________________
૧૬૭
પત્રસુધા વાસના પલટાતી નથી. પણ જીવ જ્યારે સદ્ગુરુકૃપાએ – સદ્ગુરુષે બળવાન બને છે અને મારો બધો ભવ આ દેહની વાસનાઓ જ બગાડ્યો છે એમ ગણી, તેને પ્રત્યે અણગમો ન થાય ત્યાં સુધી કંઈ બની શકે તેમ નથી. માટે જન્મમરણથી છૂટવાની ભાવના વધાર્યા કરવી અને મરણને રોજ સંભારવું એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા. આહાર સાદો, એકાંત શયન આસન, શરીરની સંભાળ બહુ ન કરવી વગેરે નવવાડ વિષે મોક્ષમાળામાં પાઠ છે તે બહુ વિચારી તે પ્રમાણે કંઈક કરવા માંડે તે અંશે અંશે બની શકે. જીશાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭૦.
અગાસ, તા. ૨૦-૯-૩૮ તત્ સત્
ભાદરવા સુદ ૭, ૧૯૯પ આપને ક્ષમાપનાપત્ર પ્રાપ્ત થયું છે. મંદિર તે જ્યાં થવાનું હતું ત્યાં જ થશે, પણ તે સંબંધી જે તકરાર કષાયનું કારણ હતું તે નીકળી ગયું તે ઘણું ઉત્તમ થયું છે. ત્યાંનાં બાઈ–ભાઈઓને ધીરજથી વાત કરી સમજાવશે અને હવે તેમને પક્ષ કે આપણે પક્ષ એવા ભેદ રહ્યા નથી પણ ખુલ્લા દિલે બધા એક થઈ ગયા તે બળ ટકાવી રાખી પિતાની તન, મન, ધનથી યથાશક્તિ સહાય કરી મનુષ્યભવને લહાવો લેવાને જેગ આવ્યું છે તેમાં પાછી પાની કરવા જોગ નથીજી. ફરી ફરી આવાં ધામ બંધાતાં નથી અને આપણા આયુષ્યને ભરોસો નથી તે જે “લીધે તે લહાવ” ગણી, જિંદગીમાં ફરી ફરી આવો પ્રસંગ બને મુશ્કેલ જાણી, એ ગ ઘર-આંગણે બની આવવાને છે તે ઘેર બેઠા ગંગા ગણી, જેટલી શરીરથી, વચનથી, લાગવગથી કે ધનથી પિતાની બને તેટલી મદદ આપી અપાવી પોતે ભાગ્યશાળી થવું, અને બીજાને સમકિતના કારણરૂપ એવા પવિત્ર ધામમાં મદદ કરવાના ઉત્તમ કામમાં ભાગિયા બનાવવા બનતું કરી છૂટવું. તમારી કલ્પનામાં હશે તે કરતાં કામ મોટું આરંભવાનું છે અને આપણે તે વખતમાં) આવા સુગમાં જ સાધનસંપન્ન અવસ્થામાં છીએ તે પરભવના ભાથારૂપ પ્રથમ મદદ કરી હોય તે ભૂલી જઈ, જાણે આજે નવા ઉત્સાહથી નવું કામ હાથ ધર્યું છે અને આપણા ઘરના કામ કરતાં તે ઘણું પવિત્ર છે માટે ઘરના કામ કરતાં તેની વધારે કાળજી રાખવા આપ સર્વે સમજી ભાઈ-બહેનને વિનંતી છેજી. પરમકૃપાળુદેવનું ગબળ જગતનું કલ્યાણ કરે એ જ વિનંતી.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭૧
અગાસ, તા. ૨૦–૮-૩૦ તત » સત્
ભાદરવા સુદ ૭, બુધ, ૧૯૯૫ આપે કાર્ડ લખ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે સુવાવડમાં બાઈ હોય તેણે ચિત્રપટ આગળ જવું યોગ્ય નથી. જેને આપણે અડતા નથી તેણે અમુક મર્યાદા સાચવવી ઘટે છે, ચિત્રપટ આગળ ન જવાય તેપણ ભાવના, મનમાં ભક્તિ ગમે ત્યારે ગમે તે અવસ્થામાં કરવા ગ્ય છે.
બીજું આપે “રાજ રાજ સૌ કે કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ છે, તે કરશે ભવ છેદ” વિષે પુછાવ્યું અને ભેદ નહીં મળવાથી રખડવું થયું છે એમ જણાવ્યું તે યથાર્થ