐ शild: शiति: शiति: