________________
૧૭૨
બેધામૃત પુદ્ગલ અને પુદ્ગલ. સુંદર મેદાન દેખે તે માટી કે બીજું કાંઈ નદી-સમુદ્ર નીરખે ત્યાં પાણી કે બીજું કાંઈ? ખેતરે કે માર્ગમાં ઢેફાં – માટીના પિંડ પડ્યા છે કે બીજું ? મારું તે સારું ગણવાની પંચાત તજી, આત્મદષ્ટિ કરે તે “દષ્ટિ તેવી સૃષ્ટિ બધે આત્મા જેવાશે.
“જેના જ્ઞાને ન્યૂનતા દેશે પણ નહીં હોય, રાજચંદ્ર ગુરુ તે નમું સંશય સર્વે ય” (પ્રજ્ઞાવધ –૩૭) તેને અર્થ વિચારવા ભાવ થાય તે પત્રાંક ૧૭૦ તથા ૧૮૭ વાંચવા-વિચારવા ભલામણ છેજી.
જ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧૭૭
અગાસ, તા. ૧૮-૧૦-૩૯ તન છે સત્
આસો સુદ ૬, બુધ, ૧૯૯૫ દેહા– ખા, પી દેહ ટકાવવા, દેહ જ્ઞાનને કાજ,
જ્ઞાન કર્મ-ક્ષય કારણે, તેથી શિવપુર રાજ. સંગે આવી મળે વિયેગે વહ જાય, એવી વિનાશી વસ્તુની ચિંતા કરે બલાય. તાર ન તૂટે મનકા, માળા મનકી માંહિ,
સમરણ એસા કીજીએ જે કોઈ જાણતા નહિ.” વિ. આપને પત્ર પ્રાપ્ત થયે છેજ. “રુચિ અનુયાયી વીર્ય ચરણધાર સધે,” એમ શ્રી દેવચંદ્રજીએ સ્તવનમાં ગાયું છે. જ્યાં સુધી દેહાધ્યાસરૂપ રુચિ રહી છે ત્યાં સુધી તે અર્થે વારંવાર પ્રવૃત્તિ થયા કરે છે; દેહને પ્રિય કે અનુકૂળ હોય તે વારંવાર સાંભરે છે, મહેનત નહીં કરીએ તે શું ખાઈશું? એવી ચીવટ રહે છે, તેથી ખેતી આદિ કામેની કાળજી દરેક ઋતુમાં દિવસે રાત્રે રાખીએ છીએ; શરીરમાં રેગ થયું હોય તે દવા નિયમિત લેવાની કાળજી રહે છે. જે ચરી પાળવાની કહી હોય તે ગામ પરગામ, વિવાહ-વાજન વખતે પણ કાળજી રાખી પાળે છે, નહીં તે દવા ગુણ નહીં કરે તેને ડર રહે છે, કે રોગ વધી જશે તે મરણને ડર રહે છે. તેમ જેને પુરુષના બધે દેહાધ્યાસ મંદ પડ્યો છે કે મંદ પાડવાની ગરજ જાગી છે તેને એ ડર રહ્યા કરે છે કે આ મનુષ્યભવમાં જે ધર્મ-આરાધન નહીં કરી શકાય તે કીડી, મકેડી કે કાગડા કૂતરા કે એવા ૮૪ લાખ યોનિના પરિભ્રમણમાં શું બનવાનું છે? માટે હરતાંફરતાં, બેસતા-ઊઠતાં, ચાલતાં, જોતાં, ખાતાં, પીતાં કે સૂતાં, જાગતાં તે સત્પષે આપેલા સાધનનું અવલંબન રાખે છે. સંસારની ફિકર ઓછી કરી પરમાર્થની ફિકર જેને જાગી છે, તેનું ચિત્ત બીજે તલ્લીન થઈ જતું નથી, અથવા જ્યાં જ્યાં તેવા પ્રસંગમાં સત્સાધન ભૂલી જવાય છે તેવા તેવાં નિમિત્તોથી દૂર રહે છે કે ચેતતું રહે છે. બિલાડી એક વખત દૂધ પી ગઈ હોય તે ફરી કાળજી રાખી બિલાડીને લાગ ન ફાવે ત્યાં દૂધ રાખે છે તેમ આત્માના હિતની ઈરછાવાળા જીવે અહિતકર્તા પ્રસંગમાં વિશેષ ચેતતા રહેવા ગ્ય છે અને નથી રહેવાતું તે પ્રમાદ છે. તે પ્રમાદ છે કરવાને ઉપયોગ રહે તે માર્ગને વિચાર કરવાનો અવકાશ મળે છે, વિચાર થઈ શકે છે. જે માર્ગને વિચાર કરે છે તે માર્ગમાં સ્થિર થઈ શકે છે, તેથી મુમુક્ષતા વધારી પ્રમાદ દૂર કરવા અર્થે સલ્ફાસ્ત્ર અને સત્સંગનું વિશેષ સેવન