________________
૫ત્રસુધા
૧૩૩
૧૩૩
અગાસ, તા. ૧-૭-૩૮ તત્ ૩ સત્
અષાડ સુદ ૪, શુક, ૧૯૯૪ અનુષ્ટ્રપ– દારિદ્ર, રેગ ને મૃત્યુ, વૃદ્ધાવસ્થા વિચારજે;
શાથી એ સર્વને પડે? મેક્ષ-ભાવ વધારજો. વિ. ગયા પત્રમાં બ્રહ્મચર્ય વિષે કંઈ લખેલું સ્મૃતિમાં નથી. વખતે આ પત્ર મળતાં પહેલાં તમારી બધાને વખત પૂરો થવા આવે તો પણ કેટલીક સૂચનાઓ લક્ષમાં રહેવા જણાવું છું, તે ભવિષ્યમાં ફરી વળી બ્રહ્મચર્યના કેઈ કોઈ દિવસ નક્કી કરે ત્યારે ઉપયોગી થશે.
પાંચ ઇન્દ્રિમાંથી સ્પર્શ ઇન્દ્રિયને અભ્યાસ જીવને ઘણો છે, કારણ કે દરેક ભવમાં તે ઈન્દ્રિય હોય છે. તેને રોકવાથી સંસારવૃત્તિ મળી પડી જાય છે.
“એક વિષયને છતતા, છત્યે સૌ સંસાર;
નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર.” – શ્રીમદ્ રાજચંદ્ર એ સ્પર્શ-ઈન્દ્રિયના સુખ માટે જીવ ધન કમાય છે, પરણે છે, કપડાં ઘરેણાં ઘર ખેતરરૂપ પરિગ્રહને વધારે છે. તે પ્રત્યેથી જેની વૃત્તિ ઓછી થાય, તેને સંસાર પ્રત્યેનો મેહ ઓછો થવાથી આત્મા પ્રત્યે વૃત્તિ વળે છે, આત્માના વિચાર તેને ગમે છે, આત્માની કથા તેને રુચે છે, તે સાંભળવામાં આનંદ આવે છે અને એમ કરતાં કરતાં જ્ઞાની પુરુષે જાણેલા આત્માની શ્રદ્ધા, પકડ, પ્રતીતિ થાય છે. રુચિ સંસાર વધારવાની જેને વર્તતી હોય તેને આત્મવિચાર કે આત્મકથા કે તેવું વાચન, શ્રવણ છાર પર લીંપણુ જેવું જુદું ને જુદું જ રહે છે, પરિણામ પામતું નથી. એ બધી વાત તમે ઘણી સાંભળી છે. હવે નીચે સામાન્ય નિયમો જણાવું છું?
૧. જેણે બ્રહ્મચર્ય પાળવા માટે એક દિવસ કે અનેક દિવસ માટે નિયમ લીધે હોય તેણે સ્ત્રી સાથે દિવસે કે રાત્રે એક પથારીમાં બેસવું કે સૂવું નહીં.
૨. કામને પોષે તેવી વાત કરવી નહીં કે કેઈ હાંસી વગેરેમાં પણ કામચેષ્ટા કે હાવભાવને પુષ્ટિ આપવી નહીં.
૩. આલિંગન, ચુંબન આદિ ભારે અતિચારો છે. તે રસ્તે વ્રત તૂટવાના પ્રસંગે આવે છે માટે તેવા પ્રસંગમાં દોરાવું નહીં કે સામાને તેવા ભાવ પ્રગટ થતા જણાય છે તેને ચેતાવી દઈ, તે દોષ ઝેર જેવા જાણ ધમકાવીને પણ દૂર કરવા.
૪. માંદગીને કારણે માથું દબાવવું કે તેવી કઈ મદદ લેવી પડે તો અપવાદરૂપ ગણી તે સિવાય બીજા કોઈ કારણે બ્રહ્મચર્યના દિવસમાં શરીરસેવા પણ સ્ત્રી પાસેથી સ્વીકારવી નહીં. શરીરસ્પર્શના પ્રસંગ આછા કરી નાખવા.
૫. ખોરાક પણ નિયમ-બાધાના દિવસોમાં સાદો રાખ. કપડાં, ઘરેણાં પણ સાદા પહેરવાં. ટૂંકમાં, ઈન્દ્રિયે ઉન્મત્ત ન બને તેવી કાળજી રાખવી.
૬. ભગવેલા ભાગના પ્રસંગેની વાતે કે સ્મૃતિ કર્યા કરવી નહીં. ૭. સત્સંગ, ભક્તિ, સવાંચન, સદ્દવિચારમાં કાળ ગાળવા વિચાર રાખવો.
નિયમ બ્રહ્મચર્યને ન લીધે હોય તેવા દિવસોમાં પણ દિવસે મૈથુનનો ત્યાગ રાખવા પૂરતા દઢ ભાવ રાખે તે બાર માસમાં છ માસ જેટલો કાળ બ્રહ્મચર્યવાળો ગયે એમ હિસાબ