________________
પત્રસુધા
૧૨૯
૧૨૯
ભાદરણું, તા. ૧૯-૫-૩૮ તત્ સત
વૈશાખ વદ ૫, ૧૯૯૪ સગત પૂ. મનસુખભાઈ દેવશીભાઈના દેહોત્સર્ગના સમાચાર જાણું આ કળિકાળ શુભ નિમિત્તોને સંકેલી લેવાનું કામ કરી રહ્યો છે એવી ચેતવણીની વિચારણા જાગી હતી. માથે મરણ છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે, કાળ ગટકા ખાઈ રહ્યો છે, મરણના મુખમાં બાળ, યુવાન, વૃદ્ધ સર્વ એરાયેલા છે, માત્ર મેં બીડે તેટલી વાર છે તે આ જીવ કલ્યાણ કરવાના કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે એમ ૫. ઉ. પ. પૂ. સદ્દગત સ્વામી પ્રભુશ્રીજી પાસેથી વારંવાર સાંભળ્યું છે, છતાં આ જીવ કુંભકર્ણન કરતાં પણ પ્રબળ અનાદિની ઘોર નિદ્રામાંથી જાગતે નથી એ કેટલું આશ્ચર્ય અને ખેદ ઉપજાવનાર છે? આ જીવ વાતે ડાહી ડાહી કરે અને વર્તનમાં પ્રમાદ કે પિલ, એ ક્યાં સુધી નભશે? મરણના વિચારથી, કળિકાળના વિચારથી, અનિત્યતાના વિચારથી કે મોહની છેતરામણીના વિચારથી અનેક જ ચેતી ગયા છે. પણ પ્રમાદ વિચારને જ ન ઊગવા દે તે પછી થાય શું? આ જીવને સારું સારું જોવું ગમે, સારું સારું ખાવું ગમે, ડાહી ડાહી વાત કરવી ગમે, પણ પાછા વળીને પિતાના દોષો દેખી તેને કાંટા કાઢે તેમ કાઢી નાખવાની ઉતાવળ નથી. બેભાન દશામાં દિવસ, માસ, વર્ષ વિતાવે છે. નાખી નજર ન પહોંચે તેટલે કાળ વ્યર્થ વહી ગયે છતાં ક્ષણમાત્ર પણ આત્મસમાધિ જીવ સાધી શક્યો નહિ. કેવી કેવી ઉત્તમ સામગ્રીને વેગ મળ્યા, પ્રત્યક્ષ પુરુષ, તેમની સેવા-સમાગમ, બેધ, સ્મરણ સાધન, ભક્તિ આદિની આજ્ઞા, તીવ્ર ઠપકા વગેરેથી પણ જીવ જા નહીં, હજી તેને પસ્તા કરીને “જાગ્યા ત્યાંથી સવાર ગણી મંડી પડવું ઘટે તેનું પણ ભાન નહીં. માત્ર કબીરજી કહે છે તેમ “સુખિયા સૌ સંસાર ખાવે ને સેવે, દુઃખિયા દાસ કબીર ગાવે ને
.” સુખિયા જે નફક થઈ આ જીવ ફરે છે. દુઃખ લાગે તે બૂમ પાડે, “હે પ્રભુ, હે પ્રભુ,' પોકારે. જાણે કોઈ કાળે દુઃખ ભોગવ્યું નથી અને ભવિષ્યમાં દુઃખ આવવાનું જ ન હોય તેમ સિદ્ધ સમાન સુખી થઈને અત્યારે ફરે છે. પણ પાછું દુઃખ દેખાવ દે ત્યાં તે જીવ મૂંઝાઈ જાય છે કે જાણે કોઈ કાળે દુઃખ દૂર થનાર જ નથી, અને જાણે સુખ કદી જોયું જ ન હોય તેમ આરોગ્યની ઈચ્છા કરતે તેની રાહ વરસાદની પેઠે જોયા કરે છે. આવી અસ્થિર, ઠેકાણું વગરની દશા તરફ દુર્ગાછા આવવી જોઈએ તેને પણ જીવ વિચાર કરી કંઈ સ્વરૂપનું ઠેકાણું કરતું નથી. હવે કેમ કરવું? ક્યાં જવું? શું ઉપાય લે? તે વિચારવાયેગ્ય છે. જે શાંતિઃ
૧૩૦
ભાદરણ, તા. ૨૧-૫-૩૮ તત્ ૐ સત્
વૈશાખ વદ ૭, શનિ, ૧૯૯૪ જેહનું મન સમતિમાં નિશ્ચળ કેઈ નહીં તસ તેલે રે, શ્રી નયવિજય વિબુધ પય સેવક વાચક યશ એમ બોલે રે.” “રાગ દ્વેષ મળ ગાળવા ઉપશમ જળઝીલે; આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પીલે.
આતમતત્વ વિચારીએ.” – શ્રી યશોવિજયજી